android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gir Somnath: ખંઢેરી ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટના વિસ્તરણ પ્રોજેક્ટની લોકસુનાવણીમાં સમર્થન અને વિરોધ વચ્ચે માહોલ ગરમાયો
calendar_today May 26, 2026

Gir Somnath: ખંઢેરી ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટના વિસ્તરણ પ્રોજેક્ટની લોકસુનાવણીમાં સમર્થન અને વિરોધ વચ્ચે માહોલ ગરમાયો

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખંઢેરી ગામે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના માઇનિંગ વિસ્તરણ પ્રોજેક્ટને લઈને યોજાયેલી પર્યાવરણીય લોકસુનાવણીમાં ભારે ગરમાગરમી જોવા મળી હતી. આ લોકસુનાવણીમાં કંપનીના સમર્થન અને વિરોધ વચ્ચે સ્થાનિક રાજકારણ અને પર્યાવરણના પ્રશ્નો આમને-સામને આવી ગયા હતા. આ મહત્વપૂર્ણ સુનાવણી જિલ્લા ઇન્ચાર્જ અધિક કલેક્ટર યોગેશ જોશીની અધ્યક્ષતામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વચ્ચે યોજાઈ હતી.ભાજપના સ્થાનિક દિગ્ગજ નેતાઓએ ખુલ્લો ટેકો જાહેર કર્યો આ બેઠકમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીની લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક ૦.૧૪૪ મિલિયન ટનથી વધારીને ૧.૦ મિલિયન ટન સુધી કરવાના વિસ્તરણ પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. આ પ્રોજેક્ટના માઇનિંગ વિસ્તરણને ભાજપના સ્થાનિક દિગ્ગજ નેતાઓએ ખુલ્લો ટેકો જાહેર કર્યો હતો. જેમાં સ્થાનિક ધારાસભ્ય ભગવાન બારડ, પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ ભાજપના પ્રદેશ નેતા માનસિંગ પરમાર સહિતના અગ્રણીઓ કંપનીના સમર્થનમાં આગળ આવ્યા હતા. ભાજપના આ નેતાઓએ દલીલ કરી હતી કે આ વિસ્તરણથી વિસ્તારમાં ઉદ્યોગોનો વિકાસ થશે અને સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે.  પ્રોજેક્ટનો સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ પણ નોંધાયો બીજી તરફ, આ પ્રોજેક્ટનો સ્થાનિક સ્તરે ઉગ્ર વિરોધ પણ નોંધાયો હતો. ભેટાળી ગામના સરપંચ, ઉપસરપંચ અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ હિરેન બમરોટીયા સહિતના આગેવાનો અને ગ્રામજનોએ કંપની સામે સવાલ ઉઠાવ્યા હતા. વિરોધ કરી રહેલા લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે, માઇનિંગ ક્ષમતા વધવાથી પર્યાવરણને મોટું નુકસાન થશે, ધૂળનું પ્રદૂષણ વધશે અને ખેતી સહિત પીવાના પાણીના સ્તર પર ગંભીર અસરો પડશે. વાંધાઓ અને લેખિત રજૂઆતોની નોંધ લેવાઇ કંપનીના સમર્થકો અને પર્યાવરણ પ્રેમીઓ વચ્ચે ચાલેલી દલીલોના કારણે લોકસુનાવણી દરમિયાન માહોલ તંગ બન્યો હતો. ઉચ્ચ વહીવટી અધિકારીઓએ બંને પક્ષોની દલીલો, વાંધાઓ અને લેખિત રજૂઆતોની નોંધ લીધી છે. હવે આ તમામ રજૂઆતો અને રિપોર્ટના આધારે પર્યાવરણ મંત્રાલય અને સ્થાનિક તંત્ર આગામી દિવસોમાં આ પ્રોજેક્ટ અંગે આખરી નિર્ણય લેશે.આ પણ વાંચો----     Gujarat Civic Body Update : તમારા શહેરમાં કોની લાગી લોટરી ? એક જ ક્લિક કરો તો ખુલી જશે રહસ્ય

Read Full Story arrow_forward
Committee on Demographic Change : વસ્તી વિષયક પરિવર્તન તપાસ માટે સમિતિ બનાવાઈ, ગૃહમંત્રી અમિત શાહે આપી જાણકારી
calendar_today May 26, 2026

Committee on Demographic Change : વસ્તી વિષયક પરિવર્તન તપાસ માટે સમિતિ બનાવાઈ, ગૃહમંત્રી અમિત શાહે આપી જાણકારી

અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહત્વપૂર્ણ માહિતી શેર કરતાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેશના વસ્તી વિષયક પરિવર્તન અને તેના પ્રભાવોના અભ્યાસ માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. ગૃહમંત્રીના જણાવ્યા અનુસાર આ સમિતિ દેશના વિવિધ વિસ્તારોમાં થઈ રહેલા લોકસાંખ્યિક પરિવર્તનો, ગેરકાયદે સ્થળાંતર અને તેના કારણે ઊભા થતા સામાજિક તથા સુરક્ષા સંબંધિત પ્રશ્નોનું વિશ્લેષણ કરશે. નિવૃત્ત IAS અને IPS અધિકારીઓને પણ સભ્ય તરીકે સામેલ કરાયા અમિત શાહે જણાવ્યું કે વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ આ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાને દેશની આંતરિક સુરક્ષા અને સામાજિક સંતુલનને ધ્યાનમાં રાખીને સમિતિની રચનાની જાહેરાત કરી હતી. હવે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે આ ઉચ્ચ સ્તરીય સમિતિ જાહેર કરી છે. આ સમિતિના અધ્યક્ષ તરીકે નિવૃત્ત ન્યાયાધીશ નવલેકરની નિમણૂક કરવામાં આવી છે. સાથે જ સમિતિમાં નિવૃત્ત IAS અને IPS અધિકારીઓને પણ સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે, જેથી વિવિધ પ્રશાસનિક અને કાયદાકીય પાસાઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ થઈ શકે. સમિતિ સમયબદ્ધ ભલામણ રજૂ કરશે સરકારના જણાવ્યા મુજબ, સમિતિ ખાસ કરીને ગેરકાયદે સ્થળાંતરના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તે દેશની સામાજિક સુરક્ષા, આર્થિક માળખું અને સ્થાનિક વસ્તી પર કેવી અસર કરે છે તેનું વિશ્લેષણ કરશે. ઉપરાંત, સરહદી વિસ્તારોમાં વધતા લોકસાંખ્યિક પરિવર્તનોના પ્રભાવ અંગે પણ વિગતવાર અભ્યાસ હાથ ધરાશે. કેન્દ્ર સરકારનું કહેવું છે કે આ સમિતિ સમયબદ્ધ રીતે પોતાની ભલામણો રજૂ કરશે. સમિતિના અહેવાલના આધારે સરકાર ભવિષ્યમાં જરૂરી નીતિગત નિર્ણયો લઈ શકે છે. હાલ આ જાહેરાત બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. આ પણ વાંચો : West Bengal: શુભેન્દુ સરકારનો ખૌફ! બાંગ્લાદેશ બોર્ડરની ચેકપોસ્ટો પર ગેરકાયદેસર પ્રવાસીઓની ભીડ

Read Full Story arrow_forward
Maharashtra: લગ્નમાં કરોડો ખર્ચ્યા આને કહેવાય!  આખા ગામને 1-1 લાખનું વીમા કવર
calendar_today May 26, 2026

Maharashtra: લગ્નમાં કરોડો ખર્ચ્યા આને કહેવાય! આખા ગામને 1-1 લાખનું વીમા કવર

આજના સમયમાં લગ્નપ્રસંગોમાં મોંઘીદાટ મિઠાઈઓ, કિંમતી કપડાં કે ચાંદીની વસ્તુઓ રિટર્ન ગિફ્ટ (પરત ભેટ) તરીકે આપવાનો ક્રેઝ છે. પરંતુ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં એક એવા લગ્ન યોજાયા, જેણે રિટર્ન ગિફ્ટની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે.ગામના 3465 લોકો ખુશખુશાલ નાંદેડ જિલ્લામાં યોજાયેલ એક લગ્નસમારંભમાં વરરાજા અને તેના પરિવારે લગ્નમાં આવેલા મહેમાનો અને આખા ગામને એક એવી કિંમતી અને અણમોલ ભેટ આપી છે, જેની કુલ કિંમત આશરે રૂ. 33.6  કરોડ થાય છે. આ અનોખી ભેટથી ગામના 3465 લોકોના ચહેરા પર ખુશી લાવી દીધી છે અને સોશિયલ મીડિયા પર આ પરિવારની ભારે પ્રશંસા થઈ રહી છે.20મેના રોજ ગામમાં થયેલા લગ્ન બન્યા યાદગાર આ પ્રેરણાદાયી કિસ્સો નાંદેડ જિલ્લાની કંધાર તાલુકાના બહાદરપુરા ગામનો છે. અહીં રહેતા યુવક સિદ્ધેશ્વર પેઠકરના લગ્ન 20 મેના રોજ ખૂબ જ ધૂમધામથી સંપન્ન થયા હતા. બેન્ડ-વાજા અને ભવ્ય રોશની વચ્ચે લગ્નની ઉજવણી તો શાનદાર હતી જ, પરંતુ પેઠકર પરિવારે આ ખુશીને માત્ર પોતાના સુધી મર્યાદિત રાખવાને બદલે તેને સામાજિક જવાબદારી સાથે જોડવાનો મોટો નિર્ણય કર્યો.શું છે આ અનોખી રિટર્ન ગિફ્ટ?પેઠકર પરિવારે લગ્નના વળતા વહેવારમાં ખોટા ખર્ચા કરવાને બદલે દીર્ઘદ્રષ્ટિ દાખવી હતી. તેમણે બહાદરપુરા ગામના તમામ 3465  નાગરિકોને રૂ.1-1  લાખનું 'સામૂહિક અકસ્માત વીમા કવચ' (Group Accident Insurance Cover) ભેટમાં આપ્યું છે. આખા ગામના હિસાબે આ પોલિસીની કુલ કવરેજ રકમ રૂ. 33.6  કરોડ થાય છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ તમામ વીમા પોલિસીનું પ્રીમિયમ પેઠકર પરિવારે પોતે પોતાના ખિસ્સામાંથી ચૂકવ્યું છે, જેનો સીધો લાભ ગ્રામજનોને આખો વર્ષ મળતો રહેશે.આટલો મોટો નિર્ણય કેમ લેવાયો?વરરાજાના પરિવારના જણાવ્યા અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં ખેતીકામ દરમિયાન અકસ્માત થવા, સાપ કરડવા, ચોમાસામાં વીજળી પડવી કે મશીનરીથી ઈજા થવાનું જોખમ હંમેશા રહે છે. ઘણીવાર આવા અકસ્માતોને કારણે ગરીબ પરિવારો આર્થિક રીતે ભાંગી પડે છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગ્રામજનોને આર્થિક અને સામાજિક સુરક્ષા કવચ આપવાનું નક્કી કરાયું હતું.કોઈ ભેદભાવ વિના આખું ગામ સુરક્ષિતઆ અનોખા આયોજનને સફળ બનાવવા માટે પેઠકર પરિવારે ગ્રામ પંચાયતની મદદ લીધી હતી. ગામની સત્તાવાર મતદાર યાદી સીધી વીમા કંપનીને સોંપવામાં આવી હતી, જેથી કોઈ પણ પ્રકારની વહીવટી દોડધામ, કાગળિયા કે ભેદભાવ વિના ગામના દરેક પાત્ર નાગરિકને આ સુરક્ષા કવચનો સીધો લાભ મળી શકે. લગ્નમાં મળેલી આ ડિજિટલ અને સુરક્ષિત રિટર્ન ગિફ્ટની ચર્ચા અત્યારે આખા દેશમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.આ પણ વાંચો- Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?

Read Full Story arrow_forward