Anand: આણંદના હાડગુડ ગામે ગંદા પાણીની ગંભીર સમસ્યા વકરતાં લોકોમાં રોષ
સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગંદા પાણીના કારણે વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાઇ રહી છે. અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. ગ્રામજનોમાં મેલેરિયા, કોલેરા જેવી ગંભીર બીમારીઓ ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.ખાસ કરીને જ્યાં પાણી ભરાયેલું રહે છે. તે વિસ્તાર રહેણાંક તથા અવરજવરનો મુખ્યમાર્ગ હોવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે અગાઉ પણ ઝાંખરીયા ગામના ગંદા પાણીનો નિકાલ હાડગૂડ ગામની સીમામાં કરવામાં આવતો હતો. પરંતુ ગ્રામજનોના વિરોધ બાદ તે બંધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ફરી એકવાર ગટર લાઇનનું કનેક્શન હાડગૂડ ગામના વિસ્તારમાં આપવામાં આવતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. આ મામલે ગ્રામજનોએ અનેક વખત પંચાયત સત્તાધિશોને રજૂઆત કરી હોવા છતાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ ઝાંખરીયા ગામના ગંદા પાણીના નિકાલનો પ્રશ્ન ઝાંખરીયા ગ્રામ પંચાયતે પોતાના ગામમાં જ ઉકેલવો જોઇએ અને અન્ય ગામના લોકોને મુશ્કેલીમાં ન મુકવા જોઇએ. હાલ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અને તાત્કાલિક ગટર લાઇનનું કનેક્શન બંધ કરી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward