android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
અનુપમ બ્રિજ પર બુલેટ ટ્રેનનો ગર્ડર લિન્ક તૈયાર
calendar_today May 25, 2026

અનુપમ બ્રિજ પર બુલેટ ટ્રેનનો ગર્ડર લિન્ક તૈયાર

દેશના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હવે અંતિમ ચરણ તરફ્ આગળ વધી રહી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારના મહત્વના કનેક્શન ગણાતા અનુપમ બ્રિજ પરથી પસાર થતો બુલેટ ટ્રેનનો સ્પેશિયલ સ્ટીલ ગર્ડર બ્રિજ હવે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે. હાલ આ બ્રિજને આખરી ઓપઆપવામાં આવી રહ્યો છે, જે અમદાવાદની સ્કાયલાઇનને એક નવો જ લુક આપી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભાઈપુરા-હાટકેશ્વરમાં રોજ હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વેડફાય છે- સ્થાનિકો
calendar_today May 25, 2026

ભાઈપુરા-હાટકેશ્વરમાં રોજ હજારો લીટર પીવાનું પાણી ગટરમાં વેડફાય છે- સ્થાનિકો

એક તરફ્ ઉનાળામાં શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણી માટે બૂમરાણ મચે છે, ત્યારે બીજી તરફ્ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને સ્થાનિકોની નિષ્કાળજીનો એક વરવો નમૂનો ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં સામે આવ્યો છે. અહીં આવેલા શ્મશાનગૃહના મુખ્ય ગેટની બિલકુલ સામે જ રવિદીપ એપાર્ટમેન્ટની પીવાના પાણીની ટાંકી દરરોજ ઓવરફ્લો થઈને હજારો લીટર કિંમતી પાણી ગટરમાં વહી રહ્યું છે, પરંતુ તંત્ર આ બાબતે તદ્દન નિષ્ક્રિય સાબિત થયું છે.આશ્ચર્યની વાત એ છે કે જ્યાં આ પાણી ભરાઈ રહ્યું છે તે જ દીવાલ પર AMC દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ અને પર્યાવરણ જાળવણીના મોટા-મોટા ચિત્રો દોરીને લોકોને જાગૃત કરવાના દાવા કરવામાં આવ્યા છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ચિત્રની બિલકુલ નીચે જ પીવાનું પાણી રસ્તા પર ભરાઈને ગંદકી ફેલાવી રહ્યું છે અને પ્લાસ્ટિકનો કચરો તેમાં તરી રહ્યો છે. આ ચિત્ર તંત્રના ખોટા દાવાઓની પોલ ખોલી રહ્યું છે. સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ સમગ્ર ઘટના જ્યાં રોજ બને છે, ત્યાંથી AMCની વોર્ડ ઓફ્સિ માત્ર 200 મીટરનાઅંતરે જ આવેલી છે. સ્થાનિક મ્યુનિસિપલ અધિકારીઓ અને એન્જિનિયરો રોજ આ રસ્તેથી પસાર થતા હોવા છતાં, તેમને આ ધોળા દિવસે થઈ રહેલો પાણીનો બગાડ કેમ દેખાતો તે પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા શિબિર યોજાઇ
calendar_today May 25, 2026

ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા શિબિર યોજાઇ

શિક્ષણનો વ્યાપ વધારવા, ગુણવત્તાસભર શિક્ષણનો વિકાસ કરવા અને સરકાર પ્રેરિત શૈક્ષણિક યોજનાઓમાં સહયોગી બનવાના હેતુથી કાર્યરત સંસ્થા ભારતીય સમુદાય શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકો માટે શિબિરનું આયોજન કરાયું.રખીયાલમાં છાસ વિતરણ કરવામાં આવીગરમીમાં ઠંડી છાશનું સુંદર વિતરણ રખિયાલ વિસ્તારના પ્રાચીન મેલડી માતા મંદિરે કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે ભક્તો અને રાહદારીઓને મોટી માત્રામાં ઠંડી છાશનું વિતરણ કરીને સેવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward