Panchmahal: બોડેલીના વીજ કર્મીઓનો વડોદરા વડી કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવ
જાંબુઘોડા : સોમવારે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ હેઠળ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઇબી એન્જિનિયર્સ એસોસિએશન, બોડેલીના સંયુક્ત રીતે મધ્ય ગુજરાત વીજ કંપનીના મેનેજમેન્ટ સામે તા. 1-5-26ના રોજ પાઠવેલ આંદોલન નોટિસના સંદર્ભમાં અત્રે વડોદરા કોર્પોરેટ કચેરી ખાતે મેનેજમેન્ટ વિરુદ્ધ કાળીપટ્ટી પહેરી સૂત્રોચાર કર્યાં હતા.ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર્સ એસોસિએશન, બોડેલી દ્વારા MGVCLના મેનેજમેન્ટ વિરુદ્ધ આંદોલન શરૂ કરાયું છે. સંયુક્ત સમિતિએ 15 મે-26ના રોજ નોટિસ આપ્યા બાદ પણ પ્રશ્નો ન ઉકેલાતા, વડોદરા કોર્પોરેટ કચેરી તેમજ મધ્ય ગુજરાતના 7 જિલ્લાની કચેરીઓ પર કર્મચારીઓ કાળીપટ્ટી પહેરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓની મુખ્ય સમસ્યાઓ અને માગણીમાં MGVCLના કડક નિયમો (GSO 4) મુજબ પૂરતો સ્ટાફ્ નથી. જેના કારણે કર્મચારીઓ પર કામનું ભારે દબાણ છે.પ્રમોશન અને નવી ભરતી તાત્કાલિક કરવાની માગ છે. ટેકનિકલ સ્ટાફ્ અને બિલિંગ સ્ટાફ્ પાસે સ્માર્ટ મીટર બદલવાની khાનગી એજન્સીની કામગીરી દબાણપૂર્વક કરાવવામાં આવી રહી છે. ફ્લ્ડિમાં સ્ટાફ્ કે મટીરીયલ ન હોવા છતાં કામ પૂરું કરવા દબાણ કરાય છે. કામ ન થાય તો બદલી, કરિયર khરાબકરવાની કે નોકરીમાંથી કાઢી મૂકવાની માનસિક સતામણી અને ધમકીઓ આપવામાં આવે છે. સ્ટાફ્ અને સમયના અભાવે પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ સમયસર પૂરું થઈ શક્યું નથી, જેથી ચોમાસામાં વીજ પુરવઠો ખોરવાવાની અને અકસ્માતો થવાની ભીતિ છે. અસહ્ય ગરમીમાં ફ્લ્ડિ સ્ટાફ્ને બપોરના સમયે રાહત આપવાની રજૂઆતને મેનેજમેન્ટે નકારી દીધી છે. ઉપરાંત, જુનિયર આસિસ્ટન્ટ અને જુનિયર ઈજનેરની સેંકડો ખાલી જગ્યાઓ ભરાતી નથી. સમિતિએ જણાવ્યું છે કે, જો મેનેજમેન્ટ હકારાત્મક વલણથી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં લાવે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે હડતાલ પર જશે. ચોમાસા કે વાવાઝોડા દરમિયાન જાહેર જનતાને પડનારી તકલીફે માટે મેનેજમેન્ટ પોતે જવાબદાર રહેશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward