Ahmedabad News : 1 જૂનથી મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ થશે, પાણી ભરાવા કે ઝાડ પડવાની ફરિયાદો પર ધ્યાન રખાશે
ગુજરાતમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી સમયમાં ચોમાસાની સિઝન ચાલુ થશે. જેને લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે અને કટોકટીની સ્થિતિને પહોંચી વળી શકાય તે માટે આગામી ૧ જૂનથી કોર્પોરેશનનો સ્પેશિયલ મોન્સૂન કંટ્રોલ રૂમ ધમધમતો થઈ જશે. કંટ્રોલ રૂમ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે AMC દ્વારા આ કંટ્રોલ રૂમના સફળ સંચાલન માટે મ્યુનિસિપલ કર્મચારીઓને અલગ-અલગ શિફ્ટમાં ડ્યુટી સોંપી દેવામાં આવી છે. ચોમાસા દરમિયાન શહેરમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, રસ્તાઓ પર ઝાડ પડી જવા કે ભયજનક મકાનો ધરાશાયી થવા જેવી સંભવિત આપત્તિઓ પર આ કંટ્રોલ રૂમ દ્વારા ખાસ નજર રાખવામાં આવશે. કોઈપણ સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાં ફરિયાદ આવતાં જ સંબંધિત વિભાગને તુરંત જાણ કરી નિકાલ કરવાની સૂચના અપાઈ છે. વાસણા બેરેજ સહિતની બાબતો પર સંકલન રખાશે આ ઉપરાંત, ભારે વરસાદની સ્થિતિમાં સાબરમતી નદીના જળસ્તરને નિયંત્રિત કરવા માટે વાસણા બેરેજ સહિતની કટોકટીની બાબતો પર સતત સંકલન (Coordination) રાખવામાં આવશે. વાસણા બેરેજના દરવાજા ખોલવા કે નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ કરવા માટે કંટ્રોલ રૂમ રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગ કરશે. AMCની આ આગોતરી તૈયારીઓનો મુખ્ય ઉદ્દેશ્ય ચોમાસામાં શહેરીજનોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને વહીવટી તંત્રને સતર્ક રાખવાનો છે. આ પણ વાંચોઃ Gujarat News: AI થકી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાનો નિર્ણય, ટેસ્ટ ડ્રાઈવ બાદ ઇન્સ્ટન્ટ પરિણામ મળશે
Read Full Story arrow_forward