android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amit Shahનો BSFને સંદેશ, કહ્યું 'માત્ર બોર્ડર નહીં, 50 કિલોમીટર સુધીની સુરક્ષાની જવાબદારી આપણી'
calendar_today May 26, 2026

Amit Shahનો BSFને સંદેશ, કહ્યું 'માત્ર બોર્ડર નહીં, 50 કિલોમીટર સુધીની સુરક્ષાની જવાબદારી આપણી'

અમિત શાહે બિકાનેરના સરહદી વિસ્તારોનો પ્રવાસ કરીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી . આ દરમિયાન તેમણે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનો સાથે વાતચીત કરી અને જણાવ્યું કે હવે BSFને પોતાની પરંપરાગત ફરજથી આગળ વધીને નવા સુરક્ષા પડકારો પર પણ ધ્યાન આપવું પડશે. અમિત શાહે સાંચુ પોસ્ટ પર યોજાયેલા પ્રહરી સંમેલનમાં જણાવ્યું કે સરહદથી 50 કિમી સુધીના વિસ્તારમાં થતી અસામાન્ય પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવી જરૂરી છે.શું કહ્યું અમિત શાહે? ગૃહપ્રધાને નશીલા પદાર્થોની તસ્કરીને ગંભીર ખતરો ગણાવ્યો તેમણે કહ્યું કે આ વિસ્તારમાં કોઈપણ ગેરકાયદે બાંધકામ અથવા અસ્વાભાવિક વસ્તી ફેરફાર જણાય તો તેની જાણ તાત્કાલિક સ્થાનિક પ્રશાસન અને પોલીસને કરવી જોઈએ. ગૃહમંત્રીએ ખાસ કરીને ડ્રોન મારફતે થતી હથિયાર અને નશીલા પદાર્થોની તસ્કરીને ગંભીર ખતરો ગણાવ્યો. તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકાર આગામી છ મહિનામાં એન્ટી-ડ્રોન સિસ્ટમ સ્થાપિત કરવાની શરૂઆત કરશે, જેથી સરહદ પારથી થતી ગેરકાયદે પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવી શકાય. દુશ્મનને હુમલો કરવાની હિંમત પણ ના કરે તેમણે વધુમાં જણાવ્યું કે ડ્રોન ક્યાં ઉતરે છે, તેને કોણ સ્વીકારે છે અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તેની સંપૂર્ણ દેખરેખ જરૂરી છે. સરહદી સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે ચાર સ્તરીય સુરક્ષા ગ્રિડ તૈયાર કરવાની વાત પણ તેમણે કરી. જેમાં BSF, સેના, નાગરિકો અને રાજ્ય સરકાર મળીને કામ કરશે. અમિત શાહે કહ્યું કે હવે સરકારનું લક્ષ્ય એવું મજબૂત સુરક્ષા તંત્ર બનાવવાનું છે કે દુશ્મનને હુમલો કરવાની હિંમત પણ ન થાય. તેમણે ઉમેર્યું કે 2014 પછી દેશની સુરક્ષા નીતિમાં મોટો ફેરફાર આવ્યો છે અને સુરક્ષા દળોનું આધુનિકીકરણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પણ વાંચો : Karnataka પર મેરેથોન બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, 'સિદ્ધારમૈયા મુખ્યમંત્રી તરીકે રહેશે, ફક્ત રાજ્યસભાની ચૂંટણીઓ પર ચર્ચા થઈ'

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સમય અને ઇંધણ બચાવવા ડીજીપીની પહેલ, કચ્છ કોર્ટમાં ઓનલાઇન જુબાની આપી
calendar_today May 26, 2026

Gujarat Latest News Live : સમય અને ઇંધણ બચાવવા ડીજીપીની પહેલ, કચ્છ કોર્ટમાં ઓનલાઇન જુબાની આપી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Gandhinagar : ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે 27મેથી ઓનલાઇન નોંધણી શરૂ, ખેડૂતોને મળશે પ્રતિ ક્વિન્ટલ આટલા રુપિયા
calendar_today May 26, 2026

Gandhinagar : ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે 27મેથી ઓનલાઇન નોંધણી શરૂ, ખેડૂતોને મળશે પ્રતિ ક્વિન્ટલ આટલા રુપિયા

ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે એક ખૂબ જ મહત્વની અને રાહત આપતી જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. 27મે, 2026થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થવા જઈ રહી છે. ખેડૂતો આગામી તા. 10 જૂન,2026સુધી એટલે કે કુલ 15 દિવસ સુધી ગ્રામ્ય સ્તરે જઈને આ રજીસ્ટ્રેશન કરાવી શકશે. વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાં આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે જઈને VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે કોઈ પણ જાતના શુલ્ક વિના એટલે કે બિલકુલ વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. પારદર્શિતા જાળવી રાખવા માટે આ નોંધણી પ્રક્રિયા ખેડૂતોના ફિંગરપ્રિન્ટ (બાયોમેટ્રીક) અથવા ફેસ ઓથેન્ટીકેશન (ચેહરો ઓળખીને) ના માધ્યમથી કરવામાં આવશે. ટેકાના ભાવે વેચાણનો લાભ લેવા માટે ખેડૂતોએ 'ફાર્મર રજીસ્ટ્રેશન' કરાવવું ફરજિયાત છે, અને તેમાં પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવવો જરૂરી છે. ખેડૂત મિત્રો બે પદ્ધતિથી રજીસ્ટ્રેશન કરાવી શકે છેખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.આ ઉપરાંત ખેડૂતો ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ પોતાનું ઓળખપત્ર (આધાર કાર્ડ), તેની સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે. નોંધનીય છે કે, ભારત સરકારે ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 8768નો ટેકાનો ભાવ જાહેર કર્યો છે. હાલમાં બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોવાથી, ભારત સરકારના 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ અંતર્ગત ખેડૂતો આ આયોજનનો મહત્તમ લાભ લઈ આર્થિક નુકસાનથી બચી શકે છે.આ પણ વાંચો----     Vadodara : વાલીઓ.. ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, સ્કૂલ વેન એસોસિએશનનો એવો નિર્ણય કે સાંભળીને જ બજેટ ખોરવાઈ જશે

Read Full Story arrow_forward