android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Modi Governmentના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટા નિર્ણય વિશે
calendar_today May 26, 2026

Modi Governmentના 12 વર્ષ થયા પૂર્ણ, જાણો 12 મોટા નિર્ણય વિશે

નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે પોતાના કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કરી લીધા છે. 26 મે 2014ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી દેશના વડાપ્રધાન બન્યા હતા. 2014માં “અચ્છે દિન”ના વચન સાથે તેમણે સત્તા સંભાળી હતી અને 2020માં “આત્મનિર્ભર ભારત”નું સૂત્ર આપ્યું હતું. આ રીતે 2014થી શરૂ થયેલો મોદી સરકારનો સફર હવે 2026ના પડાવ સુધી પહોંચી ગયો છે.નરેન્દ્ર મોદી મજબૂત અને લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા આ 12 વર્ષના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી દેશના એક મજબૂત અને લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની છબી એવી બની છે કે તેઓ કઠિન અને મોટા નિર્ણયો લેવામાં સંકોચ કરતા નથી અને નવી દિશા બનાવવાનો પ્રયાસ કરે છે. તેમના કાર્યકાળ દરમિયાન સરકારે એવા ઘણા મોટા અને મહત્વપૂર્ણ નિર્ણયો લીધા, જેણે દેશની દિશા બદલી નાખી અને દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બન્યા. આ 12 વર્ષોમાં ભારતીય રાજનીતિ, અર્થવ્યવસ્થા, સમાજ અને વિદેશ નીતિમાં અનેક ઐતિહાસિક બદલાવ જોવા મળ્યા છે. આ દરમિયાન સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મોટો નિર્ણય લીધો, જેના કારણે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો સમાપ્ત થયો. સાથે જ આતંકવાદ સામે કડક પગલાં લઈને સુરક્ષા નીતિને વધુ મજબૂત બનાવવામાં આવી. આ 12 મોટા નિર્ણયો 1. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવામાં આવી 2. નારી શક્તિ વંદન કાયદો પસાર થયો, જેમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવ્યું 3. નોટબંધીનો નિર્ણય: જૂની 500/1000ની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો 4. GST: એક રાષ્ટ્ર, એક ટેક્સ: ટેક્સ સિસ્ટમમાં એક ઐતિહાસિક સુધારો 5. ત્રણ તલાકથી મુક્તિ 6. અગ્નિપથ યોજના: સેનામાં 'અગ્નિવીર' ભરતી મોડેલ 7. રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ 8. નાગરિકતા સુધારો કાયદો (CAA) લાગુ કર્યો 9. ડિજિટલ ભારત અને જન ધન યોજના 10. સર્જિકલ અને એર સ્ટ્રાઈક દ્વારા આતંકવાદ પર મોટો પ્રહાર 11. આર્થિક સ્થિતિના આધારે ઉચ્ચ જાતિઓ માટે 10% અનામત 12. નવી શિક્ષણ નીતિ અને નવા કાયદા, શિક્ષણ અને કાનૂની વ્યવસ્થામાં પરિવર્તનઆ પણ વાંચો : Karnatakaમાં સીએમ બદલાવાની અટકળો તેજ, દિલ્હીથી તેડું આવવાના સવાલ પર કેમ હસ્યા DK Shivakumar?, જાણો

Read Full Story arrow_forward
India-Pakistan બોર્ડરનો રાત્રિનો અદભુત નજારો વાયરલ, ફ્લાઈટમાં બેસેલા લોકોએ બારી ખોલી જોયું તો રહી ગયા દંગ
calendar_today May 26, 2026

India-Pakistan બોર્ડરનો રાત્રિનો અદભુત નજારો વાયરલ, ફ્લાઈટમાં બેસેલા લોકોએ બારી ખોલી જોયું તો રહી ગયા દંગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ 3,323 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત સુધી ફેલાયેલી છે. ભારત તરફથી આ સરહદની સુરક્ષા બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સંભાળે છે, જ્યારે પાકિસ્તાન તરફથી પાકિસ્તાની આર્મી અને રેન્જર્સ તૈનાત રહે છે. લોકોએ ફ્લાઈટમાંથી જોયો બોર્ડરનો નજારો તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વિમાનમાંથી લેવામાં આવેલો વીડિયો વાયરલ થયો છે, જેમાં ભારત-પાકિસ્તાન બોર્ડર રાત્રે તેજસ્વી લાઈટોની લાઈન જેવી દેખાય છે. વિમાનના કેપ્ટને મુસાફરોને વિંડો તરફ જોવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ દુનિયાની સૌથી સંવેદનશીલ અને સુરક્ષિત સરહદોમાંથી એકનો નજારો જોઈ રહ્યા છે.જુઓ વીડિયો  == વીડિયો પર લોકોના વિવિધ પ્રતિભાવો જોવા મળ્યા આ વીડિયોમાં સરહદ પર લાગેલી લાઈટ્સ સ્પષ્ટ રીતે દેખાય છે, જે અંધકાર વચ્ચે એક સતત પ્રકાશની રેખા જેવી લાગે છે. કેપ્ટન પ્રદીપ કૃષ્ણન દ્વારા શેર કરાયેલા આ વીડિયોને કરોડો વ્યૂઝ મળ્યા છે અને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે. ભારત-પાકિસ્તાન સરહદનું વિતરણ પણ સ્પષ્ટ છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં લગભગ 1,216 કિમી, રાજસ્થાનમાં 1,035 કિમી, પંજાબમાં 547 કિમી અને ગુજરાતમાં 512 કિમીની સરહદ આવે છે. વીડિયો પર લોકોના વિવિધ પ્રતિભાવો જોવા મળ્યા છે. કેટલાક યુઝર્સે તેને શાંતિ અને જોડાણનું પ્રતીક ગણાવ્યું છે, જ્યારે કેટલાકે સરહદની સુરક્ષા અને રાજકીય પરિસ્થિતિને લઈને ચર્ચા કરી છે. આ પણ વાંચો : Mathura News: સીડીઓ પર સરકીને મથુરા મહાનગરપાલિકામાં યુવકે કર્યો અનોખો વિરોધ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  ઘૂસણખોરી પર અમિત શાહે લીધો મોટો નિર્ણય, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના
calendar_today May 26, 2026

Gujarat Latest News Live : ઘૂસણખોરી પર અમિત શાહે લીધો મોટો નિર્ણય, ઉચ્ચ સ્તરીય સમિતિની રચના

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward