android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો ખેડૂતોની કમર તૂટી, ખેતી કરવી મુશ્કેલ બની
calendar_today May 27, 2026

Kheda: રાસાયણિક ખાતરના ભાવમાં તોતિંગ વધારો ખેડૂતોની કમર તૂટી, ખેતી કરવી મુશ્કેલ બની

ચરોતરમાંઉનાળુ વાવેતર પૂર્ણ થતા રસાયણિક ખાતરોના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઇને ખેડૂતોનેવધુ આર્થિક ભાર સહન કરવો પડશે. દિન પ્રતિદિન ખેતી વ્યવસાય આકરી મોંઘવારીમાં ખર્ચાળ બનતો જાય છે. હરહંમેશા ખેડૂતોને અન્ય ઉપર નિર્ભર રહેવુ પડે છે. સિંચાઇના પાણી માટે સરકાર ઉપર આધાર રાખવો પડે છે. અથાગ મહેનત કરી ખેડૂતને પાકનું સારૂ ઉત્પાદન મળવાની આશા હોય ત્યારે પોષણક્ષમ ભાવો મળતા નથી. જે વર્ષે પાક સારો,પોષણક્ષમ ભાવો સારા તે વર્ષે કુદરતી આફતમાં પાકમાં વ્યાપક નુકશાન થતા ધરતીપુત્રોની કફોડી સ્થિતી સર્જાય છે. હાલમાં ઉનાળુ બાજરી કાપવાની સિઝન ચાલી રહી છે ત્યારે કાપણી માટે થ્રેસરના ડિઝલની રામાયણ સર્જાય છે. તેમજ ડિઝલ મળે તો ગતવર્ષ કરતા કાપણીના ભાવનો ખર્ચ વધુ મોંઘો થઇ રહ્યો છે.તેવી કપરી પરિસ્થિતી વચ્ચે ચોમાસુ વાવેતરની સિઝન શરૂ થાય તે પહેલા રસાયણિક ખાતરોના ભાવમાં અસહ્ય વધારો કરવામાં આવતા ખેતીકાર્ય કરવું ધરતી પુત્રો માટે વધુને વધુ કઠીન બનતુ જાય છે. ત્યારે 950 રૂપિયાના ભાવનું એમોનિયા સલ્ફેટનો ભાવ 1400 એ પહોચ્યો છે, એએસપીનો 1550થી વધીને 2250 થયો છે.તેમજ એસએસપીના ખાતરનો 550માં 40 રૂપિયાનો વધારો કરતા નવો ભાવ 590 રૂપિયે પહોંચ્યો છે. ભાવવધારા માટે વૈશ્વિક યુદ્ધના કારણે સલ્ફરનો પુરવઠો ખોરવાતા તેની સીધી અસર વિવિધ રસાયણિક ખાતરોના ઉત્પાદન ઉપર પડતા ભાવ વધ્યા હોવાનું જણાવાઇ રહ્યુ છે. એપીએસમાં 20 ટકા નાઇટ્રોઝન, 20 ટકા ફોસ્ફરસ અને 13 ટકા સલ્ફર હોય છે. જેમાં સલ્ફર બનાવવા માટે જરૂરી સલ્ફ્યુરીક એસિડ અન્ય દેશોમાંથી આયાત કરવામાં આવી રહ્યુ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod: કબૂતરી ડેમમાંથી મળેલા મૃત દીપડાને અગ્નિદાહ અપાયો
calendar_today May 27, 2026

Dahod: કબૂતરી ડેમમાંથી મળેલા મૃત દીપડાને અગ્નિદાહ અપાયો

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના ભાણપુર ગામ ખાતે આવેલા કબૂતરી ડેમના પાણીમાંથી એક દિપડો મૃત હાલતમાં મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વન વિભાગની ટીમે દીપડાના મૃતદેહનું પી.એમ કરાવી માતાના પાલ્લા નર્સરી ખાતે અગ્નિદાહ અપાયો હતો. મળતી માહિતી મુજબ, સાકરીયા ગામના ગણપતભાઈ બારીયાએ કબૂતરી ડેમના પાણીમાં દિપડો મૃત હાલતમાં પડેલો જોતા તાત્કાલિક છાપરવાડ ફેરેસ્ટના જે.પી. ડામોરને જાણ કરી હતી. માહિતી મળતા જ રણધીપુર રેન્જના આર.એફ્.ઓ. જે.એમ. રાઠોડ સહિતનો સ્ટાફ્ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. દેવગઢ બારીયા એસી.એફ્. બારીયા તેમજ ડી.સી.એફ્. મિતેશકુમાર પટેલ(IFS)ના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારબાદ મૃત દિપડાને ડેમના પાણીમાંથી બહાર કાઢી સરકારી પંચોની હાજરીમાં પશુચિકિત્સક દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ દીપડાના મૃતદેહને માતાના પાલ્લા નર્સરી ખાતે અગ્નિદાહ કરવામાં આવ્યો હતો. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે દીપડાના મોતનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં લોકોમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: સી.એ.ઇન્સ્ટિ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો
calendar_today May 27, 2026

Anand: સી.એ.ઇન્સ્ટિ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો

વલ્લભવિદ્યાનગર: આણંદ અને વડોદરા સી.એ.ઇન્સ્ટિટયુટ દ્વારા મધુબાન રીસોર્ટ ખાતે બે દિવસનો જ્ઞાનવિવેચનમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટસને લગતા થયેલ સુધારા વધારા જેવા કે 1એપ્રિલ 2026 થી અમલમાં આવેલ નવો આવકવેરા કાયદો, વધતા જતા એઆઇ ના ઉપયોગથી ઉત્પન્ન થતા વિવિધ તક,જીએસટી, સીએ પેઢીનું એકત્રીકરણ, મુલ્યાંકન જેવા વિષયો ઉપર દેશ ભરથી નિષ્ણાંત તજજ્ઞો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય કારોબારી સભ્ય સીએ પુરુષોત્તમ ખંડેલવાલ,શાખા પ્રમુખ સીએ હર્ષિત દેસાઇ, વડોદરા શાખા પ્રમુખ સીએ પ્રશંત કોટેચા, સચિવ સીએ બિશન શાહ, ઉપપ્રમુખ સીએ રીકેન પટેલ, સીએ પાર્થ પટેલ, સીએ રોનક ગોયેલ, વડોદરા બ્રાન્ચના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward