android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ઓલપાડના વેલુક-ઓર રોડ પર ટેમ્પા અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
calendar_today May 26, 2026

Surat News: ઓલપાડના વેલુક-ઓર રોડ પર ટેમ્પા અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઓલપાડના વેલુક-ઓર રોડ પર કાસલા બુજરંગ ગામ નજીક એક પૂરપાટ ઝડપે આવી રહેલા પીકઅપ ટેમ્પાના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.વેલુક ગામના અશ્વિન રાઠોડનું કરુણ મોત આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન જ બંને પૈકીના એક યુવકે દમ તોડી દીધો હતો. મૃતક યુવકની ઓળખ વેલુક ગામના વતની અશ્વિનભાઈ રાઠોડ તરીકે થઈ છે. અશ્વિનના અકાળે અવસાનથી તેમના પરિવાર અને સમગ્ર વેલુક ગામમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે બાઇક ચલાવી રહેલો અન્ય એક યુવક પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત હોવાથી હાલ હોસ્પિટલમાં જિંદગી અને મરણ વચ્ચે ઝોલા ખાતાં સારવાર હેઠળ છે. ઓલપાડ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી આ અકસ્માત અંગેની જાણ થતાં જ ઓલપાડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અશ્વિન રાઠોડના શવનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે પીકઅપ ટેમ્પા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી અકસ્માત સર્જીને નાસી છૂટેલા વાહન ચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar News: લીંબડીના મોટા ટીબલા ગામેથી ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સની ધરપકડ
calendar_today May 26, 2026

Surendranagar News: લીંબડીના મોટા ટીબલા ગામેથી ગેરકાયદેસર બંદૂક સાથે એક શખ્સની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી અને રાખવા પર પોલીસે કડક વલણ અપનાવ્યું છે. લીંબડી પોલીસની ટીમે એક ચોક્કસ ઓપરેશન હાથ ધરીને તાલુકાના મોટા ટીબલા ગામેથી એક શખ્સને ગેરકાયદેસર હથિયાર સાથે રંગેહાથ ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. સ્થાનિક સ્તરે ગુનાખોરી નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.શક્તિસિંહ રાણા પાસેથી સિંગલ બેરલ બંદૂક મળી આવી લીંબડી પોલીસને મોટા ટીબલા ગામમાં એક શખ્સ પાસે બિનઅધિકૃત હથિયાર હોવાની સચોટ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડીને ગામના જ વતની શક્તિસિંહ જગદીશસિંહ રાણા નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી એક સિંગલ બેરલ બાર બોરની ગેરકાયદેસર બંદૂક મળી આવી હતી. લાયસન્સ વગર આટલું ઘાતક હથિયાર રાખવા પાછળનો તેનો હેતુ શું હતો, તે જાણવા પોલીસે તજવીજ શરૂ કરી છે. લીંબડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી પોલીસે ગેરકાયદેસર બંદૂક કબજે કરીને આરોપી શક્તિસિંહ રાણાને તાત્કાલિક કસ્ટડીમાં લઈ લીધો છે. આ મામલે આર્મ્સ એક્ટ (હથિયાર ધારા) ની વિવિધ કલમો હેઠળ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો, કોની પાસેથી ખરીદ્યું હતું અથવા આ બંદૂકનો ઉપયોગ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં થવાનો હતો કે કેમ, તે તમામ દિશામાં પોલીસે આગળની સઘન તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surat : મોટા વરાછામાં બેડરૂમનો દરવાજો લોક થઈ જતાં દોઢ વર્ષનો વિવાન ફસાયો, ફાયર બ્રિગેડે કર્યું સુરક્ષિત રેસ્ક્યૂ
calendar_today May 26, 2026

Surat : મોટા વરાછામાં બેડરૂમનો દરવાજો લોક થઈ જતાં દોઢ વર્ષનો વિવાન ફસાયો, ફાયર બ્રિગેડે કર્યું સુરક્ષિત રેસ્ક્યૂ

સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં એક માસૂમ બાળક ઘરમાં રમતા-રમતા બેડરૂમમાં પુરાઈ જવાની અને દરવાજો અંદરથી લોક થઈ જવાની ચિંતાજનક ઘટના સામે આવી છે. બાળક રૂમમાં એકલો ફસાઈ જતાં અને સતત રડતો હોવાથી પરિવારના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, આ મુશ્કેલ સમયમાં ફાયર બ્રિગેડની ટીમે દેવદૂત બનીને આવી ગણતરીની મિનિટોમાં જ બાળકનું હેમખેમ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું.બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો મળતી વિગતો અનુસાર, મોટા વરાછા વિસ્તારમાં આવેલી ભક્તિનંદન સેક્ટર સોસાયટીના ઘર નંબર 93માં આ ઘટના બની હતી. અહીં રહેતા જયેશભાઈ બુહાનો આશરે દોઢ વર્ષનો માસૂમ પુત્ર વિવાન બપોરના સમયે ઘરમાં રમી રહ્યો હતો. રમત-રમતમાં વિવાન બેડરૂમની અંદર ગયો હતો અને અચાનક કોઈક રીતે બેડરૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. વિવાન હજુ ખૂબ જ નાનો હોવાથી અંદરથી દરવાજો ખોલવા સક્ષમ નહોતો. દોઢ વર્ષનો માસૂમ વિવાન ડરના માર્યા સતત રડતો રહ્યો દરવાજો બંધ થઈ જતાં જ પરિવારજનોએ તેને બહારથી ખોલવાના તમામ અથાણ પ્રયાસો કર્યા હતા, પરંતુ લોક ન ખુલતા તેઓ નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ, રૂમમાં એકલો પડી ગયેલો દોઢ વર્ષનો માસૂમ વિવાન ડરના માર્યા સતત રડી રહ્યો હતો, જેના કારણે પરિવારની ચિંતા ખૂબ જ વધી ગઈ હતી. આખરે કોઈ રસ્તો ન સૂઝતા પરિવારે તાત્કાલિક સુરત ફાયર વિભાગને આ અંગે જાણ કરી મદદ માંગી હતી. સહી-સલામત બહાર કાઢીને તેના માતા-પિતાને સોંપ્યો બાળક ફસાયું હોવાનો કોલ મળતા જ મોટો વરાછા ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ પરિસ્થિતિની ગંભીરતાને સમજીને સમય બગાડ્યા વિના આધુનિક હાઈડ્રોલિક અને રેસ્ક્યૂ સાધનોની મદદથી ગણતરીની મિનિટોમાં જ દરવાજો તોડી નાખ્યો હતો. ફાયર ટીમે વિવાનને કોઈ પણ ઈજા વગર સહી-સલામત બહાર કાઢીને તેના માતા-પિતાને સોંપ્યો હતો. બાળકને સુરક્ષિત જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હતો અને ફાયર વિભાગની ત્વરિત કામગીરીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પણ વાંચો----     Vadodara : વાલીઓ.. ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો, સ્કૂલ વેન એસોસિએશનનો એવો નિર્ણય કે સાંભળીને જ બજેટ ખોરવાઈ જશે

Read Full Story arrow_forward