android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વેલદામાં રિક્ષા પાછળ બાંધેલું દોરડું તૂટી જતા પટકાયેલા ચાલકનું મોત
calendar_today May 26, 2026

વેલદામાં રિક્ષા પાછળ બાંધેલું દોરડું તૂટી જતા પટકાયેલા ચાલકનું મોત

નિઝરના વેલદા ટાંકી પાસે મોટરસાઈકલમાં પેટ્રોલ પૂરું થતા એક રિક્ષાની પાછળ મોટરસાઇકલ બાંધી ચાલક જઇ રહ્યો હતો, તે દરમિયાન દોરડું તૂટી જતા પટકાયેલ ચાલકને ગંભીર ઇજા થતા મોત તથા અન્ય એકને ગંભીર ઇજા થઇ હતી.નંદુરબારના અક્કલકુવાના રહીશ વસીમ શબ્બિર ઇબ્રાહીમ શેખ (ઉં.વ.42) તથા તાહીર અહેમદ મુસ્તાક અંસારી તા. 24ના રોજ તાહીરના મોબાઈલના ગ્લાસ નાખવા તથા સ્ક્રીનગાર્ડ તથા ગોરીલા ગ્લાસ મોબાઇલમાં નાખવા માટે નંદુરબાર મોટરસાઈકલ (નં.જીજે.16.સીઇ.2836) લઇને જઇ રહ્યા હતા, તે દરમિયાન મોટરસાઈકલમાં રસ્તા વચ્ચે પેટ્રોલ પૂરું થઇ જતા એક અજાણી રિક્ષા પીયાગો સાથે મોટરસાઈકલ બાંધી જઇ રહ્યા હતા. તે દરમિયાન વેલદા ટાંકીથી કુકરમુંડા તરફ જતા રોડ ઉપર અજાણ્યા રિક્ષાચાલકે પોતાની રિક્ષા પુરઝડપે હંકારતા રિક્ષા સાથે બાંધેલું દોરડું તૂટી જતા મોટરસાઈકલ ચાલક તાહીર અહેમદ અંસારી તથા વસીમ શબ્બિર શેખ રોડ ઉપર પટકાયા હતા. રોડ ઉપર પટકાયેલા બંને પૈકી તાહીરને ગંભીર ઇજાઓ થતા જેનું મોત થયું હતું, જ્યારે વસીમને સામાન્ય ઇજાઓ થઇ હતી. અજાણ્યો રિક્ષાચાલક ફરાર થઇ ગયો હતો, ઘટના અંગે ઇજાગ્રસ્તે નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ભણીયારા ખાતે સ્વામી ચેતનાનંદજીનો જન્મોત્સવ ઉજવાયો
calendar_today May 26, 2026

Vadodara: ભણીયારા ખાતે સ્વામી ચેતનાનંદજીનો જન્મોત્સવ ઉજવાયો

જરોદ : જરોદ વડોદરા ટોલ રોડની મધ્યમાં આવેલ ભણીયારા ગામમા શિવશક્તિધામ ખાતે સ્વામી ચેતનાનંદજી મહારાજના જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયુ હતું. આ પ્રસંગે ભક્તજનોએ ભજન અને ભોજનનો લાભ લીધો હતો. શિવશક્તિધામમા સંત સમાગમ, ગુરૂ વંદના સાથે લોક ડાયરો અને સાંસ્કૃતિક પ્રોગ્રામ સાંજે યોજાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Chhotaudepur: ક્વાંટની બે શાળામાં દાતાઓ દ્વારા 5 LED ટીવીની ભેટ
calendar_today May 26, 2026

Chhotaudepur: ક્વાંટની બે શાળામાં દાતાઓ દ્વારા 5 LED ટીવીની ભેટ

ક્વાંટ : કવાંટ નગર મધ્યે આવેલ શૈક્ષણિક સંસ્થાઓમાં બાળકો ડિજિટલ શિક્ષણ મેળવી શકે તે માટે ડૉ. અવિનાશ પંડયા તથા વોર્ડ નં. 11ના સભ્ય અભય પંડયા દ્વારા કુલ 5 નંગ અત્યાધુનિક LED ટીવી ભેટ સ્વરૂપે અપાયા છે. જે અંતર્ગત કવાંટની જાણીતી 'લિટલ ફ્લાવર સ્કૂલ' ખાતે સિનિયર કે.જી. અને જુનિયર કે.જી.ના ભૂલકા માટે 4 નંગ LED ટીવી અપાયાછે. ઉપરાંત, નગરની 'વિદ્યા વિનય પ્રાઇમરી સ્કૂલ'ના બાળકોના શૈક્ષણિક વિકાસ માટે પણ વધુ 1 નંગ LED ટીવી ભેટ સ્વરૂપે અર્પણ કરાયું છે. આ ડિજિટલ સ્ક્રીનની મદદથી શાળાના બાળકો ઓડિયો-વિઝયુઅલ પદ્ધતિ દ્વારા બાળગીતો, કક્કો, એનિમેટેડ વાર્તાઓ અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ ખૂબ જ સરળતાથી અને આનંદપૂર્વક શીખી શકશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward