valsad: વાપીના કુંતા ગામેથી કરોડોનું MD ડ્રગ્સ ઝડપાયું, ATS એ બે આરોપીઓને દબોચ્યા
ગુજરાતનો દરિયા કિનારો અને ઔદ્યોગિક વિસ્તારો ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ ગુજરાત પોલીસ પણ સજાગતાથી તેમના તમામ મનસૂબા નિષ્ફળ બનાવી રહી છે. વલસાડ જિલ્લાના વાપી નજીક આવેલા કુંતા ગામમાં એક ગોડાઉનની અંદર મોટા પાયે નશીલા પદાર્થોનું નેટવર્ક ચાલતું હોવાની ચોક્કસ અને ગુપ્ત બાતમી ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને મળી હતી. જેને પગલે એટીએસની ઉચ્ચ ટીમ અને વલસાડ એસઓજીની ટીમે સંયુક્ત પ્લાનિંગ કરીને કુંતા ગામના શંકાસ્પદ ગોડાઉન પર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો.ગોડાઉન ખોલતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યાપોલીસ ટીમે જ્યારે ગોડાઉનની તલાશી લીધી ત્યારે ત્યાંથી શંકાસ્પદ કેમિકલ પાવડર અને પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ (MD) નો મોટો જથ્થો મળી આવ્યો હતો. એફએસએલ (FSL) ના અધિકારીઓને સાથે રાખીને કરવામાં આવેલા પ્રાથમિક પરીક્ષણમાં આ જથ્થો મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું કન્ફર્મ થયું હતું. પકડાયેલા ડ્રગ્સનું કુલ વજન આશરે દોઢ થી બે કિલો હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડો રૂપિયા આંકવામાં આવી રહી છે. ફેક્ટરી કે ગોડાઉનમાં કયા કેમિકલનો ઉપયોગ કરીને આ ડ્રગ્સ તૈયાર કરાતું હતું તે અંગે પણ તપાસ ચાલી રહી છે.સ્થાનિક સ્તરે સપ્લાય અને માસ્ટરમાઇન્ડની શોધખોળઆ કાળા કારોબાર સ્થળ પરથી પોલીસે નશાના નેટવર્ક સાથે સીધી રીતે જોડાયેલા બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, વાપી ઔદ્યોગિક નગરી હોવાથી અહીં કેમિકલ સહેલાઈથી મળી રહે છે, જેનો દુરુપયોગ કરીને આ નશાનું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો સુરત, મુંબઈ કે ગોવાના યુવાનો સુધી પહોંચાડવાનો હતો કે કેમ, તેમજ આ નેટવર્કનો અસલી માસ્ટરમાઇન્ડ કોણ છે, તે દિશામાં એટીએસ દ્વારા બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.આ પણ વાંચો: Delhi: CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2 નો વધારો, રાજધાનીમાં નવો ભાવ રૂ. 83.09 પર પહોંચ્યો
Read Full Story arrow_forward