Ahmedabad: સંગઠનથી સત્તા સુધી જાણો કોણ છે, જેમને સોંપાઈ શહેરની કમાન
અમદાવાદ મહાનગરપાલિકામાં મેયર સહિતના પાંચ મુખ્ય હોદ્દેદારોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતાં આજે નવા નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ ભાજપના મોવડી મંડળ દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે મળેલી સામાન્ય સભામાં નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરાઈ હતી. અપેક્ષા મુજબ જ, થલતેજ વોર્ડના કોર્પોરેટર અને મનપાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટની અમદાવાદના નવા મેયર તરીકે વરણી કરવામાં આવી છે. હિતેશ બારોટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ખૂબ જ નજીકના અને રાજકીય રીતે સક્રિય નેતા માનવામાં આવે છે.બીજી ટર્મમાં સીધી મેયર પદની લોટરીનવા મેયર હિતેશ બારોટ થલતેજ વિસ્તારમાંથી સતત બીજી વખત કાઉન્સિલર તરીકે ચૂંટાયા છે. સામાન્ય બેઠક પરથી મનપાની ચૂંટણી લડનારા હિતેશ બારોટ તેમની પ્રથમ ટર્મમાં જ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા પાવરફુલ પદ પર રહી ચૂક્યા છે અને વહીવટી કામગીરીનો બહોળો અનુભવ ધરાવે છે. મેયર તરીકે નિયુક્ત થયા બાદ તેમણે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, "હું પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું. અમારી ટીમ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ અમદાવાદ શહેરને આંતરરાષ્ટ્રીય સ્તરે સર્વશ્રેષ્ઠ અને સુવિધાસભર મેટ્રો સિટી બનાવવા માટે દિવસ-રાત કામ કરશે."જ્ઞાતિગત સમીકરણો પર વિશેષ ભારઆ વખતના નવા માળખામાં ભાજપે પાટીદાર, ઓબીસી, જૈન અને હિન્દી ભાષી મતોને સાચવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ખોખરાથી બીજી વાર ચૂંટાયેલા અને કડવા પાટીદાર ચહેરો ધરાવતા કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન બનાવવામાં આવ્યા છે. અગાઉ સંગઠનમાં મહામંત્રી રહી ચૂકેલા કમલેશ પટેલને પહેલી ટર્મમાં માત્ર એસ્ટેટ કમિટીના સભ્યપદથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ આ વખતે તેમને મોટો પ્રમોશન મળ્યો છે. જ્યારે સાબરમતીના જૈન કાઉન્સિલર અંજુ શાહને ડેપ્યુટી મેયર અને હેલ્થ કમિટીના પૂર્વ ચેરમેન જશુ ઠાકોરને પક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. દંડક તરીકે અતુલ મિશ્રાની પસંદગી કરીને ઉત્તર ભારતીય મતોને પણ સાધવામાં આવ્યા છે.આ પણ વાંચો: Morbi: માળિયા હાઈવે પર 4 ના મોત નિપજાવનાર ઇકો કાર ચાલક સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ
Read Full Story arrow_forward