android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Godhra: ગોધરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ
calendar_today May 27, 2026

Godhra: ગોધરામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

પંચમહાલ જિલ્લામાં બકરી ઈદના તહેવારને અનુલક્ષીને ગોધરા શહેરના માર્ગો પર પોલીસ વિભાગ દ્વારા ફુટ પેટ્રોલિંગ કરાયું હતું. સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તહેવારને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.આગામી દિવસોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ (ઈદ-ઉલ-જુહા) ની ઉજવણી થનાર છે.જે નિમિત્તે પંચમહાલ જિલ્લામાં શાંતિ, સલામતી અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈની ધાર્મિક લાગણી ના દુભાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડી કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં કતલ નહીં કરવા, તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને સરઘસાકારે નહીં ફેરવવા તાકીદ કરાઈ છે. દરમિયાન પંચમહાલ પોલીસ દ્વારા ગોધરામાં શાંતિ,સલામતી અને કોમી એકતાનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ફુટ પેટ્રોલિંગ કરાયું હતું. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષક, LCB, SOG, પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડ, એ,બી, અને તાલુકા પોલીસના જવાનો જોડાયા હતાં. સાથે ડ્રોન કેમેરાથી ધાર્મિક અને જાહેર સ્થળો ઉપર કડક નજર રાખવામાં આવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કોઈપણ પ્રકારની અફવા, ઉશ્કેરણીજનક પોસ્ટ કે ધાર્મિક લાગણી દુભાય તેવું લખાણ ફેલાવનાર સામે સાયબર ક્રાઇમ ટીમ કડક નજર રાખવામાં આવી રહી છે.સાથે લોકોને શાંતિ જાળવવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: ભાઈકાકા યુનિ.દ્વારા 450 ગ્રામ્ય પરિવારોને શ્રી કૃષ્ણ હોસ્પિટલની આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ
calendar_today May 27, 2026

Anand: ભાઈકાકા યુનિ.દ્વારા 450 ગ્રામ્ય પરિવારોને શ્રી કૃષ્ણ હોસ્પિટલની આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ

આણંદ: ભાઈકાકા યુનિવર્સિટીએ પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના સંયોજનથી ફેમિલી એડપ્શન પ્રોગ્રામ હેઠળ દત્તક લીધેલ પોરડા અને સુણાવ ગામના 450 પરિવારોને શ્રી કૃષ્ણ હોસ્પિટલની આરોગ્ય સુરક્ષા યોજના (આશીર્વાદ યોજના) હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે. જે ગ્રામ્ય આરોગ્ય સમાનતા તરફ્નું એક મહત્વપૂર્ણ પગલું કહી શકાય. કોમ્યુનિટી વિભાગના વડા અને પ્રોફેસર ડો. મનિષા ગોહિલના માર્ગદર્શન હેઠળ આ દત્તક પરિવારના દરેક સભ્યને આશીર્વાદ કક્ષાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી આવશ્યક આરોગ્ય સેવાઓની પહોંચ સસ્તી અને સરળ સુનિશ્ચિત કરવામાં આવી છે.આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ માટેની આર્થિક સંકડામણો દૂર કરવાનો છે. આ આશીર્વાદ કાર્ડ અંતર્ગત લાભાર્થીઓને નિઃશુલ્ક ઓ.પી.ડી અને આઈ.પી.ડી. કન્સલ્ટેશન સેવાઓનો લાભ તથા તમામ લેબોરેટરી અને રેડિયોલોજીકલ તપાસોમાં 25 ટકા રાહત આપવામાં આવશે. સમુદાય કેન્દ્રિત અભિગમ સાથે આરોગ્ય સેવાઓને જોડતી શ્રી કૃષ્ણ હોસ્પિટલની આ યોજના ગ્રામ્ય લોકોને સસ્તી અને ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ મળી રહે તેમ છે.ફેમિલી એડપ્શન પ્રોગ્રામના સંચાનની જવાબદારી કોમ્યુનિટી મેડિસિન વિભાગમાંડો.પ્રીતિ તિવારી સંભાળી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhra: પીવાના પાણીમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ભળતાં રહીશોમાં રોષ
calendar_today May 27, 2026

Godhra: પીવાના પાણીમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ભળતાં રહીશોમાં રોષ

ગોધરા શહેરના નગરપાલિકા વોર્ડ -7 વિસ્તારના મોહમ્મદી મહોલ્લાના રહીશો છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે.પાણીની લાઇનમાં ગટરનું દૂષિત પાણી ભળી જતાં સ્થાનિકોમાં ભારે રોષ ફટી નીકળ્યો છે. છેલ્લા આઠ દિવસથી પરિસ્થિતિ વધુ વણસતા લોકોમાં રોગચાળો ફટી નીકળવાની ભીતિ પણ સેવાઈ રહી છે.સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, વિસ્તારમાં આવતા નળના પાણીમાં સીધું ગટરનું ગંદુ પાણી આવી રહ્યું છે. પાણીમાંથી દુર્ગંધ આવતી હોવાના કારણે લોકો આ પાણી પીવા કે ઘરગથ્થુ ઉપયોગમાં લઈ શકતા નથી. પરિવારોને પીવાનું શુદ્ધ પાણી મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રહીશોનો આક્ષેપ છે કે, સમસ્યા અંગે વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ લવાયો નથી. પાલિકાના કર્મચારીઓ સ્થળ પર આવી માત્ર કામચલાઉ સમારકામ કરી જતા રહે છે, જે બાદ સમસ્યા ફરી યથાવત થઈ જાય છે. રહીશોના જણાવ્યા અનુસાર, હવે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે નળમાં સીધું ગટરનું પાણી આવે છે.લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક રહીશો દ્વારા જૂની અને બગડેલી પાઇપલાઇનને સંપૂર્ણપણે બદલી નવી પાઇપલાઇન નાખી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માગ કરાઈ છે, તેમજ જો આ બાબતે વહેલી તકે નગર પાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો સ્થાનિક રહીશો દ્વારા પાલિકા કચેરી સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward