android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: કરજણ તા.પં. પ્રમુખ પદે રોશની રણા, ઉપપ્રમુખ ભૂમિકા પટેલ
calendar_today May 27, 2026

Vadodara: કરજણ તા.પં. પ્રમુખ પદે રોશની રણા, ઉપપ્રમુખ ભૂમિકા પટેલ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ જેમાં કરજણ તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો. કરજણ 20 બેઠકો ધરાવતી તાલુકા પંચાયતમાં વિજેતા થયેલ 17 ભાજપના સભ્યોની બહુમતી વચ્ચે આજે ભાજપના મેન્ડેટ અનુસાર, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ સહિત ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે રોશનીબેન રણા અને ઉપપ્રમુખ તરીકે ભૂમિકાબેન પટેલની વરણી થઇ હતી. જ્યારે કારોબારી ચેરમેન તરીકે ચિરાગ પટેલ,શાસકપક્ષના નેતા તરીકે સંગ્રામસિંહ પરિહાર તથા દંડક તરીકે ભાવિન પટેલની નિમણૂક થઇ હતી. ભાજપ સંગઠન દ્વારા જે જવાબદારી સોંપેલ છે.હોદ્દાનો પદભાર સંભાળ્યો છે. જે વિકાસ ચાલુ છે.તે અવિરત ચાલુ રહેશે અને સાથે રહીને કામ કરશું અને છેવાડાના ગામ સુધી સરકારની યોજનાનો લાભ પહોંચાડીશું અને તાલુકાના વિકાસને પ્રાધાન્ય આપવાની બાહેધરી આપેલ છે. ભાજપ કાર્યકરોએ તેઓનું સન્માન કર્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: પાદરામાં જાહેરમાં તલવાર સાથે દોડનાર 6 શખ્સોની અટકાયત
calendar_today May 27, 2026

Vadodara: પાદરામાં જાહેરમાં તલવાર સાથે દોડનાર 6 શખ્સોની અટકાયત

પાદરા શહેરમાં અસામાજિક તત્વો સામે પાદરા પોલીસે સખ્ત કાર્યવાહી હાથ ધરી જાહેરમાં તલવાર સાથે દોડાદોડી કરનાર 6 શખ્સોની અટકાયત કરી કાર્યવાહી કરી છે. ગત તા. 24ના રોજ રાત્રે પાદરા ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં કેટલાક યુવકો જાહેરમાં ખુલ્લી તલવાર સાથે દોડાદોડી કરતા હોવાનો વીડિયો વાઈરલ થયો હતો જેને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બનાવ અંગે પાદરા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ કલમ 135(1) મુજબPART-બી ગુનો નોંધાયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કુલ 6 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં મુખ્ય આરોપી તરીકે રાહુલ ઉર્ફે ભયલુસિંઘ રમેશ વસાવા (ઉ.22, રહે. ફ્તેપુરા, વીમા દવાખાના પાછળ ઝુંપડપટ્ટી, વારસિયા, વડોદરા શહેર)ની અટકાયત કરાઇ છે.જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસે નોંધ્યું છે. અંદરો અંદર બબાલ થઇ હોવાથી સોંટ્ટો પાડવા તલવાર લઈને નીકળ્યા હતો. ઝડપાયેલ રાહુલ વસાવા ભૂંડ પકડવાનું કામ કરે છે. પાદરાPI પી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, નગરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે જાહેરમાં હથિયારો સાથે આતંક ફેલાવનાર કે, અસામાજિક પ્રવૃત્તિ કરનાર તત્વો સામે કડક અને સખ્ત કાર્યવાહી કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: વાઘોડિયા નગરમાં રાતે સસ્તા અનાજની દુકાનમાં અનાજ સગેવગે કરાતું ઝડપાયું
calendar_today May 27, 2026

Vadodara: વાઘોડિયા નગરમાં રાતે સસ્તા અનાજની દુકાનમાં અનાજ સગેવગે કરાતું ઝડપાયું

વાઘોડિયા નગર પાલિકા વિસ્તારની મનમોહન પાર્ક સોસાયટીમાં જયસ્વાલ દર્શનકુમાર હરેશની પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર દુકાન પરવાના નંબર 54/2015ની ત્યાં સોમવારે મોડીરાતે સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાતો ઝડપાયો હતો.વાઘોડિયા મામલતદારે બાતમીને આધારે સ્થાનિક પોલીસ સાથે રેડ કરી અનાજનો જથ્થો સગેવગે કરતા સંચાલક સાથે પીકઅપ ચાલકને ઝડપી પાડયો હતો. સરકાર દ્વારા ગરીબી રેખા નીચે આવતા પરિવારોને સસ્તુ રાહત દરનું અનાજ આપવાના બદલે દુકાન સંચાલક દ્વારા કાળાબજારીમાં વેચાઈ રહ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવતા વાઘોડિયા નગરમાં ચકચાર મચી હતી. નગરની મનમોહન પાર્ક સોસાયટીમાં પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનમાંથી આ કાળો કારોબાર ચાલી રહ્યો હોવાની માહિતી વાઘોડિયા મામલતદારને મળતા તેઓએ પોતાની ટીમ અને પોલીસ સાથે દરોડો પાડયો હતો.દુકાનના સંચાલક દર્શન જયસ્વાલ દ્વારા દુકાનમાંથી ઘઉં, ચોખા અને ચણા જેવો સરકારી અનાજનો જથ્થો ખાનગી દુકાનોમાં મોકલાતો હોવાની નામ સાથેની માહિતી અપાઇ હતી. એક પિકઅપ ટેમ્પો નંબર GJ06AT5929માં બોરીઓ ભરીને સગેવગે કરાઇ રહ્યો હતો.આજે ફોન કરવા છતાં ઘણા સમય બાદ વહીવટીતંત્ર પહોંચી પરાણે કાયદેસરની કામગીરી હાથ ધરી હતી. વાઘોડિયા મામલતદાર અને સ્થાનિક પોલીસને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અધિકારીઓએ તપાસ હાથ ધરતાંટેમ્પોમાંથી 142 કિલો ચોખા, 9 કિલો ચણા અને મોટી માત્રામાં ઘઉંનો જથ્થો મળી આવ્યો હતો. તંત્ર દ્વારા અનાજના જથ્થા સાથે પિકઅપ ટેમ્પો કબ્જે કરી કાર્યવાહી માટે ગોડાઉન મેનેજરને સોંપ્યો છે. ઘણા સમયથી આ હેરાફેરીમાં સરકારી દુકાનદારની વાઘોડિયાના સ્થાનિક દુકાનદાર જાકીર નામના વ્યક્તિની પણ સંડોવણી હોવાની વાત વહેતી થઇ હતી. પોલીસ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક અને કડક તપાસ અને દુકાનદારની કોલ ડિટેઇલ્સ પણ ચકાસાય તો પંથકમાં દુકાનદારો સાથે બાબુઓનું આખું કૌભાંડ બહાર આવે તેમ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward