Delhi: CNGના ભાવમાં પ્રતિ કિલો રૂ. 2 નો વધારો, રાજધાનીમાં નવો ભાવ રૂ. 83.09 પર પહોંચ્યો
દિલ્હી-એનસીઆરમાં મુસાફરી કરતા કરોડો લોકો માટે સવાર-સવારમાં જ માઠા સમાચાર સામે આવ્યા છે. ગેસ વિતરણ કંપનીઓ દ્વારા સીએનજી (CNG) ના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૨ નો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આ નવા ભાવવધારા અમલમાં આવ્યા બાદ હવે દેશની રાજધાની દિલ્હીમાં CNG નો નવો ભાવ રૂ. 83.09 પ્રતિ કિલો થઈ ગયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) સહિતની કંપનીઓ દ્વારા ઇનપુટ કોસ્ટ વધવાનું કારણ આપીને આ કિંમતો વધારવામાં આવી છે.12 દિવસમાં ચોથી વાર ભાવ વધતા આક્રોશવાહનચાલકો માટે સૌથી વધુ ચિંતાની બાબત એ છે કે સીએનજીના ભાવમાં આ કોઈ પ્રથમ વધારો નથી. છેલ્લા માત્ર 12 દિવસની અંદર જ આ ચોથી વખત છે જ્યારે સીએનજી મોંઘો થયો છે. ટૂંકા ગાળામાં સતત થઈ રહેલા આ ભાવવધારાના કારણે પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓ જેવી કે ઓટો, સીએનજી બસો, અને પ્રાઈવેટ કેબ્સ (Ola-Uber) ના સંચાલન ખર્ચમાં મોટો ઉછાળો આવ્યો છે. પરિણામે, આગામી દિવસોમાં દિલ્હી-NCR માં લોકલ ટ્રાન્સપોર્ટના ભાડાં પણ વધે તેવી પૂરી આશંકા સેવાઈ રહી છે.શાકભાજી અને દૂધ જેવી આવશ્યક ચીજો મોંઘી થવાનો ભયઆર્થિક નિષ્ણાતોના મતે સીએનજીના ભાવ વધવાની સીધી અસર માત્ર સ્થાનિક વાહનચાલકો પર જ નથી પડતી, પરંતુ તેની સાંકળ માલસામાનના વહન (Logistics) સાથે પણ જોડાયેલી છે. દિલ્હીમાં આસપાસના રાજ્યોમાંથી શાકભાજી, ફળો અને દૂધ જેવી આવશ્યક ચીજવસ્તુઓ લાવતી નાની કોમર્શિયલ ગાડીઓ મોટાભાગે સીએનજી પર ચાલતી હોય છે. વારંવાર કિંમતો વધવાને કારણે ટ્રાન્સપોર્ટરો માલભાડું વધારશે, જે અંતે છૂટક બજારમાં મોંઘવારી વધારવાનું કામ કરશે. સામાન્ય પરિવારો જેઓ પેટ્રોલ-ડીઝલના મોંઘા ભાવથી બચવા માટે સીએનજી કાર તરફ વળ્યા હતા, તેઓ પણ હવે સરકારની આ નીતિઓથી પરેશાન જોવા મળી રહ્યા છે.આ પણ વાંચો: Surat: કાપડના વેપારી સાથે 11.34 લાખની છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલો ઠગ તેલંગાણાથી ઝડપાયો
Read Full Story arrow_forward