android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: વિજયનગરનું નોનયુઝ સરકારી વિશ્રામગૃહ તંત્રના વાંકે બન્યું દારૂડિયાઓનું બિયરબાર
calendar_today May 27, 2026

Himatnagar: વિજયનગરનું નોનયુઝ સરકારી વિશ્રામગૃહ તંત્રના વાંકે બન્યું દારૂડિયાઓનું બિયરબાર

વિજયનગર તાલુકા મથકનું સરકારી વિશ્રામ ગૃહ બિનઉપયોગી અને નોન યુઝ હોવા છતાં તેને દૂર કરવા તંત્રની બેદરકારી સ્પષ્ટ દેખાઈ રહી છે. આ મામલે સ્થાનિક સ્તરે મોટો ભ્રષ્ટ્રાચાર અને ઘોર બેદરકારી સામે આવી છે.તાલુકા મથકે ઘણા વર્ષોથી શોભાના ગાંઠિયા સમાન, જીલ્લા પંચાયત હસ્તકનું સરકારી વિશ્રામગૃહ નોન યુઝ જાહેર કરવામાં આવ્યું છે. છતા તંત્ર દ્વારા ખંડેર ઈમારતને જમીન દોસ્ત કેમ કરવામાં આવતું નથી તેવા સવાલો પણ સ્થાનિકોમાં ઊભા થયા છે. ખંડેર બની ગયેલી ઈમારતમાં સાંજ પડતા જ દારૂની મહેફ્લિ સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું સામે આવ્યું છે.ત્યારે આ વિશ્રામ ગૃહના દરવાજા કે બારીઓ ન હોવાના કારણે અંદરના રૂમ ખંડમાં દેશી અને વિદેશી દારૂ પીનારા દારૂડિયાઓ માટે બિયરબાર બન્યું હોય તે રીતે જોવા મળ્યું છે. રાત્રી દરમિયાન અંદર ગોરખ ધંધાઓ પણ ચાલતા હોવાનું કેટલાક જાગૃત્ત લોકો તરફ્થી જાણવા મળ્યું છે.આ વિસ્તારમાં નજીકમાં પોલીસ સ્ટેશન પણ આવ્યું હોવા છતાં પોલીસ આ બાબતથી અજાણ હોય તેમ કોઈ કાર્યવાહી કરી રહી નથી. વિહારના તમામ લોકો આ અડ્ડાથી જાણીતા છે ત્યારે તંત્રને આ વાતની જાણકારી જ નથી કે શું ? આ પ્રશ્ન લોકોના મનમાં સતાવી રહ્યો છે.ઈમારતની આજુ બાજુ દેશી દારૂને ફેંકી દીધેલી ખાલી પોટલીઓ અને રૂમના અંદર વિદેશી દારૂની ખાલી બોટલો ચાડી ખાઈ રહી છે. જે પોલીસની પેટ્રોલિંગ માટે ઘણું બધું કહી જાય છે અને સુરક્ષા માટે પણ જોખમરૂપ સાબિત થયુ છે. આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ઈમારતને દૂર કરી સરકારી જમીન ઉપયોગમાં લેવામાં આવે, માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક વહીવટી તંત્ર આ નોન યુઝ ઈમારતને તાત્કાલિક દૂર કરે તેવી માગણી કરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: ભાઈના લગ્નનું ફુલેકું ઘરે લઈ જવા બાબતે પિતરાઈ ભાઈની હત્યા
calendar_today May 27, 2026

