android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Karnatakaમાં સીએમ બદલાવાની અટકળો તેજ, દિલ્હીથી તેડું આવવાના સવાલ પર કેમ હસ્યા DK Shivakumar?, જાણો
calendar_today May 26, 2026

Karnatakaમાં સીએમ બદલાવાની અટકળો તેજ, દિલ્હીથી તેડું આવવાના સવાલ પર કેમ હસ્યા DK Shivakumar?, જાણો

કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ ત્રણેય નેતાઓ સાથે ચર્ચા કરશે. જોકે, કોઈપણ નેતા બેઠકની વિગતો પર ચર્ચા કરવા તૈયાર નથી. ડીકે શિવકુમાર હસતાં હસતાં રવાના ડીકે શિવકુમાર તેમના ઘરેથી ઇન્દિરા ભવન જવા માટે નીકળી રહ્યા હતા. ત્યારે પત્રકારોએ તેમને બેઠક વિશે પ્રશ્નો પૂછ્યા હતા. ડીકે શિવકુમારે કોઈ જવાબ આપ્યો નહીં. જોકે, જ્યારે પત્રકારોએ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન અંગે વારંવાર પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે ડીકે શિવકુમાર લાંબા સમય સુધી હસ્યા અને પછી તેમની કારમાં બેસીને ઇન્દિરા ભવન જવા રવાના થયા હતા. કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. એચ.ડી. રંગનાથ કહે છે કે, જ્યાં સખત મહેનત હોય છે, ત્યાં ઇતિહાસ રચાય છે. જ્યાં શ્રદ્ધા હોય છે, ત્યાં ચમત્કારો થાય છે. મુખ્યમંત્રી પદ માટે બે મજબૂત દાવેદાર 2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણી પછી, કોંગ્રેસે સિદ્ધારમૈયાને મુખ્યમંત્રી અને ડી.કે. શિવકુમારને નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. તે સમયે શિવકુમારે પણ મુખ્યમંત્રી પદ માટે દાવો કર્યો હતો. કોંગ્રેસ હાઇકમાન્ડે બંને નેતાઓ વચ્ચે સમાધાન કરાવ્યું હતું, તેમને અઢી વર્ષનું વચન આપ્યું હતું. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો અઢી વર્ષનો કાર્યકાળ પૂર્ણ થયા પછી, શિવકુમારના સમર્થકોએ તેમની મુખ્યમંત્રી તરીકે નિમણૂકની માંગ શરૂ કરી હતી. કોણ ભજવશે મુખ્ય ભૂમિકા ? ડી.કે. શિવકુમાર ઉપરાંત, કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરને પણ મુખ્યમંત્રી પદ માટે દાવેદાર માનવામાં આવે છે. પરમેશ્વર અનુસૂચિત જાતિ શ્રેણીના છે અને જો ચૂંટાશે તો તેઓ કર્ણાટકના પ્રથમ અનુસૂચિત જાતિના મુખ્યમંત્રી બનશે. કોંગ્રેસ નેતૃત્વએ પરમેશ્વરને દિલ્હીમાં એક બેઠક માટે આમંત્રણ પણ આપ્યું છે. કર્ણાટકના રહેવાસી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ કર્ણાટકના મુખ્યમંત્રીની પસંદગીમાં મુખ્ય ભૂમિકા ભજવશે. આ પણ વાંચોઃ પન્નામાં નિર્માણાધીન કૂવો ધસતાં 5 શ્રમિકો દટાયા, 1 મૃતદેહ બહાર કઢાયો

Read Full Story arrow_forward
Monsoon 2026: કેરળમાં ચોમાસાનું વહેલું આગમન ટળ્યું,જાણો ક્યારે મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત?
calendar_today May 26, 2026

Monsoon 2026: કેરળમાં ચોમાસાનું વહેલું આગમન ટળ્યું,જાણો ક્યારે મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત?

હાલમાં સમગ્ર ભારત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે તે ચોમાસાની આતુરતાનો અંત થોડો લંબાયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની અગાઉની આગાહી મુજબ આ વર્ષે ચોમાસું પાંચ દિવસ વહેલું એટલે કે ૨૬ મેના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દેવાનું હતું. જો કે, બદલાતા હવામાન અને વાતાવરણીય પરિસ્થિતિઓને કારણે આ સમયરેખા ખોરવાઈ ગઈ છે અને હવે ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં થોડું મોડું ચાલી રહ્યું છે.સામાન્ય રીતે ભારતમાં ચોમાસાના આગમનની સત્તાવાર તારીખ ૧ જૂન ગણવામાં આવે છે. આ વર્ષે પ્રારંભિક આશાવાદ બાદ હવે રિયલ-ટાઇમ સેટેલાઇટ ડેટા અને હવામાન વિશ્લેષણ સંકેત આપે છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત હવે ૨ થી ૪ જૂન વચ્ચે થઈ શકે છે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ચોમાસું કોઈ નિયત સમયપત્રક પર દોડતી ટ્રેન નથી, પરંતુ તે સમુદ્રનું તાપમાન, પવનની દિશા અને હવાનું દબાણ જેવી જટિલ પ્રણાલીઓ પર આધાર રાખે છે, જે છેલ્લી ઘડીએ બદલાઈ શકે છે.ચોમાસું જાહેર કરવાના નિયમોહવામાન વિભાગ ૨૫ મે સુધીના ડેટા અનુસાર ચોમાસાના આગમનની સત્તાવાર જાહેરાત કરી શક્યું નથી કારણ કે તેના માટેના જરૂરી માપદંડો હજુ પૂરા થયા નથી. ચોમાસાની જાહેરાત કરવા માટે કેરળના નક્કી કરાયેલા ૧૪ હવામાન સ્ટેશનોમાંથી ઓછામાં ઓછા ૬૦% સ્ટેશનો પર સતત બે દિવસ સુધી ૨.૫ મીમી કે તેથી વધુ વરસાદ નોંધાવો જરૂરી છે. આ સાથે પવનની ગતિ અને વાદળોની ઘનતા પણ ચોક્કસ સ્તરે હોવી જોઈએ, જે હજુ સુધી જોવા મળી નથી.એક તરફ પ્રી-મોન્સૂન વરસાદ, બીજી તરફ હીટવેવચોમાસું ભલે મોડું હોય, પણ કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રી-મોન્સૂન ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. હવામાન વિભાગે તિરુવનંતપુરમ, કોલ્લમ, આલપ્પુઝા અને એર્નાકુલમ સહિતના ચાર જિલ્લાઓમાં ભારે વરસાદ અને ગાજવીજની સંભાવનાને પગલે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે.બીજી તરફ, ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારત હજુ પણ કાળઝાળ ગરમી અને તીવ્ર હીટવેવની પકડમાં છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ઘણા ભાગોમાં પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. રાત્રિનું તાપમાન પણ ૩૦ ડિગ્રીની આસપાસ રહેતા લોકોને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.જો કે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ૧ થી ૩ દિવસનો આ વિલંબ ચિંતાજનક નથી. પરંતુ વાસ્તવિક ચિંતા એ છે કે વર્ષ ૨૦૨૬ ના ઉત્તરાર્ધમાં સક્રિય થનારા 'અલ નીનો' (El Nino) ની અસરને કારણે આ વર્ષે કુલ મોસમી વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનો અંદાજ છે. હવે સૌની નજર જૂનના પ્રથમ સપ્તાહ પર છે કે ક્યારે વાદળો આગળ વધીને દેશને ગરમીમાંથી રાહત આપે છે.આ પણ વાંચો:India China Trade:ચીન કેમ ખરીદે છે સૌથી વધુ ઇન્ડિયન લાલ મરચું?

Read Full Story arrow_forward
Mathura News: સીડીઓ પર સરકીને મથુરા મહાનગરપાલિકામાં યુવકે કર્યો અનોખો વિરોધ
calendar_today May 26, 2026

Mathura News: સીડીઓ પર સરકીને મથુરા મહાનગરપાલિકામાં યુવકે કર્યો અનોખો વિરોધ

દીપક શર્મા નામનો યુવક અચાનક વંદોનો પોશાક પહેરીને મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ પહોંચ્યો હતો. અનોખુ વિરોધ પ્રદર્શન દીપક શર્મા નામનો વંદોનો પોશાક પહેરીને વિરોધ પ્રદર્શનનો કરી રહ્યો હોવાનું સામે આવ્યુ છે. જેમાં તે વંદોની જેમ સીડીઓ ઉપર ચઢતા નાચતા અને ગાતા દેખાય છે. તેમણે આરોપ લગાવ્યો, યમુના પ્રદૂષણ અને શહેરની ગંદકી પ્રત્યે આંખ આડા કાન કરનારા અયોગ્ય અધિકારીઓની આંખો ખોલવા માટે મારે આ ભૂમિકા નિભાવવી પડી. જ્યારે અમારા જેવા યુવાનો તથ્યો સાથે કોર્ટનો સંપર્ક કરે છે, ત્યારે ઉચ્ચ હોદ્દા પર બેઠેલા જવાબદાર લોકો અમને 'વંદો' કહીને આ મુદ્દાને અવગણે છે. યમુના નદીમાં પ્રદૂષણ પર નારાજગી વંદો બની ગયેલા દીપકને જોવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસમાં ભીડ એકઠી થઈ હતી. ઘણા લોકોએ પોતાના મોબાઈલ ફોનથી વીડિયો બનાવવાનું શરૂ કર્યું. દીપકે કહ્યું કે જો પરિસ્થિતિ સમયસર નહીં સુધરે તો યમુનાની સ્થિતિ વધુ ખરાબ થશે. આપણે, બ્રજના રહેવાસીઓ, યમુનાનું પાણી પીએ છીએ. પરંતુ વર્ષોથી યમુનાને પ્રદૂષણ મુક્ત બનાવવાના વચનો છતાં, કંઈ કરવામાં આવ્યું નથી. મથુરા અને વૃંદાવનમાં, ગંદા ગટરનું પાણી ખુલ્લેઆમ નદીમાં વહી રહ્યું છે. અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે, કોઈ ધ્યાન આપતા નથી. FIR દાખલ કરવાની અપીલ તેમણે જનતાને નિયમોનું ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે FIR દાખલ કરવાની અપીલ કરી. બંધારણનું ઉલ્લંઘન કરનારાઓને બક્ષવામાં ન આવે. દીપક શર્માએ તેમનું ધ્યાન દોરવા માટે અધિકારીઓની ગાડીઓ સામે વિરોધ પણ કર્યો, પરંતુ કોઈ અધિકારીએ જવાબ આપ્યો નહીં. બાદમાં તેમણે એક મેમોરેન્ડમ સુપરત કર્યું અને પાછા ફર્યા હતા. આ પણ વાંચોઃ Karnatakaમાં સીએમ બદલાવાની અટકળો તેજ, દિલ્હીથી તેડું આવવાના સવાલ પર કેમ હસ્યા DK Shivakumar?, જાણો

Read Full Story arrow_forward