android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nitin Gadkariએ કહ્યું 'ઈથેનોલ અને પાણીથી ચાલશે સ્ટવ, LPGથી પણ સસ્તો પડશે'
calendar_today May 25, 2026

Nitin Gadkariએ કહ્યું 'ઈથેનોલ અને પાણીથી ચાલશે સ્ટવ, LPGથી પણ સસ્તો પડશે'

દેશના કેટલાક ભાગોમાં રાંધણ ગેસ (LPG)ની અછત અંગે ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસની કોઈ કમી નથી અને સ્થિતિ સામાન્ય છે. તેમ છતાં હોર્મુઝ માર્ગમાં અવરોધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડતા અસરના કારણે કેટલીક જગ્યાએ તાત્કાલિક મુશ્કેલીઓ જોવા મળી છે, કારણ કે ભારત મોટી માત્રામાં LPG આયાત કરે છે.ઈથેનોલ આધારિત નવી સ્ટોવ ટેકનોલોજી રજૂ કરી આ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઈથેનોલ આધારિત નવી સ્ટોવ ટેકનોલોજી રજૂ કરી છે. તેમણે દાવો કર્યો કે આ નવી ટેકનોલોજી પર આધારિત સ્ટોવ પરંપરાગત કમર્શિયલ LPG સિલિન્ડર કરતાં ઘણી સસ્તી અને વધુ પર્યાવરણમિત્ર છે. આ સ્વદેશી ટેકનોલોજીની ખાસ વાત એ છે કે તે સીધા ઈથેનોલ પર નહીં, પરંતુ ઈથેનોલ અને પાણીના મિશ્રણ પર કાર્ય કરે છે, જે સ્વચ્છ જ્યોત ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમથી ઘરગથ્થુ રસોઈ વધુ સુરક્ષિત, ઓછા ખર્ચાળ અને પ્રદૂષણ મુક્ત બની શકે છે. ભારતે બાયોફ્યુઅલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છેલ્લા દસ વર્ષમાં ભારતે બાયોફ્યુઅલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. 2014માં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ લગભગ 1.5 ટકા હતું, જે 2025 સુધીમાં વધીને લગભગ 20 ટકા સુધી પહોંચી ગયું છે. અત્યાર સુધી તેનો ઉપયોગ મુખ્યત્વે વાહનો માટે થતો હતો, પરંતુ હવે તેને રસોઈ ઇંધણ તરીકે પણ ઉપયોગમાં લેવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈથેનોલ સ્ટોવ પરંપરાગત ઈંધણની તુલનામાં સસ્તો અને સ્વચ્છ વિકલ્પ બની શકે છે. જોકે ઘરેલુ ઉપયોગ માટે તેને વ્યાપક રીતે અપનાવવા માટે સલામતી ધોરણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની મોટી પડકારો રહેશે. આ પણ વાંચો : Ebola સંક્રમણને લઈ DGCAએ ગાઈડલાઈન કરી જાહેર, આ દેશોના મુસાફરો પર રહેશે નજર

Read Full Story arrow_forward
Buland શહેરમાં ડબલ મર્ડરથી ખળભળાટ, સસરા-પુત્રવધૂના આડા સંબંધોનો આવ્યો કરૂણ અંત!
calendar_today May 26, 2026

Buland શહેરમાં ડબલ મર્ડરથી ખળભળાટ, સસરા-પુત્રવધૂના આડા સંબંધોનો આવ્યો કરૂણ અંત!

ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ખુર્જા જંકશન વિસ્તારમાં આવેલા કલંદરગઢી ગામમાં તાજેતરમાં બનેલી એક સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક જ ઘરમાં સસરા અને પુત્રવધૂની ગોળી મારીને હત્યા કરવાની બાબતમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે.સસરા અને પુત્રવધૂના આડા સંબંધોનો આવ્યો કરૂણ અંત ઉત્તર પ્રદેશના બુલંદશહેરના ખુર્જા જંકશન વિસ્તારમાં આવેલા કલંદરગઢી ગામમાં તાજેતરમાં બનેલી એક સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવી દીધો છે. એક જ ઘરમાં સસરા અને પુત્રવધૂની ગોળી મારીને હત્યા કરવાના આ મામલામાં પોલીસે જ્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી, ત્યારે કૌટુંબિક સંબંધો, ગેરકાયદેસર અફેર અને બદલાની એક ચોંકાવનારી વાર્તા સામે આવી છે. નશાનો વેપાર કરતા મુબીન નામના યુવકે રવિવારે પોતાના જ પિતા રિયાઝુદ્દીન (50 વર્ષ) અને પત્ની સના (21 વર્ષ) ની પિતાની જ લાઇસન્સવાળી પિસ્તોલથી ગોળી મારીને કરપીણ હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ મુબીને પોતે જ પોલીસને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી, જેના પગલે પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં આવી ચોંકાવનારી ઘટના પોલીસ અને પરિવારના સભ્યોની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, મુબીન અને સનાના લગ્ન 14 ફેબ્રુઆરી 2025 ના રોજ થયા હતા. સનાને મોંઘા કપડાં અને કિંમતી દાગીના પહેરવાનો ભારે શોખ હતો, જેનો મુબીન અવારનવાર વિરોધ કરતો હતો. આ જ વૈચારિક મતભેદોના કારણે લગ્નના થોડા જ મહિનાઓમાં બંને વચ્ચે અંતર વધી ગયું હતું. આ દરમિયાન, મુબીનના પ્રોપર્ટી ડીલર પિતા રિયાઝુદ્દીન અને પુત્રવધૂ સના વચ્ચે નિકટતા વધવા લાગી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો. સપ્ટેમ્બર ૨૦૨૫ માં જ્યારે મુબીનની માતા કિસ્વરને આ આડા સંબંધોની શંકા ગઈ, ત્યારે ઘરમાં ભયંકર ઝઘડા શરૂ થયા. ઓક્ટોબરમાં બંને આપત્તિજનક સ્થિતિમાં પકડાઈ જતાં મુબીને પત્નીને સાસરે મોકલી છૂટાછેડાની ધમકી આપી હતી, પરંતુ સાસરિયાંની માફી બાદ સના પાછી આવી હતી. જોકે, પાછા આવ્યા પછી પણ સસરા-પુત્રવધૂ વચ્ચેનો અફેર ચાલુ રહ્યો હતો. વોટ્સએપ ચેટ સામે આવતા ભાંડો ફૂટ્યો આ આખી ઘટનામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે મુબીને વોટ્સએપ વેબ (WhatsApp Web) દ્વારા પોતાના લેપટોપ પર પત્ની સનાના મોબાઈલનું વોટ્સએપ એક્સેસ કરી લીધું. તે છૂપી રીતે સના અને પોતાના પિતા રિયાઝુદ્દીન વચ્ચે થતી રોમેન્ટિક ચેટ્સ અને વોઇસ મેસેજ વાંચતો-સાંભળતો હતો. પિતા અને પત્નીનો આ વિશ્વાસઘાત તે સહન ન કરી શક્યો અને રવિવારે ગુસ્સામાં આવીને તેણે બંનેને મોતને ઘાટ ઉતારી દીધા. 14 દિવસના બાળકની માતા છીનવાઇ આ પારિવારિક વિવાદમાં મુબીનની માતા કિસ્વર લાચાર બનીને બધું સહન કરતી રહી, કારણ કે રિયાઝુદ્દીને આખું ઘર પોતાના નામે હોવાથી બધાને ઘરની બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી. આ ઘટનાની સૌથી મોટી કરુણતા એ છે કે, 10 મેના રોજ જ સનાએ એક માસૂમ બાળક 'અબ્બાસ' ને જન્મ આપ્યો હતો. માત્ર ૧૪ દિવસના આ માસૂમ બાળકની આંખો હજુ બરાબર ખુલી પણ નહોતી, ત્યાં કાનૂની અને સામાજિક ગુનાના કારણે તેની માતા આ દુનિયામાંથી ચાલી ગઈ અને પિતા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો. આ અંધાદૂંધ કાનૂની ગુનાએ આખા પરિવારને આર્થિક, સામાજિક અને માનસિક રીતે બરબાદ કરી મૂક્યો છે.આ પણ વાંચોઃ Quad: હિંદ પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વસનીય અને પારદર્શી.. ક્વાડ બેઠકમાં જયશંકરે કરી મહત્વની વાત

Read Full Story arrow_forward
West Bengal: TMCમાંથી નંદીગ્રામ બેઠક પર કોણ લડશે ચૂંટણી? મમતા બેનર્જી ઉમેદવારની શોધમાં
calendar_today May 26, 2026

West Bengal: TMCમાંથી નંદીગ્રામ બેઠક પર કોણ લડશે ચૂંટણી? મમતા બેનર્જી ઉમેદવારની શોધમાં

પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીની રાજકીય મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. હજુ તો નંદીગ્રામ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની સત્તાવાર જાહેરાત પણ નથી થઈ, ત્યાં પક્ષ માટે ઉમેદવાર શોધવાના ફાંફા પડી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજકીય વર્તુળોમાં જોરદાર ચર્ચા છે કે ટીએમસીના મોટા નેતાઓ આ બેઠક પરથી ચૂંટણી લડવા તૈયાર નથી. નંદીગ્રામ બેઠક પરથી કોણ લડશે ચૂંટણી ? ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ ભવાનીપુરની સાથે નંદીગ્રામ બેઠક પરથી પણ ચૂંટણી લડીને જીત મેળવી હતી, પરંતુ બાદમાં તેમણે નંદીગ્રામ બેઠક છોડવાનો નિર્ણય કર્યો હતો. મહત્વની વાત એ છે કે, શુભેન્દુ અધિકારીએ 2021ની ચૂંટણીમાં પણ તત્કાલીન સીએમ મમતા બેનર્જીને આ જ બેઠક પર હરાવ્યા હતા, અને 2026ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભવાનીપુર બેઠક પર મમતા બેનર્જી સામે વિજય મેળવ્યો છે.બે દિગ્ગજ નેતાઓએ ચૂંટણી લડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો પૂર્વ મિદનાપુર જિલ્લાની હાઈપ્રોફાઈલ નંદીગ્રામ બેઠક પર ગમે ત્યારે પેટાચૂંટણીની જાહેરાત થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટીએમસી આ બેઠક માટે મજબૂત ચહેરો શોધી રહી છે, પરંતુ પક્ષના બે મોટા નેતાઓએ ચૂંટણી લડવાની ચોખ્ખી ના પાડી દીધી છેપવિત્ર કર: એક સમયે શુભેન્દુ અધિકારીના નજીકના ગણાતા અને તાજેતરમાં જ ભાજપ છોડી ટીએમસીમાં જોડાયેલા પવિત્ર કર આ બેઠક પરથી ફરી લડવા તૈયાર નથી. શુભેન્દુએ તેમને જ આ બેઠક પર હરાવ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું કે કેટલાક લોકો મારી પાસે પ્રસ્તાવ લઈને આવ્યા હતા, પરંતુ હું ફરીથી નંદીગ્રામથી ચૂંટણી લડી શકું તેમ નથી. તેનો સવાલ જ ઊભો થતો નથી.શેખ સુફિયાન: 2021ની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પર મમતા બેનર્જીના ઈલેક્શન એજન્ટ રહેલા શેખ સુફિયાને પણ આ રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. તેમણે જણાવ્યું કે, "મેં 2006માં નંદીગ્રામથી ચૂંટણી લડી હતી. ત્યારબાદ પાર્ટીમાં કોઈએ મારો સંપર્ક કર્યો નથી. હવે મને ચૂંટણીમાં કોઈ રસ નથી અને હું પરિવારની સલાહથી રાજકારણમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું.TMCની આગામી રણનીતિ શું છે? આ તમામ અટકળો વચ્ચે તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું છે કે, ઉમેદવાર અંગેનો અંતિમ નિર્ણય માત્ર મમતા બેનર્જી જ લેશે. ચૂંટણીની સત્તાવાર જાહેરાત પહેલા આ વિષય પર વાત કરવી ઉતાવળ ગણાશે. શુભેન્દુ અધિકારીનો 'ફાલ્ટા' જેવો લક્ષ્યાંક મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત નંદીગ્રામની મુલાકાતે પહોંચેલા શુભેન્દુ અધિકારીએ પોતાના સમર્થકોને આશ્વસન આપ્યું કે, બેઠક છોડ્યા બાદ પણ આ વિસ્તાર સાથે તેમનો સંબંધ હંમેશા અકબંધ રહેશે. એક રેલીને સંબોધિત કરતા તેમણે સમર્થકોને આહવાન કર્યું કે, શું તેઓ નંદીગ્રામમાં પણ 'ફાલ્ટા' વિધાનસભા જેવો ઈતિહાસ દોહરાવી શકે છે? (જ્યાં ભાજપે 1 લાખથી વધુ મતોની પ્રચંડ બહુમતીથી જીત મેળવી હતી). આ પણ વાંચો- Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?

Read Full Story arrow_forward