android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch: આમોદ તા. પં.ના પ્રમુખ પદે ભાજપના રાજદીપસિંહ દાયમા વિજેતા જાહેર
calendar_today May 26, 2026

Bharuch: આમોદ તા. પં.ના પ્રમુખ પદે ભાજપના રાજદીપસિંહ દાયમા વિજેતા જાહેર

આમોદ તાલુકા પંચાયત સભાખંડમાં આજ રોજ જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ચૂંટણી અધિકારી સચિન શાહના અધ્યક્ષ સ્થાને પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિજેતા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં આમોદ તાલુકા પંચાયતની 16 સીટના વિજેતા સભ્યો હાજર રહ્યા હતા.પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા દરમિયાન પ્રમુખ પદ માટે રાજદીપસિંહ દાયમાને કુલ 12 મત મળતા તેઓ આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા.જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના વિજયભાઈ ઠાકોરને પણ 12 મત મળતા તેઓને ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના બંને ઉમેદવારોને માત્ર ત્રણ-ત્રણ મત મળ્યા હતા.જ્યારે એક અપક્ષ સભ્ય ઇકબાલ પટેલ કોઈપણ પક્ષના ઉમેદવારને મતદાન ન કરી પોતાની તટસ્થ ભૂમિકા જાળવી રાખી હતી. પ્રમુખ તેમજ ઉપપ્રમુખની ચૂંટણી બાદ આમોદ તાલુકા પંચાયત પરિસરમાં ભાજપના કાર્યકરોએ ફ્ટાકડા ફેડી, એકબીજાને મીઠાઈ khવડાવી વિજયોત્સવ મનાવ્યો હતો.આ દરમિયાન સમગ્ર આમોદ તાલુકા પંચાયત પરિસર ભારત માતા કી જયના વિજયઘોષથી ગુંજી ઉઠયો હતો.તેમજ તાલુકા પંચાયત પરિસરમાં વિજેતા ઉમેદવારો તથા કાર્યકરોએ માથે કેસરિયા સાફ બાંધી ડી.જે.ના તાલ સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. આપ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામી, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ,મહામંત્રી મયૂરસિંહ રાજ, હિતેશ પટેલ સાથે ભાજપના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Bharuch: જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપાના કિરણબા યાદવ વિજેતા
calendar_today May 26, 2026

Bharuch: જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપાના કિરણબા યાદવ વિજેતા

જંબુસર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણી પ્રાન્ત અધિકારી તથા ચૂંટણી અધિકારી ડો. સુપ્રિયા ગાંગુલીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.તાલુકા પંચાયત સભાખંડ ખાતે યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયામાં તમામ ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં નિયમ મુજબ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.પ્રમુખ પદ માટે ભાજપ તરફ્થી સીગામ તાલુકા પંચાયત બેઠક પરથી ચૂંટાયેલા કિરણબા સંજયસિંહ યાદવ મેદાનમાં હતા. તેમણે કુલ 15 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાજપના ઉમેદવાર પ્રકાશભાઈ જસવંતસિંહ પઢીયારે પણ 15 મત મેળવી વિજય નોંધાવ્યો હતો. વિરોધ પક્ષ કોંગ્રેસ તરફ્થી પ્રમુખ પદ માટે ફ્જીલાબાનુ અને ઉપપ્રમુખ પદ માટે મુમતાઝ યુસુફ્ મેદાનમાં હતા. બંને કોંગ્રેસ ઉમેદવારોને 6-6 મત મળ્યા હતા. પરિણામે ભાજપના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદે વિજેતા જાહેર થયા હતા.આ ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે ઉબેર બેઠક પરથી ચૂંટાયેલા એચ. કે. પટેલને સોંપવામાં આવી છે. જ્યારે કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલને પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.તેમજ દંડક તરીકે મગણાદ બેઠકના પ્રદીપસિંહ લક્ષ્મણસિંહ પરમારને જવાબદારી સોંપવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન એક ખાસ ઉલ્લેખનીય બાબત એ રહી હતી કે આમ આદમી પાર્ટીના કાવી-2 બેઠક પરથી વિજેતા થયેલા ઉમેદવાર સોહીલભાઈ મલેક કોઈપણ પક્ષના ઉમેદવારને મતદાન ન કરી પોતાની તટસ્થ ભૂમિકા જાળવી રાખી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ankleshwar: અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ્ વરણી કરાઇ
calendar_today May 26, 2026

Ankleshwar: અંકલેશ્વર તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ્ વરણી કરાઇ

અંકલેશ્વર તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉ જાહેર કરાયેલા મેન્ડેટ અનુસાર પ્રમુખ પદ માટે વિવેક ભરડીવાલા તથા ઉપપ્રમુખ પદ માટે યોગીતા દેવધરાના નામ રજૂ કરવામાં આવ્યા હતા. સામે પક્ષે કોઈ ઉમેદવારી નોંધાઈ ન હોવાથી બન્ને હોદ્દેદારો બિનહરીફ્ વરાયા હોવાનુ જાહેર કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે કિરીટ માસ્ટર તથા દંડક તરીકે સેજલસિંહ વાંસિયાના નામની પણ વરણી કરવામાં આવી હતી.વરણી જાહેર થતા ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં આનંદનો માહોલ છવાઈગયો હતો. નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ તેમજ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તાલુકા પંચાયતની નવી ટીમ જાહેર થતા જિલ્લા રાજકારણમાં પણ ચહલપહલ જોવા મળી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward