Botad: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ દાદાને શેષનારાયણ જયંતિનો વિશેષ શણગાર તેમજ સુંદરકાંડના પાઠ યોજાયા
સાળંગપુર: બોટાદ જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર મુકામે શ્રી કષ્ટભંજનદેવ મંદિરમાં પુરુષોત્તમ માસ નિમિતે તા.26મીને મંગળવારે સુદ એકાદશીના પવિત્ર દિવસે મંદિરમાં શેષનારાયણ જયંતીની શ્રાધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ શ્રીકષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા સાથે સિંહાસને શેષનારાયણનો દિવ્ય શણગાર સાથે કેરીનો અન્નકૂટ ધરાવામાં આવ્યો હતો. હનુમાનજી દાદાને મંગળા આરતી સવારે 05:30 કલાકે અને શણગાર આરતી સવારે 7 કલાકે પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શ્રીકષ્ટભંનજનદેવનુ દિવસમાં સવારે અને સાંજે એમ બે વખત રાજપચોપાર પૂજનનું આયોજન કરાયું હતું. એટલું જ નહીં મંદિર પરિસરમાં ભાવિકોના એક મંડળ દ્વારા સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયો હતો. મંગળવારે મોટીસંખ્યામાં દાદાના દર્શનનો લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward