android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar: ફ્રી વેબ સિરીઝ જોવાની ઘેલછામાં સસરા-જમાઈ કંગાળ, 1.22 લાખની ઓનલાઈન ઠગાઈ
calendar_today May 26, 2026

Bhavnagar: ફ્રી વેબ સિરીઝ જોવાની ઘેલછામાં સસરા-જમાઈ કંગાળ, 1.22 લાખની ઓનલાઈન ઠગાઈ

ભાવનગરમાં ફ્રી મૂવીઝ અને નવી વેબ સિરીઝ જોવાની લાલચે સસરા અને જમાઈને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. ઇન્સ્ટાગ્રામ સ્ક્રૉલ કરતી વખતે એક આકર્ષક જાહેરાત જોવી આ પરિવારને એટલી ભારે પડી કે માત્ર થોડી જ મિનિટોમાં બંનેના પરસેવાની કમાણીના રૂ. 1.22 લાખ ઓનલાઇન ગાયબ થઈ ગયા હતા.એપ ઇન્સ્ટોલ થતા જ એકાઉન્ટ હેક થયાપોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સસરા અને જમાઈએ ઇન્સ્ટાગ્રામ પર “ટ્યુબી ટીવી” નામની એક એપ્લિકેશનની એડ જોઈ હતી, જેમાં મફતમાં પ્રીમિયમ મૂવીઝ અને વેબ સિરીઝ જોવાની ઑફર આપવામાં આવી હતી. આ લાલચમાં આવીને બંનેએ પોતાના સ્માર્ટફોનમાં એ લિંક પરથી એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લીધી હતી. એપ ઇન્સ્ટોલ થતી વખતે મોબાઇલમાં કેટલીક પરમિશન (Permissions) માંગવામાં આવી હતી, જે યુઝર્સે અજાણતા એલો કરી દીધી હતી. આ પરમિશન મળતાની સાથે જ સાયબર માફિયાઓએ બંનેના મોબાઇલ ફોન સંપૂર્ણપણે હેક કરી લીધા હતા.સાયબર ક્રાઇમમાં અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલમોબાઇલ હેક થતાની સાથે જ બેંકમાંથી પૈસા ઉપડવાના મેસેજ આવવા લાગ્યા હતા. સાયબર ગઠિયાઓએ સસરાના બેંક ખાતામાંથી રૂ. ૫૨ હજાર અને જમાઈના ખાતામાંથી રૂ. 70 હજાર પળવારમાં ટ્રાન્સફર કરી લીધા હતા. પોતાની સાથે બહુ મોટી ઓનલાઇન છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં જ સસરા-જમાઈ ભાવનગર સાયબર ક્રાઇમ પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન આઈડીના આધારે અજાણ્યા ગુનેગારો સામે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Vadodara: ગોત્રીમાં બન્યું શહેરનું પ્રથમ અત્યાધુનિક યોગ સેન્ટર, પાલિકા બીજા 19 સેન્ટરો બનાવશે

Read Full Story arrow_forward
Gir Somnath: સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર કાર અને 2 ઓટોરિક્ષાનો અકસ્માત, 1 નું મોત, 11 ઘાયલ
calendar_today May 26, 2026

Gir Somnath: સુત્રાપાડા-કોડીનાર હાઈવે પર કાર અને 2 ઓટોરિક્ષાનો અકસ્માત, 1 નું મોત, 11 ઘાયલ

સુત્રાપાડાથી કોડીનાર તરફ જતા મુખ્ય હાઈવે પર આવેલા લોઢવા ગામ નજીક આજે એક કાળજું કંપાવી દેનારો ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી એક કાર અને મુસાફરો ભરીને જતી બે અલગ-અલગ ઓટોરિક્ષાઓ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ધડાકાનો અવાજ સાંભળીને આજુબાજુના ખેતરોમાંથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.લોઢવા ગામ નજીક ત્રિપલ અકસ્માતરિક્ષા અને કાર વચ્ચેની સીધી ટક્કરમાં રિક્ષાના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં રિક્ષામાં સવાર એક કમનસીબ મુસાફરને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ તડપી તડપીને કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બંને રિક્ષા અને કારમાં સવાર થઈને કુલ 11 જેટલા લોકોને નાની-મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે હાઈવે પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને ઘાયલોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.સ્થાનિકો અને પોલીસે શરૂ કરી બચાવ કામગીરીઅકસ્માતની જાણ થતાં જ લોઢવા ગામના ગ્રામજનોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરીને રિક્ષામાં ફસાયેલા ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તમામ 11 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં જ સુત્રાપાડા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતકના શવને પીએમ અર્થે ખસેડી, વાહનો બાજુ પર કરાવી હાઈવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Bhavnagar: ફ્રી વેબ સિરીઝ જોવાની ઘેલછામાં સસરા-જમાઈ કંગાળ, 1.22 લાખની ઓનલાઈન ઠગાઈ

Read Full Story arrow_forward
22K 24K Gold Price Today: 26મેએ ઘટ્યા સોના ચાંદીના ભાવ ? જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
calendar_today May 26, 2026

22K 24K Gold Price Today: 26મેએ ઘટ્યા સોના ચાંદીના ભાવ ? જાણી લો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

આજે, મંગળવારે, સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. આજે સવારે, MCX ગોલ્ડ ફ્યુચર્સ 0.24 ટકાના ઘટાડા પછી ₹158,699 પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેડ કરી રહ્યા હતા. દરમિયાન, MCX સિલ્વર રેટ 1.22 ટકાના ઘટાડા પછી ₹273,349 પ્રતિ કિલોગ્રામ પર છે. નોંધનીય છે કે, આંતરરાષ્ટ્રીય બજારોમાં, ચાંદી 1.8 ટકાના ઘટાડા સાથે $76.66 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી. તે જ સમયે, 0.7 ટકાના ઘટાડા પછી, હાજર સોનાનો ભાવ ઔંસ દીઠ $4,537.54 પર રહ્યો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો કેમ થયો? ગઈકાલે, સોમવારે, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. જોકે, આજે, અમેરિકાએ ઈરાન પર નવો હુમલો કર્યો. આ ઘટનાક્રમ બાદ, ભાવમાં વધારો નોંધવામાં આવ્યો; બ્રેન્ટ ક્રૂડ 1 ટકા વધીને $98 પ્રતિ બેરલના સ્તરે પહોંચ્યો. સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો મજબૂત થઈ રહેલા યુએસ ડોલર ઇન્ડેક્સ અને વધતા ફુગાવાને આભારી હોઈ શકે છે.દેશના મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ? (પ્રતિ 10 ગ્રામ) શહેર 24 કેરેટનો ભાવ 22 કેરેટનો ભાવ 1 કિલો ચાંદીનો ભાવદિલ્હી ₹15,9530 ₹1,46,250 2,85,000મુંબઇ ₹15,9530 ₹1,46,100 2,85,000કોલકાતા ₹15,9530 ₹1,46,100 2,85,000ચેન્નાઇ ₹161240 ₹1,47,800 2,85,000અમદાવાદ₹ 1,58,940 ₹1,45,700 2,85,000વધતા જતા ફુગાવાની અસરવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓને કારણે, વિશ્વભરમાં ફુગાવો વધી રહ્યો છે. ભારત પણ તેનાથી બાકાત રહ્યું નથી. સોનાને ઘણીવાર ફુગાવા સામે શ્રેષ્ઠ રોકાણ હેજ તરીકે જોવામાં આવે છે. જો કે, વધતા ફુગાવાથી સોનાના ભાવ પર પ્રતિકૂળ અસર થઈ શકે છે. ઈરાન-યુએસ કરાર પર ધ્યાન કેન્દ્રિત કરો હાલમાં, વિશ્વની નજર ઈરાન-યુએસ કરાર પર ટકેલી છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટે કહ્યું હતું કે આ પ્રક્રિયા ખૂબ સરળતાથી આગળ વધી રહી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુએસએ ઈરાન સામે નવી હડતાલ શરૂ કરી છે. પરિણામે, આ વાટાઘાટો પ્રક્રિયા પર હાનિકારક અસર કરી શકે છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય, તો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે. વધુમાં, જો ક્રૂડ ઓઇલના ભાવ ટૂંક સમયમાં સંઘર્ષ પહેલાના સ્તરે પાછા નહીં આવે, તો વિશ્વભરના દેશો ફુગાવાથી ગંભીર રીતે ઘેરાઈ શકે છે - એક એવી પરિસ્થિતિ જે સોના અને ચાંદીના બજારો માટે સારી નથી. નિષ્ણાતો શું કહી રહ્યા છે? માસ્ટર કેપિટલ સર્વિસીસના ચીફ રિસર્ચ ઓફિસર રવિ સિંહ જણાવે છે કે સોનાનો ભાવ હાલમાં ₹157,500 ની આસપાસ સપોર્ટ દર્શાવે છે, જ્યારે ₹160,000 ની આસપાસ પ્રતિકારનો સામનો કરી રહ્યો છે. જો તે વધુ વધે તો સોનાના ભાવ ₹163,000 ના સ્તરે પહોંચી શકે છે.

Read Full Story arrow_forward