android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
UPમાં ધર્માતરણનો મોટો વિવાદ,બે સરકારી શિક્ષકો સામે નોધાઈ FIR
calendar_today May 26, 2026

UPમાં ધર્માતરણનો મોટો વિવાદ,બે સરકારી શિક્ષકો સામે નોધાઈ FIR

ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં એક સરકારી કોલેજમાં બે મહિલા શિક્ષિકાઓ પર દસમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીનીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી છે. વિદ્યાર્થીના પિતાએ પોલીસને જણાવ્યું કે તેમણે છેલ્લા કેટલાક મહિનાઓમાં તેમની પુત્રીના વર્તનમાં ફેરફાર જોયા છે.તેમણે કહ્યું કે તેમની પુત્રીએ દાવો કર્યો છે કે શાળાના શિક્ષકોએ તેણીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા કહ્યું હતું,ઇસ્લામ ધર્મ સ્વીકારવા અને ઇસ્લામિક પ્રાર્થનામાં ભાગ લેવા માટે દબાણ પણ કર્યું હતું. પોલીસે શું કાર્યવાહી કરી? આ કેસમાં પોલીસે બે શિક્ષકો અને કેટલાક અજાણ્યા વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 351 અને ઉત્તર પ્રદેશ ગેરકાયદેસર ધાર્મિક પરિવર્તન પ્રતિબંધ અધિનિયમ,2021 હેઠળ કેસ નોંધ્યો છે.સર્કલ ઓફિસર સત્યેન્દ્ર પ્રસાદ તિવારીએ જણાવ્યું હતું કે તપાસ ચાલુ છે અને કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદીએ પોતાને હિન્દુ કાર્યકર્તા તરીકે ઓળખાવી હતી. તેમણે કહ્યું કે તેમણે તેમની પુત્રીના વર્તનમાં કેટલાક ફેરફારો જોયા છે.ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમની પુત્રીને ઉર્દૂ પુસ્તકો વાંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. વધુમાં, કોલેજના કેટલાક શિક્ષકોએ હિન્દુ ધર્મને નકારાત્મક રીતે દર્શાવ્યો હતો. જાણો સમગ્ર મામલો પિતાના જણાવ્યા મુજબ તેમની પુત્રીએ એ પણ ખુલાસો કર્યો હતો કે શાળાના શિક્ષકો કેટલાક પુરુષોને કોલેજમાં આમંત્રણ આપતા હતા. આ પુરુષો કેમ્પસમાં ફરતા હતા અને વિદ્યાર્થીનીઓ પર નજર રાખતા હતા. એવો આરોપ છે કે વિદ્યાર્થીનીઓ વિશેની વ્યક્તિગત માહિતી, જેમ કે તેમના સરનામાં, મોબાઇલ નંબર અને ધર્મ, પણ એકત્રિત કરવામાં આવી રહી હતી.ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ  ફરિયાદીનો આરોપ છે કે એક મોટું જૂથ વિદ્યાર્થીઓનું મગજ ધોવાઈ રહ્યું હતું અને તેમને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરી રહ્યું હતું. પિતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમને હવે ધમકીઓ મળી રહી છે. છોકરીએ શાળાએ જવાનું બંધ કરી દીધું છે. ઉત્તર પ્રદેશમાં આ પહેલો કિસ્સો નથી જ્યાં બળજબરીથી ધર્મ પરિવર્તનના આરોપો નોંધાયા છે. ઘણા જિલ્લાઓમાં આવા જ કિસ્સાઓ નોંધાયા છે. ઘણા રાજ્યોમાં ધર્મ પરિવર્તન સામે કડક કાયદા પણ ઘડવામાં આવ્યા છે.આ પણ વાંચો - Cockroach Janata Party: X અકાઉન્ટ બ્લોકને લઇને HCના શરણે અભિજિત દિપકે, 27મેએ સુનાવણી

Read Full Story arrow_forward
ઓઇલ અને ગેસ પર મોંઘવારીનો અટેક! પેટ્રોલ ડીઝલ 7 જ્યારે CNG 6 રૂપિયા મોંઘુ
calendar_today May 26, 2026

ઓઇલ અને ગેસ પર મોંઘવારીનો અટેક! પેટ્રોલ ડીઝલ 7 જ્યારે CNG 6 રૂપિયા મોંઘુ

પેટ્રોલ-ડીઝલના આકરા ભાવ વધારા બાદ હવે CNG ગ્રાહકો પર પણ મોંઘવારીનો કોરડો વીંઝાયો છે. દિલ્હી-NCRમાં CNGની કિંમતોમાં પ્રતિ કિલો Rs. 2નો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે દિલ્હીમાં CNGની કિંમત Rs. 83.09 પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. છેલ્લા 12 દિવસમાં જ્યાં 4 વખત પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા છે, ત્યાં જ આ સમયગાળામાં ચોથી વખત CNGના ભાવમાં પણ ભડકો થયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી ન થવાના કારણે અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) બંધ થવાને લીધે ઊભું થયેલું સંકટ હવે સામાન્ય માણસના ખિસ્સા ખાલી કરી રહ્યું છે. 

Read Full Story arrow_forward
LPG નિયમોમાં મોટો ફેરફાર, હવે PNG કનેક્શન લીધા પછી પણ ગેસ સિલિન્ડર જમા કરાવવો નહીં પડે
calendar_today May 26, 2026

LPG નિયમોમાં મોટો ફેરફાર, હવે PNG કનેક્શન લીધા પછી પણ ગેસ સિલિન્ડર જમા કરાવવો નહીં પડે

કેન્દ્ર સરકારે દેશના કરોડો ઘરેલું રાંધણ ગેસ ગ્રાહકોને મોટી રાહત આપતા એલપીજી (LPG) સપ્લાય અને વિતરણના નિયમોમાં ઐતિહાસિક સુધારો કર્યો છે. 25 મે, 2026 ના રોજ સરકાર દ્વારા "લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (પુરવઠા અને વિતરણનું નિયમન) સુધારો આદેશ 2026 " સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવ્યો છે. આ નવા આદેશનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ગ્રાહકોને વધુ સુવિધા અને સુગમતા આપવાનો છે, જેઓ પોતાના ઘરોમાં એલપીજી સિલિન્ડર છોડીને પીએનજી (PNG - પાઇપ્ડ નેચરલ ગેસ) કનેક્શન પર સ્વિચ કરી રહ્યા છે અથવા કરી ચૂક્યા છે. જૂના નિયમો મુજબ PNG કનેક્શન લીધા પછી LPG કનેક્શન કાયમી ધોરણે સરેન્ડર (જમા) કરવું પડતું હતું, પરંતુ હવે તેની કોઈ જરૂર રહેશે નહીં. PNG કનેક્શનની અરજીઓ પર પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ વાસ્તવમાં, વૈશ્વિક સ્તરે ચાલી રહેલી મધ્ય પૂર્વ કટોકટી (Middle East Crisis) ના કારણે એલપીજી સિલિન્ડરના પુરવઠા પર અસર ન પડે અને ગ્રાહકોનો વેઇટિંગ પિરિયડ ઘટાડી શકાય, તે માટે સરકાર લોકોને પીએનજી કનેક્શન અપનાવવા સતત પ્રોત્સાહિત કરી રહી છે. તાજેતરમાં જ સરકારે ઓથોરિટીઝને માત્ર 7 દિવસની અંદર જ PNG કનેક્શનની અરજીઓ પર પ્રક્રિયા પૂર્ણ કરવાના આદેશ આપ્યા હતા. હવે ગ્રાહકો પાસે મુખ્યત્વે બે મહત્વપૂર્ણ વિકલ્પો રહેશે 1. કનેક્શન રદ કરવાનો વિકલ્પ: જો કોઈ ગ્રાહકે નવું PNG કનેક્શન લીધું હોય, તો તે આગામી 30 દિવસની અંદર પોતાની મરજીથી એલપીજી કનેક્શન રદ કરવા માટે અરજી કરી શકે છે. 2. ટ્રાન્સફર વાઉચર મેળવવાનો વિકલ્પ: ગ્રાહકો ઈચ્છે તો પોતાનું એલપીજી કનેક્શન કાયમી બંધ કરવાના બદલે ભવિષ્યમાં તેને ફરીથી સક્રિય કરવા માટે 'ટ્રાન્સફર વાઉચર' (Transfer Voucher) મેળવી શકે છે.સ્થળાંતર કરનાર લોકો માટે ફાયદોસરકારના જણાવ્યા અનુસાર, આ ટ્રાન્સફર વાઉચરની સુવિધા એવા લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે જેઓ નોકરી, ધંધા કે અભ્યાસ અર્થે વારંવાર એક શહેરમાંથી બીજા શહેરમાં સ્થળાંતર કરે છે. ખાસ કરીને બદલીપાત્ર (Transferable) નોકરી કરતા કર્મચારીઓ, ભાડૂઆતો અને વિદ્યાર્થીઓ જ્યારે ભવિષ્યમાં કોઈ એવા વિસ્તાર કે સોસાયટીમાં રહેવા જાય જ્યાં PNG પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ ન હોય, ત્યારે તેઓ આ વાઉચરનો ઉપયોગ કરીને કોઈપણ ઝંઝટ વગર ત્વરિત નવું LPG કનેક્શન પુનઃસ્થાપિત કરી શકશે. આ નવી વ્યવસ્થાથી ગ્રાહકોને વારંવાર નવા કનેક્શન મેળવવાની લાંબી કાનૂની અને સત્તાવાર પ્રક્રિયાઓમાંથી મુક્તિ મળશે. આ સુધારો ગ્રાહકોના સમય અને નાણાં બચાવવાની સાથે દેશમાં PNG અને LPG સેવાઓ વચ્ચે વધુ ઉત્કૃષ્ટ અને ડિજિટલ સંકલન સ્થાપિત કરવામાં મદદરૂપ સાબિત થશે. આ પણ વાંચોઃ લગ્નજીવનમાં હિંસા અને દહેજ મૃત્યુ સામે મહિલાઓની સુરક્ષાને લઇને શું કહે છે કાયદો? આ રહી કલમો...

Read Full Story arrow_forward