android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: વાઘોડિયા રોડ પર પત્નીએ ઘર પાસે જ કર્યા પતિના અંતિમ સંસ્કાર!
calendar_today May 26, 2026

Vadodara News: વાઘોડિયા રોડ પર પત્નીએ ઘર પાસે જ કર્યા પતિના અંતિમ સંસ્કાર!

વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલી એક ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ગરીબ વ્યક્તિનું અવસાન થતાં, તેની પત્નીએ સ્મશાનમાં જવાના બદલે ઘરની નજીક જ ખુલ્લામાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. ભરચક વિસ્તારમાં આ પ્રકારે ઘર પાસે જ ચિતા સળગાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે આશ્ચર્ય અને ચકચાર મચી ગઈ હતી. આ અસાધારણ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.પરિવારમાં કોઈ ન હોવાથી મહિલા થઈ લાચાર મૃતક વ્યક્તિ પોતાની પત્ની સાથે વાઘોડિયા રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં અત્યંત દયનીય સ્થિતિમાં જીવન ગુજારતો હતો. પરિવારમાં અન્ય કોઈ સભ્યો કે સગા-સંબંધીઓ હાજર ન હતા. લાંબા સમયની બીમારી અથવા અન્ય કારણોસર વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. અંતિમ સંસ્કાર માટે સ્મશાન સુધી જવાના કે અન્ય ધાર્મિક વિધિ કરવા માટેના પૂરતા નાણાં ન હોવાને કારણે લાચાર બનેલી પત્નીએ આ આકરૂં પગલું ભરવું પડ્યું હતું. આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાના લીધે મહિલાએ ઘર આંગણે જ અંતિમ ક્રિયા પતાવી દીધી હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. પાણીગેટ પોલીસે ઘટનાસ્થળે પહોંચી રહેણાંક વિસ્તારની નજીક જ આ રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવતા કોઈકે આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ પાણીગેટ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ પર પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકની પત્ની તેમજ આસપાસના પાડોશીઓની પૂછપરછ હાથ ધરી છે કે આ મોત કુદરતી હતું કે અન્ય કોઈ કારણસર, તેમજ કયા સંજોગોમાં આ રીતે અંતિમ સંસ્કાર કરવા પડ્યા તેની ઝીણવટભરી તપાસ ચલાવવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Karnataka પર મેરેથોન બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, 'સિદ્ધારમૈયા મુખ્યમંત્રી તરીકે રહેશે, ફક્ત રાજ્યસભાની ચૂંટણીઓ પર ચર્ચા થઈ'
calendar_today May 26, 2026

Karnataka પર મેરેથોન બેઠક બાદ કોંગ્રેસે કહ્યું, 'સિદ્ધારમૈયા મુખ્યમંત્રી તરીકે રહેશે, ફક્ત રાજ્યસભાની ચૂંટણીઓ પર ચર્ચા થઈ'

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં મુખ્યમંત્રી બદલાવ અંગે ચાલી રહેલી અટકળો પર હવે પૂર્ણ વિરામ લાગી ગયો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી હતી અને આ મુદ્દે દિલ્હીમાં પણ હાઈ-વોલ્ટેજ બેઠકો યોજાઈ હતી. જોકે હવે સ્પષ્ટ થયું છે કે આ બેઠકોનો એજન્ડા મુખ્યમંત્રી બદલાવ નહીં પરંતુ રાજ્યસભા ચૂંટણી હતો.કોણ કોણ બેઠકમાં રહ્યું હાજર? દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, ઉપમુખ્યમંત્રી ડી.કે.શિવકુમાર, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યા હતા. બેઠક બાદ કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલ અને રણદીપસિંહ સુરજેવાલાએ સ્પષ્ટ કર્યું કે આ મેરેથોન બેઠક માત્ર રાજ્યસભા અને વિધાન પરિષદ ચૂંટણી અંગેની ચર્ચા માટે હતી. તેમણે કહ્યું કે મીડિયામાં ચાલી રહેલી સત્તા પરિવર્તનની તમામ અટકળોમાં કોઈ સત્ય નથી. બેઠક પૂર્ણ થયા બાદ સિદ્ધારમૈયા બેંગલુરુ પરત ફર્યા કે.સી. વેણુગોપાલે જણાવ્યું કે બેઠક દરમિયાન માત્ર કર્ણાટકની રાજ્યસભા અને વિધાન પરિષદ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અને ચૂંટણી રણનીતિ પર ચર્ચા થઈ હતી. તેમણે ઉમેર્યું કે કેબિનેટ ફેરબદલ અથવા મુખ્યમંત્રી બદલાવ અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નથી. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ સ્પષ્ટ કર્યું કે કેબિનેટ વિસ્તરણનો મુદ્દો એજન્ડામાં નહોતો. બેઠક પૂર્ણ થયા બાદ તેઓ બેંગલુરુ પરત ફર્યા હતા. કોંગ્રેસ નેતૃત્વના આ સ્પષ્ટીકરણ બાદ હાલ માટે કર્ણાટકમાં સત્તા પરિવર્તનની ચર્ચાઓ પર બ્રેક લાગી છે, જોકે રાજકીય વર્તુળોમાં નજર હવે આગામી રાજ્યસભા ચૂંટણી અને ઉમેદવાર જાહેરાત પર ટકી છે. આ પણ વાંચો:  India-Pakistan બોર્ડરનો રાત્રિનો અદભુત નજારો વાયરલ, ફ્લાઈટમાં બેસેલા લોકોએ બારી ખોલી જોયું તો રહી ગયા દંગ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :   સુરતના વરાછા વિસ્તારની સોસાયટીમાં દોઢ વર્ષનું બાળક રૂમમાં ફસાયું, ભારે જહેમત બાદ રેક્સ્યુ
calendar_today May 26, 2026

Gujarat Latest News Live : સુરતના વરાછા વિસ્તારની સોસાયટીમાં દોઢ વર્ષનું બાળક રૂમમાં ફસાયું, ભારે જહેમત બાદ રેક્સ્યુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward