android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Twisha Sharma Case: ટ્વિશા શર્મા સાથે કેવો હતો સંબંધ પતિ સમર્થ સિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા
calendar_today May 26, 2026

Twisha Sharma Case: ટ્વિશા શર્મા સાથે કેવો હતો સંબંધ પતિ સમર્થ સિંહે કર્યા ચોંકાવનારા ખુલાસા

ગઈકાલે સમર્થની લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેણે ટ્વિશા વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. સમર્થ સિંહે દાવો કર્યો કે ટ્વિશા સાથે તેની બોલાચાલી અને ઝઘડા થતા હતા, પરંતુ તેણે ક્યારેય ટ્વિશા પર હાથ ઉઠાવ્યો નહોતો. તે પિતા બનવા માગતો હતો, પરંતુ ડ્રગ્સ લેવાની આદતને કારણે ટ્વિશા બાળક ઈચ્છતી નહોતી. જેના કારણે તે તણાવમાં રહેતી હતી.ટ્વિશાએ પોતાની ઈચ્છાથી ગર્ભપાત કરાવ્યો સમર્થે દાવો કર્યો કે ટ્વિશાએ પોતાની મરજીથી ગર્ભપાત કરાવ્યો હતો. ટ્વિશાના વારંવાર કહેવા પર બંને ડૉક્ટર નિધિ નાગર પાસે ગયા હતા, જ્યાં દવા લઈને ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. પોલીસે ઈચ્છે તો મેડિકલ રેકોર્ડ અને દસ્તાવેજોની તપાસ કરી શકે છે, બધું સ્પષ્ટ થઈ જશે. બાઈપોલર ડિસઓર્ડરથી પીડિત હતી સમર્થે દાવો કર્યો છે કે ટ્વિશા બાઈપોલર ડિસઓર્ડરથી પીડિત હતી. તેથી તેના મૂડમાં વારંવાર ફેરફાર થતો હતો. તેનું વર્તન અચાનક બદલાઈ જતું હતું. તે ટ્વિશાનો મૂડ સુધારવા માટે તેને બહાર ફરવા લઈ જતો હતો. તેઓ ઘણીવાર ડિનર માટે પણ જતા હતા, પરંતુ ટ્વિશા ઘણીવાર આક્રમક બની જતી હતી. સીબીઆઈએ તપાસ શરૂ કરી, FIR નોંધાઈ ઉલ્લેખનીય છે કે ટ્વિશા શર્મા કેસની તપાસ સીબીઆઈએ શરૂ કરી દીધી છે અને સત્તાવાર રીતે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. નવી એફઆઈઆર ભોપાલના કટારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલી એફઆઈઆરને ફરીથી નોંધતા દાખલ કરવામાં આવી છે. સીબીઆઈએ ભોપાલ પોલીસ પાસેથી કેસ ફાઇલ પોતાના કબજામાં લઈ લીધો છે.

Read Full Story arrow_forward
Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?
calendar_today May 26, 2026

Petrol Diesel Price Today: પેટ્રોલ 115 તો ડીઝલ 104 રૂપિયે, જાણો આજે ભાવમાં શું છે ફેરફાર ?

મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે આજે રાહતના સમાચાર છે. ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ આજે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કર્યો નથી, જેને પગલે કિંમતો સ્થિર રહી છે. જોકે, આ પહેલા સોમવારે માત્ર 11 દિવસની અંદર ચોથી વખત ઈંધણના ભાવ ઝીંકાયા હતા. સોમવારે પેટ્રોલમાં પ્રતિ લીટર Rs. 2.61 અને ડીઝલમાં Rs. 2.71નો મોટો વધારો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા 11 દિવસમાં આ બીજી એવી ઘટના હતી જ્યારે કિંમતોમાં એકસાથે 2 રૂપિયાથી વધુનો ભડકો થયો હોય.આ શહેરોમાં ઈંધણ સૌથી મોંઘું: હૈદરાબાદ અને તિરુવનંતપુરમ ટોચ પરદેશમાં હાલમાં સૌથી મોંઘું પેટ્રોલ અને ડીઝલ હૈદરાબાદમાં મળી રહ્યું છે, જ્યાં પેટ્રોલનો ભાવ Rs. 115.73 અને ડીઝલ Rs. 103.82 પ્રતિ લીટર પર પહોંચી ગયો છે. આ યાદીમાં બીજા ક્રમે કેરળનું તિરુવનંતપુરમ છે, જ્યાં એક લીટર પેટ્રોલ માટે Rs. 115.49 અને ડીઝલ માટે Rs. 104.41 ચૂકવવા પડે છે.આ સિવાય બિહારની રાજધાની પટનામાં પણ પેટ્રોલ Rs. 110ને પાર થઈને Rs. 113.54 (ડીઝલ Rs. 99.54) પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે પશ્ચિમ બંગાળના કોલકાતામાં પેટ્રોલ Rs. 113.51 અને ડીઝલ Rs. 99.82 પ્રતિ લીટર પર સ્થિર છે.ક્યારે-ક્યારે વધ્યા ભાવ? 11 દિવસનું ગણિતઓઇલ કંપનીઓએ છેલ્લા 11 દિવસમાં કુલ 4 વખત ભાવ વધારીને સામાન્ય માણસના ખિસ્સા પર આશરે Rs. 7.50 સુધીનો બોજો નાખી દીધો છે:15 મે: સરકારી તેલ કંપનીઓએ પ્રથમ વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો Rs. 3નો વધારો કર્યો.19 મે: બીજી વખત કિંમતોમાં 90 પૈસાનો ઉમેરો કરવામાં આવ્યો.આ સિવાય સોમવાર સહિત અન્ય બે મળીને કુલ 4 વખતના વધારામાં કિંમતો 7.5 રૂપિયા સુધી વધી ગઈ છે.ભાવ વધારાનું મુખ્ય કારણ: ક્રૂડ ઓઈલની તેજી અને વૈશ્વિક તણાવઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (Crude Oil)ની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. જે ક્રૂડ ઓઈલ અગાઉ પ્રતિ બેરલ 70 ડોલરની આસપાસ હતું, તે હવે 100 ડોલરની સપાટી વટાવી ગયું છે. આ વધતી કિંમતોને કારણે સ્થાનિક ઓઈલ માર્કેટીંગ કંપનીઓને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું હતું, જેના કારણે કિંમતો વધારવી અનિવાર્ય બની ગઈ છે.દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ (26-05-26) શહેર પેટ્રોલનો ભાવ (પ્રતિ લીટર) ડીઝલનો ભાવ (પ્રતિ લીટર)દિલ્હી Rs. 102.12 Rs. 95.20મુંબઈ Rs. 111.21 Rs. 97.83કોલકાતા Rs. 113.51 Rs. 99.82ચેન્નઈ Rs. 107.77 Rs. 99.55બેંગલુરુ Rs. 110.93 Rs. 98.80સરકારે 76 દિવસ સુધી સોસ્યું નુકસાનયુદ્ધની શરૂઆત થયા બાદ પણ સામાન્ય ગ્રાહકોને બચાવવા માટે સરકારે સ્થાનિક સ્તરે સતત 76 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવા દીધા નહોતા. જોકે, વૈશ્વિક સ્થિતિ બેકાબૂ બનતા આખરે ભાવ વધારાનો નિર્ણય લેવો પડ્યો છે. અહેવાલો અનુસાર, આ ભાવ વધારા પહેલા તેલ કંપનીઓને દરરોજ આશરે Rs. 1000 કરોડથી વધુનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું.ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (26 મે, 2026)શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)અમદાવાદ ₹101.81 ₹97.92રાજકોટ ₹102.61 ₹97.74સુરત ₹102.00 ₹98.13વડોદરા ₹101.84 ₹97.95ગાંધીનગર ₹102.27 ₹98.39 આ પણ વાંચો- Gold Silver Price Today: ચાંદીમાં 4000થી વધુ વધ્યા, સોનામાં પણ તેજી, જાણો 25મેનો લેટેસ્ટ ભાવ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : 12 દિવસમાં ચોથી વાર વધ્યાં CNGનાં ભાવ, દિલ્હીમાં CNGનો નવો ભાવ 83.09 રુપિયા નોંધાયો
calendar_today May 26, 2026

Gujarat Latest News Live : 12 દિવસમાં ચોથી વાર વધ્યાં CNGનાં ભાવ, દિલ્હીમાં CNGનો નવો ભાવ 83.09 રુપિયા નોંધાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 26 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward