Godhra: ગોધરા સમાજ કલ્યાણ કચેરી સામે અરજદારોમાં રોષ
ગોધરાના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ કચેરીમાં જાતિના દાખલા મેળવવા આવતા ગરીબ અને શ્રામિક વર્ગના અરજદારોને કચેરીના સ્ટાફ્ની મનમાનીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં ધોરણ 10 અને 12ના પરિણામો બાદ એડમિશન પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે ત્યારે કચેરીના કર્મચારીઓ દ્વારા અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપવાના બદલે માનસિક ત્રાસ અને હેરાનગતિ કરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠી છે.દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અનેક વાલીઓ અભણ કે ઓછું ભણેલા હોય છે. કચેરીમાં આવ્યા બાદ કયું કામ ક્યાં થશે તે અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન ના મળતા તેઓ ઓફ્સિો શોધવામાં જ અટવાઈ જાય છે. ઘણીવાર અરજદારો ATVT સેન્ટરની લાંબી લાઈનોમાં કલાકો સુધી ઉભા રહે છે, જ્યારે તેમનો વારો આવે ત્યારે તેમને, સિક્કો કરાવી લાવો, તેમ કહીને પાછા કાઢવામાં આવે છે.આ સિક્કો કરાવવા તેઓ ફરી બહુમાળી ભવનની કચેરીમાં જાય છે, જ્યાં બેસેલા કર્મચારીઓ દ્વારા તેમને સંતોષકારક જવાબ આપવાના બદલે, ડોક્યુમેન્ટ નથી, કહી પરત મોકલી દેવામાં આવે છે.અરજદાર પાસે સરકાર માન્ય પૂરતા દસ્તાવેજો હોવા છતાં મનસ્વી રીતે વધારાના અને બિનજરૂરી ડોક્યુમેન્ટની માંગણી કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward