android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: દાહોદ ખાતે સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
calendar_today May 26, 2026

Dahod: દાહોદ ખાતે સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર યોજાઈ

સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફઉન્ડેશન દ્વારા સતગુરુ માતા સુદીક્ષા મહારાજ તથા રાજપિતાના દિવ્ય માર્ગદર્શન હેઠળ દાહોદમાં ભવ્યમહા રક્તદાન શિબિરમાં થેલેસેમિયા પીડિત બાળકો, સગર્ભા મહિલાઓ અને ગંભીર દર્દીઓ માટે રક્તની જરૂરિયાત પૂરી પાડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ સેવાયજ્ઞમાં દાહોદના જાગૃત નાગરિકો અને ભક્તોએ અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો હતો.માત્ર થોડા જ કલાકોમાં 300થી વધુ યુનિટ રક્તનું દાન કરી ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું હતું. જેનું ઉઘ્દાટન દાહોદ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભૂપેન્દ્રભાઈ ગડરિયાજીના કરકમલો દ્વારા કરાયું હતું. દાહોદ પાલિકાના પ્રમુખ મીનાક્ષીબેન નિનામા, ઉપપ્રમુખ જુગલબેન પંડયા અને વોર્ડ નં.2ના કાઉન્સિલર અંકિતાબેન ભાભોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. યુગદૃષ્ટા બાબા હરદેવ સિંહજી મહારાજ દ્વારા વર્ષ 1986માં શરૂ કરાયેલી આ પરોપકારની મુહિમ આજે વૈશ્વિક સ્તરે એક વિરાટ મહાઅભિયાન બની ચૂકી છે. જેના અંતર્ગત છેલ્લા અંદાજે 4 દાયકાના સમયગાળામાં દેશ-વિદેશમાં 9000થી વધુ રક્તદાન શિબિરો યોજીને 15 લાખથી વધુ યુનિટ રક્ત માનવ કલ્યાણ માટે અર્પણ કરાયું છે. નિરંકારી સતગુરુની પવિત્ર શિક્ષાઓને સાર્થક કરતું આ અભિયાન સમાજના દરેક નાગરિકને પરોપકારના પંથે ચાલવાની પ્રેરણા પૂરી પાડે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ઉતરાજથી દિવેર જવાના માર્ગે રાતે દીપડો દેખાયો
calendar_today May 26, 2026

Vadodara: ઉતરાજથી દિવેર જવાના માર્ગે રાતે દીપડો દેખાયો

શિનોર તાલુકાના ઉતરાજથી દિવેર જવાના રસ્તા ઉપર બિન્દાસ્ત રીતે દીપડો હરતો ફરતો જોવા મળ્યો હતો. જેને લઇને આ પંથકના ખેતમજૂરો અને ખેતરમાલિકોમાં ડર વ્યાપેલ છે.ગત રવિવારે મોડીરાત્રે અને મળસ્કે ઉતરાજથી દિવેર જઈ રહેલા કારચાલકે ખેતરમાં બિન્દાસ્ત હરી ફરી રહેલા દીપડાને જોતા ભયની લાગણી વ્યાપી હતી. પરંતુ બંધ કાચવાળી ગાડી હોવાને કારણે ગાડીની લાઈટના પ્રકાશમાં પોતાના મોબાઈલથી હિંમત કરીને ખુલ્લેઆમ ફરતા દીપડાની તસવીરો પાડી લીધી હતી. જેથી વહેલી સવારે ખેતરોમાં કામ અર્થે જતાં ખેડૂતો તથા ખેત મજૂરોને સાવચેત કરી શકે. વન વિભાગના આ પંથકના અધિકારી તથા કર્મચારી આ બાબતની સ્થળ તપાસ કરીને જરૂર પડે પીંજરું મુકવાની વ્યવસ્થા કરે, જેથી કોઈ પશુપાલકના પશુઓને દીપડાથી હાનિ ના પહોંચે અને ખેત મજૂરો તથા ખેડૂતોને પણ ભયના ઓથારમાંથી મુક્ત કરી શકાય. વનવિભાગનું તંત્ર જાગે છે કે કેમ? તે તો સમય બતાવશે. હાલમાં આ પંથકમાં ખેતી ધરાવતા લોકોમાં ભય વ્યાપેલ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: છોટાઉદેપુર સાંસદનો બંદૂક સાથેનો વીડિયો વાઇરલ
calendar_today May 26, 2026

Chhotaudepur: છોટાઉદેપુર સાંસદનો બંદૂક સાથેનો વીડિયો વાઇરલ

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે શનિવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે સત્તાનું સૂકાન સંભાળતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. જેમાં છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ બંદૂક દેખાડીને નાચગાન કર્યું હતું. જે ચર્ચાનો વિષય બન્યો હતો. હાથમાં બંદુક અને ખભે કારતૂસના પટ્ટો લટકાવેલો વાઇરલ વીડિયોએ વિરોધીઓને વાતો કરવાની તક આપી હતી. ઝૂકેગા નહીં સાલાની એક્શનમાં બંદૂક ઊંચી કરી જીતની ખુશી મનાવતા સાંસદે છોટાઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ ચૂંટાયા હોય જેની ખુશી મનાવતા રસ્તા ઉપર હાથમાં બંદૂક અને કારતૂસનો પટ્ટો લઈને જાહેર માર્ગ પર જોવા મળ્યા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward