android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Quad: હિંદ પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વસનીય અને પારદર્શી.. ક્વાડ બેઠકમાં જયશંકરે કરી મહત્વની વાત
calendar_today May 26, 2026

Quad: હિંદ પ્રશાંત ક્ષેત્રમાં વિશ્વસનીય અને પારદર્શી.. ક્વાડ બેઠકમાં જયશંકરે કરી મહત્વની વાત

વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને ચીનની સૈન્ય ગતિવિધિઓ વચ્ચે આજે મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં 'ક્વાડ' (Quad) દેશોના વિદેશ મંત્રીઓની એક અત્યંત મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે કરી હતી.ક્વાડ દેશોની બેઠકમાં શું બોલ્યા જયશંકર ? બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે, હિંદ-પ્રશાંત (Indo-Pacific) ક્ષેત્ર વૈશ્વિક વિકાસ અને સ્થિરતાનું મુખ્ય એન્જિન બનેલું રહેવું જોઈએ. આ માટે ક્વાડ સંગઠને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા અને આર્થિક વિકલ્પોને પ્રોત્સાહન આપવાની દિશામાં વધુ ગંભીરતાથી કામ કરવાની જરૂર છે. બીજી તરફ, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ સ્વીકાર્યું હતું કે, તાજેતરમાં વિશ્વભરમાં બનેલી ભૌગોલિક-રાજકીય ઘટનાઓને કારણે ક્વાડનું મહત્વ અને તેની પ્રાસંગિકતા પહેલા કરતા ઘણી વધી ગઈ છે.આંતરરાષ્ટ્રીય સ્તરના દિગ્ગજો રહ્યા હાજરદિલ્હીમાં આયોજિત આ ઉચ્ચ સ્તરીય બેઠકના ઉદ્ઘાટન સત્રમાં વિદેશ મંત્રી એસ. જયશંકર ઉપરાંત ક્વાડના સભ્ય દેશોના અગ્રણી નેતાઓએ ભાગ લીધો હતો, જેમાં:માર્કો રુબિયો – વિદેશ મંત્રી, અમેરિકાપેની વોંગ – વિદેશ મંત્રી, ઓસ્ટ્રેલિયાતોશિમિત્સુ મોતેગી – વિદેશ મંત્રી, જાપાનવિદેશ મંત્રી જયશંકરે પોતાના પ્રારંભિક સંબોધનમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે તમામ સભ્ય દેશો વચ્ચે "વિશ્વસનીય અને પારદર્શક" ભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂક્યો હતો.ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન દ્વારા સતત વધી રહેલા સૈન્ય પ્રદર્શન અને આક્રમક વલણને કારણે વૈશ્વિક સ્તરે ચિંતાઓ વધી રહી છે. તેવામાં આ બેઠક ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.મુખ્ય ધ્યાન ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર જ કેન્દ્રિત રહેશે- જયશંકરટીવી પર પ્રસારિત પોતાના સંબોધનમાં જયશંકરે જણાવ્યું કે, "અમારું મુખ્ય ધ્યાન ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર જ કેન્દ્રિત રહેશે, જે ક્વાડની ભૌગોલિક સીમા છે." તેમણે ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે હાલમાં સપ્લાય ચેઈનની મજબૂતાઈ, કનેક્ટિવિટીના અવરોધો (Choke Points), મેન્યુફેક્ચરિંગ તેમજ સંસાધનોનું અમુક જ જગ્યાએ કેન્દ્રીકરણ અને મહત્વના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રહેલી ખામીઓ જેવા મોટા પડકારો છે. આ તમામ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મજબૂત ભાગીદારી અનિવાર્ય છે. તેમણે ક્ષેત્રની ચોક્કસ ચિંતાઓનું નામ લીધા વિના કહ્યું કે આ માટે વ્યૂહાત્મક વિશ્વાસ વધારવા, મેરીટાઇમ સિક્યોરિટી સુનિશ્ચિત કરવા અને પરસ્પર સહયોગ ગાઢ બનાવવાની જરૂર છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્વાડના અધિકારીઓએ ક્રિટિકલ ટેક્નોલોજી, ઈકોનોમિક રેઝિલિયન્સ અને આપત્તિ વ્યવસ્થાપન (HADR) જેવા મોરચે ઘણી સારી પ્રગતિ કરી છે. લોકતાંત્રિક મૂલ્યો અને મુક્ત બજાર અર્થતંત્ર ધરાવતા દેશો તરીકે, આપણી જવાબદારી એક મુક્ત અને ખુલ્લા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રનું નિર્માણ કરવાની છે. હોર્મુઝ સંકટ અને નેવિગેશનની આઝાદી: ઓસ્ટ્રેલિયા અને અમેરિકાનું વલણઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે ક્વાડને વધુ અસરકારક બનાવવાની અપીલ કરી હતી. તેમણે ઈરાન વિવાદ અને હોર્મુઝ સંકટ (Hormuz Crisis) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, "હાલમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર જે અવરોધો આવી રહ્યા છે, તે જોતાં 'ફ્રીડમ ઓફ નેવિગેશન' (દરિયાઈ પરિવહનની સ્વતંત્રતા) અત્યંત મહત્વની બની ગઈ છે. અમે ઈન્ડો-પેસિફિકમાં સંયુક્ત મેરીટાઇમ સર્વેલન્સ (દરિયાઈ દેખરેખ) દ્વારા આ સ્વતંત્રતા જાળવી રાખવા કટિબદ્ધ છીએ. જ્યારે આપણે સાથે છીએ, ત્યારે વધુ મજબૂત છીએ." અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ પણ સુરક્ષાના આ મુદ્દાઓને સમર્થન આપતા જણાવ્યું કે, ક્વાડ સંગઠન હાલમાં વિશ્વ સામે રહેલા સૌથી જટિલ પડકારો જેવા કે એનર્જી સિક્યોરિટી (ઊર્જા સુરક્ષા), સમુદ્રી પરિવહનની આઝાદી અને મહત્વના ખનિજોના (Critical Minerals) પુરવઠા જેવી ગંભીર સમસ્યાઓનો સચોટ ઉકેલ લાવી શકે તેમ છે. આ પણ વાંચો- Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?

Read Full Story arrow_forward
Morbi: માળિયા હાઈવે પર 4 ના મોત નિપજાવનાર ઇકો કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ
calendar_today May 26, 2026

Morbi: માળિયા હાઈવે પર 4 ના મોત નિપજાવનાર ઇકો કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ

મોરબીના માળિયા હાઈવે પર ગત દિવસોમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 4 લોકોના કરુણ મોત મામલે માળિયા પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કારમાં સવાર અને અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયેલા મહિલા જાગૃતિબેન મનોજભાઈ કાપડિયાએ હોસ્પિટલના બિછાનેથી આ હૃદયદ્રાવક ઘટના અંગે ઇકો કારના ચાલક (જેનું પણ અકસ્માતમાં મોત થયું છે) સામે ફરિયાદ નોંધાવી છે.ભયાનક સ્પીડના કારણે કાર ડિવાઈડર કૂદી ગઈપોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર, આરોપી કાર ચાલક ભરતભાઈ વીરાભાઈ બામણીયા પોતાની ઇકો કાર લઈને હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન તેમની કારની ઝડપ એટલી વધારે હતી કે તેઓ સ્ટીયરીંગ પરથી પોતાનો કાબૂ ગુમાવી બેઠા હતા. સ્ટેરીંગ પરથી કંટ્રોલ છૂટતા જ બેકાબૂ બનેલી ઇકો કાર હાઈવેની વચ્ચે આવેલું પાકું ડિવાઈડર કૂદીને રોંગ સાઈડ એટલે કે સામેથી આવતા ટ્રેક પર ધસી ગઈ હતી અને સામેથી પૂરપાટ ઝડપે આવતી ટ્રક સાથે સીધી અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે ઇકો કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા.4 ના ઘટનાસ્થળે જ મોત, માળિયા પોલીસની તપાસ શરૂઆ ભયાનક અકસ્માતને પગલે હાઈવે પર કાન ફાડી નાખે તેવી મરણચીસો ગુંજી ઉઠી હતી. ઘટનામાં કાર ચાલક ભરતભાઈ બામણીયા, મનોજભાઈ કાપડિયા, કંચનબેન બામણીયા અને માસૂમ જ્યાંસુ નામના બાળકના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ જવાથી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે જાગૃતિબેન કાપડિયા અને તેમની નાની દીકરી વૈદશ્રીને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માળિયા પોલીસે જાગૃતિબેનની ફરિયાદના આધારે મૃતક કાર ચાલક ભરતભાઈ સામે આઈપીસી/બીએનએસ અને મોટર વ્હીકલ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને પંચનામું તેમજ આગળની કાનૂની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Vadodara: વાઘોડિયામાં સસ્તા અનાજની દુકાનમાં રેડ, સંચાલક દર્શન જયસ્વાલની અટકાયત

Read Full Story arrow_forward
Ahmedabad News : શહેરના નવા મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂક
calendar_today May 26, 2026

Ahmedabad News : શહેરના નવા મેયર તરીકે હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂક

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ પંચાયતો અને મનપામાં હોદ્દેદારોની નિમણૂંક માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટિંગમાં ચર્ચાઓ કરાઈ હતી. આ મીટિંગ બાદ જિલ્લા, તાલુકા અને નગર પાલિકાના પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતના હોદ્દાઓ પર નિમણૂક કરવામાં આવી હતી. હવે આજે અમદાવાદના નવા મેયર અને ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે હિતેષ બારોટ અને ડેપ્યુટી મેયર તરીકે અંજુ શાહની નિમણૂક કરવામાં આવી છે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની નિમણૂક અમદાવાદ શહેરના નવા મેયર તરીકે નિમાયેલા હિતેષ બારોટ અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ખૂબ જ નજીકના નેતા હોવાનું માનવામાં આવે છે. મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. અતુલ મિશ્રાની દંડક તરીકે જ્યારે જશુ ઠાકોરને પક્ષના નેતા તરીકે નિમવામાં આવ્યા છે.હિતેશ બારોટે પક્ષના નેતૃત્વનો આભાર માન્યોમેયર તરીકે નિમણૂક થયા બાદ હિતેષ બારોટે પક્ષના નેતૃત્વનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમદાવાદ શહેરને હવે સર્વ શ્રેષ્ઠ બનાવવા માટે પ્રયાસો કરવામાં આવશે. આજે મેયરની નિમણૂક પહેલા પક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નવા પદાધિકારીઓના નામની જાહેરાત કરાઈ હતી. હવે મનપાની સામાન્ય સભા મળશે.આ પણ વાંચોઃ Rajkot News : જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રની દાદાગીરી, પ્રતિસ્પર્ધીના ટેકેદારને ધમકી આપતી ઓડિયો ક્લીપ વાયરલ

Read Full Story arrow_forward