Panchmahal: ભાઈના લગ્નનું ફુલેકું ઘરે લઈ જવા બાબતે પિતરાઈ ભાઈની હત્યા

શહેરાના ડેમલી ગામે વરરાજાનું ફુલેકું પોતાના ઘરે લઈ જવા જેવી નજીવી બાબતે તકરાર થતાં પિતરાઈ ભાઈઓએ ભેગા મળીને યુવકનું ગળું દબાવીને ઘાતકી હત્યા કરી નાખી હતી. શહેરા તાલુકાના ડેમલી નવી વસાહત ગામે સોમવારે રાત્રે લગ્ન પ્રસંગ દરમિયાન વરરાજાનું ફુલેકું પોતાના ઘરે લઈ જવા જેવી નજીવી બાબતે થયેલી તકરારમાં વરરાજાના નાનાભાઈની ગળું દબાવીને ઘાતકી હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. લગ્નની ખુશીઓ વચ્ચે જ બે શખ્સોએ ભેગા મળી યુવકને જમીન પર પાડી દઈ મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ અંગે પોલીસે તપાસ હાથ ધરી બંને હત્યારાને ગણતરીના કલાકોમાં જ ઝડપી લીધા હતાં.પ્રાપ્ત માહિતી મુજબ, ડેમલી ગામે રહેતા નયનાબેન મિનેશભાઈ ડામોરના જેઠ કલ્પેશભાઈ લક્ષ્મણભાઈ ડામોરના લગ્ન હોવાથી પરિવારના તમામ સભ્યો લગ્ન પ્રસંગમાં હાજર હતા. સોમવારે રાત્રિના વરરાજાનું ફુલેકું નાનાભાઈ મિનેશભાઈ ડામોર પોતાના ઘરે લાવવા માંગતા હતા. આ બાબતે વરરાજાના ઘરના આંગણામાં વાતચીત ચાલી રહી હતી. તે દરમિયાન ત્યાં હાજર કલ્પેશભાઈના કાકાના દીકરાઓ પ્રકાશ રઘુનાથ ડામોર તથા દીપક ગલાભાઈ ડામોરે ફુલેકું નથી લઈ જવાનું તેમ કહી મિનેશભાઈ સાથે ઝપાઝપી કરી, તને જીવતો રાખવાનો નથી તેમ કહી ગળું દબાવી દીધુ હતું. તેમજ બંનેએ મિનેશભાઈને જમીન પર પાડી દઈ, તેમના ઉપર ચઢી જોરથી ગળું દબાવી દઈ બેરહેમ માર માર્યો હતો. દરમિયાન પરિવારના સભ્યોએ વચ્ચે પડી મિનેશભાઈને છોડાવ્યા હતા. જે બાદ પ્રકાશ અને દીપક ત્યાંથી નાસી ગયા હતાં. જ્યારે મિનેશભાઈ બેભાન થઈ ઢળી પડયા હતા. જેમને શહેરા સરકારી દવાખાનામાં લઈ જવાયા હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કરતા લગ્નનો માહોલ પલભરમાં જ માતમમાં ફેરવાઈ ગયો હતો. મૃતક મિનેશ ડામોર મજૂરી કામ કરતા હતા, જેમના મોતથી તેમના ત્રણ સંતાનો શ્રોયા, હાર્દિક અને તેજશે પિતાની છત્રછાયા ગુમાવી હતી. આ ચકચારી ઘટના અંગે મૃતકની પત્ની નયનાબેને શહેરા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ પ્રકાશ રૂઘનાથ ડામોર અને દીપક ગલાભાઈ ડામોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા બંને હત્યારાઓને ઝડપી લીધા હતાં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kheda: કાંસની સફાઈ બાદ રોડ પર કચરાના ઢગલા
calendar_today May 27, 2026

Kheda: કાંસની સફાઈ બાદ રોડ પર કચરાના ઢગલા

મહુધા તાલુકાના સિધાલી ગામ નજીક કાંસની સફાઈ કામગીરી બાદ બહાર કાઢવામાં આવેલ માટી અને કચરો રોડના કિનારે નાખવામાં આવતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહુધાથી સિધાલી જતો સિંગલ પટ્ટી માર્ગ સાંકડો હોવાથી સામસામે વાહન આવતા વાહનો ઊભા રાખવાની ફરજ પડે છે અને અકસ્માતનો સતત ભય સર્જાયો છે. ગ્રામજનો દ્વારા તાત્કાલિક કચરો દૂર કરવાની માંગ ઉઠી છે.મહુધા-સિંઘાલી રોડ ઉપર કાસ વિભાગ દ્વારા કેનાલની સફાઈ બાદ કેનાલમાંથી કાઢેલો કચરો રોડ ઉપર નાખી તેને ઉપાડી નહિ લેવાથી સ્થાનિકો ગુસ્સે ભરાયા છે. તેમજ ગ્રામજનોના જણાવ્યા અનુસાર દર વર્ષે કાંસની સફાઈ કરવામાં આવે છે, પરંતુ તેમાંમાંથી નીકળતી માટી અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવતા નથી અને રસ્તા પાસે જ ઢગલા સ્વરૂપે મૂકી દેવામાં આવે છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ માટી અને કચરો વરસાદી પાણી સાથે ફરી કાંસમાં ધોવાઈ જતા હોવાના કારણે આખા ચોમાસા દરમિયાન પાણીના નિકાલમાં અવરોધ ઉભો થાય છે. જેના કારણે મહુધા શહેર સહિત આસપાસના ગામોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ઉપરાંત કાંસની સફાઈની કામગીરીમાં પણ સંપૂર્ણ સફાઈ કરવામાં આવતી ન હોવાની અને કાસ વિભાગ દ્વારા માત્ર વેઠ ઉતારવામાં આવતી હોવાની ફ્રિયાદ ગ્રામજનો કરી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward