android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chhota Udepur News: કવાંટ-નસવાડી રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
calendar_today May 26, 2026

Chhota Udepur News: કવાંટ-નસવાડી રોડ પર કાર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ-નસવાડી રોડ પર આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ડણી ગામના બસ સ્ટેન્ડ નજીક એક પૂરપાટ ઝડપે આવી રહેલી ઇકો કાર અને મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બાઇક પર સવાર પતિ-પત્ની બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. અકસ્માત એટલો સર્જાયો હતો કે બન્ને વાહનોના કુરચા બોલી ગયા હતા અને આસપાસના લોકો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા.ગઢ બોરિયાદ CHCમાં ફરજ બજાવતા કર્મચારીનું મોત અકસ્માતનો ભોગ બનેલા મૃતક ભુપેન્દ્રભાઈ રાઠવા જામ્બા ગામના વતની હતા અને તેઓ ગઢ બોરિયાદ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે પોતાની ફરજ બજાવતા હતા. તેઓ તેમની પત્ની સુનિતાબેન રાઠવા સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે ડણી ગામ પાસે કાળમુખી ઇકો કારે તેમની બાઇકને અડફેટે લીધી હતી. આ દુર્ઘટનામાં સુનિતાબેનને માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તેમણે અને તેમના પતિએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. આરોગ્ય કર્મચારીના અકાળે અવસાનથી સ્થાનિક પંથકમાં અને મેડિકલ સ્ટાફમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. નસવાડી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જ નસવાડી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માત સ્થળની તપાસ કરીને ટ્રાફિક વ્યવસ્થિત કરાવ્યો હતો. ત્યારબાદ બંને મૃતકોના શવનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે નસવાડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ઇકો કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને અકસ્માતનો ચોક્કસ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Aravalli News: બાયડ પોલીસે અલવા કંપા પાસેથી સામાનની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો
calendar_today May 26, 2026

Aravalli News: બાયડ પોલીસે અલવા કંપા પાસેથી સામાનની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપ્યો

અરવલ્લી જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ અટકાવવા માટે એલર્ટ બનેલી બાયડ પોલીસને મોટી સફળતા મળી છે. બાયડ પોલીસે ચોક્કસ બાતમીના આધારે અલવા કંપા પાસે વહેલી તકે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટ્રકમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બુટલેગરો દ્વારા પોલીસને અંધારામાં રાખવા માટે ટ્રકમાં ટ્રાન્સપોર્ટના સામાનની આડમાં દારૂ છુપાવવામાં આવ્યો હતો.ટ્રાન્સપોર્ટના સામાન નીચે છુપાવી હતી દારૂની બોટલો બાયડ પોલીસ સ્ટેશનના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ટ્રક વિદેશી દારૂ ભરીને ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કરી રહી છે. આ બાતમીના આધારે પોલીસે અલવા કંપા પાસે નાકાબંધી કરીને વોચ ગોઠવી હતી. શંકાસ્પદ ટ્રક આવતા જ તેને રોકીને તલાશી લેતા, તેમાંથી ટ્રાન્સપોર્ટના સામાનની નીચે છુપાવેલી વિદેશી દારૂની નાની-મોટી કુલ 3,203 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આશરે રૂ.5.72 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજસ્થાનથી ગુજરાતમાં કનેક્શન, એક આરોપીની ધરપકડ પોલીસે દારૂના આ મોટા જથ્થા સાથે ટ્રક ચાલક (આરોપી) ની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લોડ કરીને ગુજરાતના આંતરિક વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો. બાયડ પોલીસે વિદેશી દારૂ, ટ્રક અને અન્ય સામાન સહિતનો મુદ્દામાલ કબજે કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ દારૂ કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot : જમીન અને લોનના વિવાદમાં પૌત્રે જ પેવર બ્લોક મારી દાદાની હત્યા કરી, પડી ગયાનું નાટક રચ્યું પણ...
calendar_today May 26, 2026

Rajkot : જમીન અને લોનના વિવાદમાં પૌત્રે જ પેવર બ્લોક મારી દાદાની હત્યા કરી, પડી ગયાનું નાટક રચ્યું પણ...

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંબંધોને શરમજનક બનાવતી એક ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. “જર, જમીન અને જોરું ત્રણેય કજીયાના છોરું,” આ કહેવત અહીં શબ્દશઃ સાચી ઠરી છે. શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા ૭૩ વર્ષીય વૃદ્ધ અરજણ મિયાત્રાની તેમના જ સગા પૌત્ર મોહિત મિયાત્રાએ નિર્મમ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. શરૂઆતમાં પૌત્રે દાદા પડી જવાથી ઇજા થઈ હોવાનું કહી મોતને અકસ્માતમાં ખપાવવાનું નાટક રચ્યું હતું, પરંતુ પોલીસની તીક્ષ્ણ તપાસમાં આખી હકીકત બહાર આવી ગઈ છે.દાદા પડી ગયા હોવાની રજૂઆત ઘટનાની વિગત મુજબ, 25મેના રોજ વહેલી સવારે આરોપી મોહિતે પોતાના ફુવા હીરા મકવાણાને ફોન કરીને જણાવ્યું કે, દાદા ઘરમાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થઈ છે. ફુવા તાત્કાલિક શાસ્ત્રીનગર મેઇન રોડ પર દેવજીવન હોટલ પાસે આવેલા સસરાના ઘરે પહોંચ્યા ત્યારે અરજણભાઈ ઓસરીમાં રૂમના દરવાજા પાસે લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવિલ હોસ્પિટલ ખસેડાયા જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મોહિતે પોલીસને જણાવ્યું કે તે સવારે ૬6વાગ્યે ગેસનો બાટલો લેવા આવ્યો ત્યારે દાદા પડેલા હતા, પરંતુ પરિવાર અને પોલીસને તેની વાર્તા પર શંકા ગઈ હતી. નાણાં અને જમીન બાબતે ઉગ્ર વિવાદ પોલીસ પૂછપરછ અને મૃતકના જમાઈની જુબાનીમાં બહાર આવ્યું કે, મૃતક અરજણભાઈ પાસે તમાચણ ગામ ખાતે 7 વીઘા ખેતીની જમીન આવેલી છે. પૌત્ર મોહિતે આ જમીન પર દાદાના નામે અઢી લાખ રૂપિયાની લોન લીધી હતી, જેમાંથી તે માત્ર ૧.૫૪ લાખ રૂપિયા જ ભરપાઈ કરી શક્યો હતો. બાકીના નાણાં અને જમીન બાબતે દાદા-પૌત્ર વચ્ચે લાંબા સમયથી ઉગ્ર વિવાદ ચાલતો હતો.  હત્યારા પૌત્રની ધરપકડ બનાવના દિવસે પણ આ બાબતે ઝઘડો થતાં આવેશમાં આવેલા મોહિતે ઘરમાં રહેલા પેવર બ્લોક અને લોખંડના ટેબલના પાયા વડે દાદાના માથા પર ઘા ઝીંકી દીધા હતા. યુનિવર્સિટી પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યારા પૌત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો----     Gujarat Civic Body Update : તમારા શહેરમાં કોની લાગી લોટરી ? એક જ ક્લિક કરો તો ખુલી જશે રહસ્ય

Read Full Story arrow_forward