Rajkot News: એરપોર્ટ પરથી ઉડાન ભરતી દિલ્હી અને મુંબઈની ફ્લાઇટ રદ
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્યુઅલની અછતના કારણે એર ઇન્ડિયાએ દિલ્હી અને મુંબઈની બે ફ્લાઈટ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.1 જૂનથી 31 જુલાઈ સુધી સવારની દિલ્હી જતી અને સાંજની મુંબઈ જતી ફ્લાઈટ રદ રહેશે.જેના કારણે મુસાફરો, વેપારીઓ અને ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ છે. હાલ સમર શેડ્યૂલ મુજબ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 14 ફ્લાઈટ સંચાલિત થઈ રહી છે. કુલ ફ્લાઈટ સંખ્યા 14થી ઘટીને 12 થઈ જશે રાજકોટથી મુંબઈ માટે 5, નવી મુંબઈ માટે 2, દિલ્હી માટે 4 તેમજ હૈદરાબાદ અને બેંગ્લોર માટે 1 ફ્લાઈટનો સમાવેશ થાય છે.ઉપરાંત પુણે માટે અઠવાડિયામાં ચાર દિવસ ફ્લાઈટ સેવા ઉપલબ્ધ છે.જોકે એર ઈન્ડિયાની બે ફ્લાઈટ બંધ થતાં કુલ ફ્લાઈટ સંખ્યા 14થી ઘટીને 12 થઈ જશે.આ મુદ્દે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ તેમજ એર ઇન્ડિયા ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી. દિલ્હી અને મુંબઈ સાથેની હવાઈ કનેક્ટિવિટી જરૂરી તેમણે રજૂઆત કરતાં કહ્યું હતું કે, રાજકોટ-સૌરાષ્ટ્ર ઉદ્યોગ અને MSME ક્ષેત્રનું મહત્વનું કેન્દ્ર હોવાથી દિલ્હી અને મુંબઈ સાથેની હવાઈ કનેક્ટિવિટી અત્યંત જરૂરી છે. આ ફ્લાઈટોથી વેપારીઓ અને ઉદ્યોગકારો એક જ દિવસે પોતાની કામગીરી પૂર્ણ કરી પરત ફરી શકતા હતા.કેન્દ્ર સરકાર દ્વારા ATF ઉપર વેટમાં ઘટાડો કરાયા બાદ એરલાઈન્સને આર્થિક રાહત મળી હોવા છતાં ફ્લાઈટ બંધ કરવાનો નિર્ણય યોગ્ય નથી.તેથી બંને ફ્લાઈટ યથાવત રાખવા માંગ ઉઠાવવામાં આવી છે. આ પણ વાંચોઃ Gandhinagar News: CM ભૂપેન્દ્ર પટેલ બન્યા 'કોમનમેન', પરિવાર સાથે બરફના ગોળાની માણી લિજ્જત
Read Full Story arrow_forward