android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
CTM ચાર રસ્તા પાસે વાહનોના બેફમ પાર્કિંગ : કાયમી ઉકેલ લાવવા લોકોનીમાંગ
calendar_today May 25, 2026

CTM ચાર રસ્તા પાસે વાહનોના બેફમ પાર્કિંગ : કાયમી ઉકેલ લાવવા લોકોનીમાંગ

અમદાવાદથી એક્સપ્રેસ-વે થઈને વડોદરા કે આણંદ તરફ્ નોકરી કે ધંધાર્થે રોજ અપ-ડાઉન કરતા હજારો નાગરિકો માટે CTM ચાર રસ્તા મુખ્ય હબ બની ગયું છે. પરંતુ હાલમાં આ વિસ્તાર એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યો છે.CTM ખાતે રોડની આસપાસ થતા વાહનોના બેફમ પાર્કિંગને કારણે ટ્રાફ્કિ વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેનાથી સ્થાનિકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. બીજી તરફ્, અપ-ડાઉન કરતા મુસાફ્રો પણ મજબૂરીમાં પોતાના વાહનો રોડ પર મૂકવા મજબૂર બન્યા છે.મહત્વનું છે કે રોજ સવારે સેંકડો નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ પોતાના ટુ-વ્હીલર કે ફેર-વ્હીલર લઈને CTM ચાર રસ્તા સુધી પહોંચે છે. ત્યાંથી તેઓ ખાનગીલક્ઝરી બસો,ST બસો કે ટેક્સી દ્વારા વડોદરા તરફ્ રવાના થાય છે.CTM ખાતે કોઈ સત્તાવાર કે વ્યવસ્થિત પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી, આ મુસાફ્રો પોતાના વાહનોને રોડની બંને બાજુએ, ફ્લાયઓવરની નીચે કે ફૂટપાથ પર ગમે તેમ પાર્ક કરી દે છે. સાંજે જ્યારે આ મુસાફ્રો પરત ફ્રે છે, ત્યાં સુધી આખો દિવસ આ વાહનો રસ્તા પર જ પડયા રહે છે, જેને કારણે પીક અવર્સમાં અહીં કિલોમીટરો લાંબો ટ્રાફ્કિજામ સર્જાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
CNCD વિભાગ ઘોર નિદ્રામાં : Ahmedabadમાં રસ્તે રખડતા ઢોરનું પ્રમાણ ફરી વધી રહ્યું છે
calendar_today May 25, 2026

CNCD વિભાગ ઘોર નિદ્રામાં : Ahmedabadમાં રસ્તે રખડતા ઢોરનું પ્રમાણ ફરી વધી રહ્યું છે

શહેરને સ્માર્ટ સિટી બનાવવાનો દાવો કરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રખડતા ઢોરની સમસ્યા ડામવામાં સદંતર નિષ્ફ્ળ સાબિત થઈ રહ્યું છે. પૂર્વ અમદાવાદના પોશ અને વ્યસ્ત ગણાતા નરોડા મેંગો સિનેમા રોડ પર જાહેર માર્ગો વચોવચ ગાયો અને ભેંસોના ઝુંડ અડિંગો જમાવીને બેઠા રહેતા હોવાના દ્વશ્યો સામાન્ય બન્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો દરરોજ જીવના જોખમે આ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.સ્થાનિકોનું કહેવું છે કે નિકોલથી નરોડા તરફ જઈએ ત્યાં મેંગો સિનેમા અને તેની આસપાસના કોમર્શિયલ કૉમ્પ્લેક્સની બહાર જ ઢોરો રખડતા મૂકી દેવામાં આવે છે. ઘણીવાર આ પશુઓ રોડની વચ્ચે દોડાદોડી કરતા હોવાથી ટ્રાફ્કિ જામની સાથે-સાથે ગંભીર અકસ્માતનો ભય સતત તોળાતો રહે છે. મોડી રાત્રે અંધારામાં આ પશુઓ રસ્તા પર બેઠા હોવાથી વાહનચાલકોને દેખાતા નથી, જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ખોખરાના મુખ્ય AMTS બસ સ્ટેન્ડની હાલત બિસ્માર
calendar_today May 25, 2026

ખોખરાના મુખ્ય AMTS બસ સ્ટેન્ડની હાલત બિસ્માર

અમદાવાદને સ્માર્ટ સિટી બનાવવાની મસમોટી વાતો વચ્ચે પૂર્વ વિસ્તારના પબ્લિક ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલ ખોલતો કિસ્સો સામે આવ્યો છે. ખોખરા ખાતે આવેલું AMTS બસ સ્ટેન્ડ હાલમાં તંત્રની ઘોર અક્ષમ્ય બેદરકારીનો જીવતો જાગતો નમૂનો બની ગયું છે. આ બસ સ્ટેન્ડ મુસાફ્રોની સુવિધા માટે નહીં, પરંતુ તેમની સુખાકારી માટે એક મોટો ખતરો સાબિત થઈ રહ્યું છે. વચ્છ ભારત મિશનના દાવાઓ વચ્ચે આ બસ સ્ટેન્ડની પાછળ અને આસપાસ પ્લાસ્ટિક અને એંઠવાડ સહિતના કચરાના ગંજ ખડકાયેલા છે. બસ સ્ટેન્ડની ફ્રસ પેવર બ્લોક પણ ઠેર-ઠેરથી તૂટી ગઈ છે, જેના કારણે સિનિયર સિટિઝનોને ચાલવામાં તકલીફ્ પડી રહી છે. બસ સ્ટેન્ડની છત પર લગાવેલા મોટા હોર્ડિંગ્સ અને પતરાં પણ તૂટેલી હાલતમાં લટકી રહ્યા છે, જે તેજ પવન ફૂંકાતા ગમે ત્યારે નીચે બેઠેલા મુસાફ્રો પર પડી શકે છે.મહત્વનું છે કે રોજ મુસાફ્રી કરતા સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તારમાં સતત અવરજવર રહે છે, પરંતુ બસ સ્ટેન્ડની આવી ભયજનક અને બદહાલ સ્થિતિ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથીગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward