android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: ઉદયપુર બાંદ્રા ટ્રેનના AC કોચમાં વંદા અને ઉંદરોનો ત્રાસ, 3 વખત ચેઈન પુલિંગ
calendar_today May 26, 2026

Surat News: ઉદયપુર બાંદ્રા ટ્રેનના AC કોચમાં વંદા અને ઉંદરોનો ત્રાસ, 3 વખત ચેઈન પુલિંગ

ભારતીય રેલવેની પ્રીમિયમ ગણાતી એસી ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધાના દાવાઓ ફરી એકવાર પોકળ સાબિત થયા છે.ઉદયપુરથી મુંબઈ બાંદ્રા ટર્મિનસ જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન (22902)ના થર્ડ એસી ઇકોનોમી કોચમાં રવિવારે રાત્રે વંદા અને ઉંદરોના ભારે ઉપદ્રવને કારણે ભારે હોબાળો મચી ગયો હતો.ટ્રેનમાં આંટાફેરા મારતા ઉંદરો અને વંદાથી ત્રસ્ત થયેલા મુસાફરોએ આક્રોશ વ્યક્ત કરી અલગ-અલગ સ્ટેશનો પર ત્રણ વખત ચેઈન ખેંચી ટ્રેન થંભાવી દીધી હતી. મુસાફરોએ ચેઈન પુલિંગનો આશરો લીધો રેલવેની સફાઈ વ્યવસ્થાથી નારાજ મુસાફરોએ ભાડાના રિફંડની પણ ઉગ માંગ કરી હતી. આ ટ્રેન 24 મેના રોજ રાત્રે 08:50 વાગ્યે ઉદયપુરથી ઉપડી હતી.ટ્રેન શરૂ થયાના ગણતરીના સમયમાં જ થર્ડ એસી કોચની સીટ,કોચની દીવાલ અને ફ્લોર પર મોટા કદના વંદાઓ આતંક મચાવતા જોવા મળ્યાં હતાં.એટલું જ નહીં મુસાફરોના સામાનની આસપાસ અને સીટની નીચે ઉંદરો દોડાદોડ કરી રહ્યા હતા.સુરત આવી રહેલા ધ્રુવકુમાર નામના પેસેન્જરે જણાવ્યું કે, ઉદયપુરથી નીકળતાની સાથે જ મુસાફરોની ધીરજ ખૂટી ગઈ હતી. માવલી સ્ટેશન આવતા સુધીમાં ઓનલાઈન પોર્ટલ અને હેલ્પલાઈન પર અસંખ્ય ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે મુસાફરોએ ચેઈન પુલિંગનો આશરો લીધો હતો. આખા કોચને સેનિટાઈઝ કરવામાં આવ્યો મુસાફરોના આક્રોશ બાદ રેલવે સ્ટાફે પ્રાથમિક ધોરણે સ્પ્રે છાંટ્યો હતો,પરંતુ સ્થિતિ થાળે પડી ન હતી. પરિણામે ચિત્તોડગઢ સ્ટેશને ટ્રેન પહોંચતા જ મુસાફરોએ ફરી ચેઈન ખેંચીને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.મામલો બિચકતા રેલવેના ઉચ્ચ અધિકારીઓએ દરમિયાનગીરી કરવી પડી હતી. અધિકારીઓએ ખાતરી આપી હતી કે રતલામ સ્ટેશને સ્પેશિયલ ક્લિનિંગ કરાશે.ત્યારબાદ રતલામ ખાતે ટ્રેન પહોંચતા જ આખા કોચને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો અને મુસાફરોની દેખરેખ માટે બે સફાઈ કર્મચારીઓને ટ્રેનમાં જ તૈનાત કરવામાં આવ્યા હતા. મુસાફરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, કોચની આવી બદતર હાલતને કારણે અસંખ્ય પરિવારો આખી રાત ઊંઘી શક્યા ન હતા.આ પણ વાંચોઃ Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલ બન્યા 'કોમનમેન', પરિવાર સાથે બરફના ગોળાની માણી લિજ્જત

Read Full Story arrow_forward
Gujarat Weather : આજથી 3 દિવસ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં હીટવેવની ચેતવણી, રાજકોટમાં બપોરે જનજીવન પ્રભાવિત
calendar_today May 26, 2026

Gujarat Weather : આજથી 3 દિવસ સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં હીટવેવની ચેતવણી, રાજકોટમાં બપોરે જનજીવન પ્રભાવિત

સૌરાષ્ટ્ર અને કચ્છમાં અસહ્ય બફારા સાથે ઉકળાટ વચ્ચે હજુ લોકોને ગરમીમાંથી મુક્તિ મળવાના અણસાર નથી.આજથી ત્રણ દિવસ સુધી દ્વારકા, જામનગર, પોરબંદર, સોમનાથ, દીવ, અમરેલી અને ભાવનગરમાં ઉષ્ણલહેરની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે પણ સૌથી ગરમ શહેર રાજકોટ બન્યું છે.રાજકોટમાં 42.5 ડિગ્રી તાપમાન સાથે 18 કિલોમીટરની ઝડપે ગરમ પવન ફૂંકાયો હતો.સાંજે પણ ગરમાગરમ પવનના કારણે લોકો ઘરમાં પુરાયા હતા. રાજમાર્ગો અને બજાર સુમસાન બન્યા રાજકોટમાં બપોરના સમયે સુર્યનારાયણના કોપ સાથે બફારાથી લોકો પરસેવે રેબઝેબ બન્યા હતા અને રાજમાર્ગો અને બજાર સુમસાન બન્યા હતા. સવારે હવામાં 71 ટકા ભેજ સાથે 26.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે સુરેન્દ્રનગરમાં 42.3, ભાવનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.બાકીના તમામ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીની અંદર પહોંચી ગયો હતો.કંડલા એરપોર્ટમાં 39.7, જુનાગઢમાં 38.3, ભુજમાં 37.6, કેશોદમાં 37.3, પોરબંદરમાં 36.0, મહુવામાં 35.6, વેરાવળમાં 35.2, નલીયા અને ઓખામાં 35, દીવ 34.2 અને દ્વારકામાં 33.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીની સાથે ઉકળાટની પણ અસર વર્તાશે છેલ્લા 24 કલાક દરમિયાન તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઉતાર-ચડાવ જોવા મળ્યો હતો.તેમાં ભાવનગર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક-બે ડિગ્રી તાપમાન ઉંચકાયું હતું જ્યારે કચ્છમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો.ગુજરાતમાં ગરમી ત્રાહિમામ પોકારાવી રહી છે. રાજ્યમાં હજી પણ ગરમીથી લોકોને રાહત નહીં મળે. ગરમીની સાથે ઉકળાટની પણ અસર વર્તાશે.આ પણ વાંચોઃ Rajkot News: એરપોર્ટ પરથી ઉડાન ભરતી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ રદ

Read Full Story arrow_forward
Ahmedabad: કુખ્યાત ગેંગસ્ટર ધમા બારડ પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ, ઝપાઝપી બાદ પગમાં ગોળી વાગતા ઘાયલ
calendar_today May 26, 2026

Ahmedabad: કુખ્યાત ગેંગસ્ટર ધમા બારડ પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ, ઝપાઝપી બાદ પગમાં ગોળી વાગતા ઘાયલ

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ગુનેગારોમાં ખોફ અને જનતામાં સુરક્ષાનો અહેસાસ કરાવતી એક મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં હત્યા, લૂંટ અને ખંડણી જેવા 26 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધમા બારડને સોલા વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. જો કે, આ ઓપરેશન એટલું હિંસક હતું કે આરોપીએ કસ્ટડીમાંથી બચવા માટે પોલીસ ટીમ પર જીવલેણ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો, જેના જવાબમાં પોલીસે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.ચોક્કસ બાતમી અને ઓક્સિજન પાર્ક પાસે ટ્રેપક્રાઈમ બ્રાન્ચની ટીમને એક સચોટ ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ બાતમી મળી હતી કે, નરોડા વિસ્તારમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ (Attempt to Murder) ના કેસમાં લાંબા સમયથી નાસતો-ફરતો ધમા બારડ રાજસ્થાનથી અમદાવાદ તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સોલા ઓક્સિજન પાર્ક પાસે વોચ ગોઠવી દીધી હતી. જેવો આરોપી ત્યાં પહોંચ્યો કે પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધો હતો.ઝપાઝપી અને ફાયરિંગના દિલધડક દ્રશ્યોપોલીસને સામે જોઈને શરણે થવાને બદલે અસામાજિક તત્વ ધમા બારડે પોલીસ ટીમ સામે પ્રતિકાર કર્યો હતો અને ભાગવાના ઈરાદે હુમલો કરી દીધો હતો. આ ઉગ્ર ઝપાઝપી દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણને પણ ઈજાઓ પહોંચી હતી. મામલો વધુ બિચકતા અને આરોપી પોલીસના હથિયાર આંચકી ન લે તે માટે પીઆઈ ચૌહાણે પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું હતું. ગોળી સીધી ધમા બારડના પગમાં વાગતા તે જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્માર્ટ એક્શન લઈને તેને કાબૂમાં લીધો અને એમ્બ્યુલન્સ મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.આ પણ વાંચો: Surat News: ઉદયપુર બાંદ્રા ટ્રેનના AC કોચમાં વંદા અને ઉંદરોનો ત્રાસ, 3 વખત ચેઈન પુલિંગ

Read Full Story arrow_forward