android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal: હાલોલ તા.પં.ના નવા પદાધિકારીઓની વરણી
calendar_today May 26, 2026

Panchmahal: હાલોલ તા.પં.ના નવા પદાધિકારીઓની વરણી

હાલોલ : હાલોલ તાલુકા પંચાયતના નવા પદાધિકારીઓની સોમવારે વિધિવત વરણી કરાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે નીરૂબેન પ્રતાપભાઈ બારીયા તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવિણસિંહ ઉદેસિંહ પરમાર બિનહરીફ્ ચૂંટાયા છે. સાથે કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડકની નિમણૂક જિલ્લા ભાજપા સંગઠન દ્વારા કરાઈ હતી. આજે પ્રથમ સભામાં પ્રમુખ તરીકે નીરૂબેન પ્રતાપભાઈ બારીયા તેમજ ઉપપ્રમુખ તરીકે પ્રવિણસિંહ ઉદેસિંહ પરમારને બિનહરીફ્ વિજેતા જાહેર કરાયા હતા.જ્યારે કારોબારી ચેરમેન ગોપાલસિંહ બારીયા, શાસક પક્ષના નેતા તરીકે ચેતન સોલંકી, તેમજ અશોકભાઈ બારીયા દંડક તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે હવે પછીની સામાન્ય સભામાં અન્ય સમિતિઓની રચના કરાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: પ્રમુખ પદે વિક્રમસિંહ પગી, ઉપ પ્રમુખ પદે હાજાભાઈ ચારણની વરણી
calendar_today May 26, 2026

Panchmahal: પ્રમુખ પદે વિક્રમસિંહ પગી, ઉપ પ્રમુખ પદે હાજાભાઈ ચારણની વરણી

શહેરા તાલુકા પંચાયતની અઢી વર્ષની ટર્મ માટે શાસન ધુરા સંભાળવા માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચૂંટણી અધિકારી પાર્થ પટેલની અધ્યક્ષતામાં પ્રમુખ પદ માટે વિક્રમસિંહ અભેસિંહ પગી અને ઉપપ્રમુખ પદ માટે હાજાભાઈ નાનાભાઈ ચારણ બિનhરીફ્ વિજેતા જાહેર થયા હતાં.આ ઉપરાંત કારોબારી સમિતિના અધ્યક્ષ પદ માટે ગજેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ પગી, શાસક પક્ષના નેતા તરીકે અશ્વિનકુમાર નાનુંસિંહ પટેલ અને દંડક તરીકે શાંતાબેન રમેશભાઈ ખાંટની જાહેરાત કરાઈ હતી. પરિસરની બહાર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા સમર્થકોએ પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવી એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોએ આ નવી ટીમને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી.તાલુકા પંચાયત કચેરી ખાતે ઢોલના તાલે ઉજવણી કરાઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal: કાલોલ ખાતે પ્રાંત ઘોષ (બેન્ડ) વર્ગનો સમાપન સમારોહ યોજાયો
calendar_today May 26, 2026

Panchmahal: કાલોલ ખાતે પ્રાંત ઘોષ (બેન્ડ) વર્ગનો સમાપન સમારોહ યોજાયો

કાલોલ તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત દ્વારા આયોજિત ઘોષ (બેન્ડ) વર્ગનો જાહેર સમાપન કાર્યક્રમ સંપન્ન થયો હતો.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પ્રણાલી અનુસાર કાલોલ તાલુકાના આદિજાતિ આશ્રામ શાળા, અડાદરા મુકામે તા.8 મે થી તા.23 મે સુધીના વર્ગ શિબિરમાં ગુજરાતના 33 જિલ્લાના 15થી 65 વર્ષિય 80 સંઘ સેનાનીઓએ ભાગ લઈને તમામ આયુ જૂથના સ્વયંસેવકોએ ખભેખભા મિલાવીને ખૂબ જ કઠિન ગણાતું ઘોષ (બેન્ડ) પ્રશિક્ષણ મેળવ્યું હતું. વર્ગનો જાહેર સમાપન કાર્યક્રમ શનિવારે BAPS મંદિરના પરિસરમાં, શામળદેવી મુકામે યોજાયો હતો. આ ભવ્ય સમાપન સમારોહમાં સમાજના વિવિધ અગ્રણીઓ, વિવિધ સંગઠનોના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં માતાઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે મુખ્ય અતિથિ લોકગાયક બહાદુરભાઈ ગઢવીએ જનમેદનીને સંબોધિત કરી હતી. મુખ્ય વક્તા તરીકે પશ્ચિમ પ્રાંતના સહ બૌદ્ધિક પ્રમુખ રઘુભાઈએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારધારા, શિસ્ત, સંસ્કૃતિ અને કાર્યપદ્ધતિ પર પ્રકાશ પાડયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward