Porbandar બંદરે ઈરાનથી 4000 મેટ્રિક ટન LPG ભરેલું જહાજ પહોંચ્યું, સપ્લાય લાઇન શરૂ
વૈશ્વિક પરિસ્થિતિઓ અને ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે દેશભરમાં સર્જાયેલી ઇંધણ તથા એલપીજી ની અછત વચ્ચે આખરે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતના પોરબંદર બંદર ખાતે ઈરાનથી વિપુલ પ્રમાણમાં રાંધણ ગેસનો જથ્થો લઈને એક વિશાળ માલવાહક જહાજ આવી પહોંચ્યું છે. આ સપ્લાય શરૂ થતાં જ આગામી દિવસોમાં ગેસની ખેંચતાણની સમસ્યા હળવી થવાની મોટી આશા જાગી છે. 4 હજાર મેટ્રિક ટન જથ્થો આવ્યો મળતી વિગતો અનુસાર, ઈરાનથી 4 હજાર મેટ્રિક ટન જેટલો માતબર એલપીજીનો જથ્થો ભરીને 'C-MD 23' નામનું આંતરરાષ્ટ્રીય જહાજ પોરબંદર જેટ્ટી પર આવી પહોંચ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ સર્જાતા સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ હતી, જેના લીધે સમગ્ર ભારતમાં ગેસની ભારે અછત વર્તાઈ રહી હતી. પરંતુ હવે ગુજરાતના બંદરો પર સીધી આયાત શરૂ થતાં વહીવટી તંત્ર અને આમ જનતાએ મોટો હાશકારો અનુભવ્યો છે. એલપીજીનો જથ્થો ખાલી કરવાની કામગીરી પોરબંદર જેટ્ટી ખાતે જહાજ લાંગરવાની સાથે જ બંદર અને ગેસ કંપનીના અધિકારીઓ દ્વારા એલપીજીનો જથ્થો ખાલી કરવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવી દેવામાં આવી છે. આ જહાજ પોરબંદરના બંદરે ગેસનો તમામ જથ્થો સુરક્ષિત રીતે ઉતાર્યા બાદ અહીંથી ઓમાન દેશ તરફ પરત ફરશે. ઇંધણનું સંકટ ટળશે ગુજરાતના દરિયાઈ માર્ગે ગેસની સપ્લાય પુનઃ શરૂ થવાથી સ્થાનિક બજાર અને ઉદ્યોગોમાં ઇંધણનું સંકટ ટળશે. આગામી દિવસોમાં રાજ્યના અન્ય બંદરો પર પણ આવા વધુ જહાજો આવે તેવી શક્યતા સેવાઈ રહી છે, જેથી ગેસ ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ ફરીથી પાટા પર આવી જશે.આ પણ વાંચો---- Mehsana: ‘હું કોંગ્રેસમાંથી આવ્યો એટલે 2 કરોડ આપ્યા, બાકી...’ વિજાપુરના MLA સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપથી ખળભળાટ
Read Full Story arrow_forward