Surat: કાપડના વેપારી સાથે 11.34 લાખની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલો ઠગ તેલંગાણાથી ઝડપાયો
સુરત શહેરને દેશનું સૌથી મોટું ટેક્સટાઈલ હબ માનવામાં આવે છે, પરંતુ અહીં અવારનવાર વેપારીઓ સાથે લાખો-કરોડો રૂપિયાની ચીટિંગના કિસ્સાઓ પણ સામે આવતા રહે છે. આવા જ એક કિસ્સામાં સારોલી પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી કરીને વર્ષ ૨૦૨૩થી કાપડના વેપારીના રૂ. ૧૧.૩૪ લાખ ઓળવી જઈને નાસતા ફરતા આરોપી અશોક બાસબને તેલંગાણાથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.સમયસર પેમેન્ટ ન આપી ફોન બંધ કરી દીધા હતાપોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વર્ષ ૨૦૨૩ માં આરોપી અશોક બાસબે સુરતના સારોલી વિસ્તારની માર્કેટના એક કાપડના વેપારી સાથે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યા બાદ તેણે અલગ-અલગ બિલથી આશરે રૂ. ૧૧.૩૪ લાખની કિંમતનો કાપડનો જથ્થો (કાપડના તાકા/સાડીઓ) ખરીદ્યો હતો. જો કે, માલની ડિલિવરી મળી ગયા બાદ જ્યારે વેપારીએ પેમેન્ટની ઉઘરાણી કરી, ત્યારે આરોપી વાયદાઓ કરવા લાગ્યો હતો. થોડા સમય પછી આરોપીએ પોતાના તમામ મોબાઈલ નંબરો બંધ કરી દીધા હતા અને પોતાની દુકાન સંકેલીને સુરતથી ભાગી ગયો હતો.ટેકનિકલ સર્વેલન્સના આધારે તેલંગાણાથી પકડાયોભોગ બનનાર વેપારીએ આ અંગે સારોલી પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ કરી રહેલી સારોલી પોલીસની ટીમે હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સ (મોબાઈલ લોકેશન) ના આધારે બાતમી મેળવી હતી કે આરોપી હાલ તેલંગાણામાં છુપાયેલો છે. સારોલી પોલીસની એક ખાસ ટીમ તાત્કાલિક તેલંગાણા રવાના થઈ હતી અને ત્યાં સ્થાનિક પોલીસની મદદથી આરોપી અશોક બાસબને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. હાલ પોલીસ આરોપીને ટ્રાન્સફર વોરંટથી સુરત લાવી છે અને આ ગુનામાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad: કુખ્યાત ગેંગસ્ટર ધમા બારડ પર ક્રાઈમ બ્રાન્ચનું ફાયરિંગ, ઝપાઝપી બાદ પગમાં ગોળી વાગતા ઘાયલ
Read Full Story arrow_forward