android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch : પીઝા કાફેના નામે 26.46 લાખનું કૌભાંડ, 60 આઉટલેટના સપના બતાવી રોકાણકારોને નવડાવ્યા
calendar_today May 25, 2026

Bharuch : પીઝા કાફેના નામે 26.46 લાખનું કૌભાંડ, 60 આઉટલેટના સપના બતાવી રોકાણકારોને નવડાવ્યા

રાજ્યભરમાં પીઝા, આલુ ટીક્કી અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ્સ ખોલવાની આકર્ષક લાલચ આપીને અંદાજે રૂપિયા 26.46 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ ફ્રેન્ચાઈઝી કૌભાંડમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની એક મોટી લોભામણી યોજના પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ રોકાણકારોને આકર્ષવા માટે દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની એક મોટી લોભામણી યોજના બતાવી હતી. આ સ્કીમમાં ફસાઈને અનેક લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, વાસ્તવમાં આ ઠગ દંપતીએ માત્ર 18 જેટલા આઉટલેટ્સ જ શરૂ કર્યા હતા, જ્યારે બાકીના 42 આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના બતાવીને રોકાણકારોને લાંબા સમય સુધી અંધારામાં રાખ્યા હતા. ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકો પણ ભોગ બન્યા આ કૌભાંડની સૌથી દુઃખદ કડી એ છે કે તેનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકો પણ બન્યા છે. સુરત, વડોદરા સહિતના શહેરોમાં આ કંપની માટે પીઝા અને ફાસ્ટફૂડ મટીરિયલ તૈયાર કરતી ૪૦ થી વધુ ગૃહિણીઓ અને પ૦ થી વધુ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હતા. વેતન ન મળવાના કારણે આ ગરીબ પરિવારો અત્યારે ગંભીર આર્થિક સંકટમાં મૂકાઈ ગયા છે. વૈભવી શેરે સહિત 2ની ધરપકડ રોકાણકારો અને ભોગ બનનારાઓની સત્તાવાર ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મુખ્ય મહિલા આરોપી વૈભવી શેરે અને તેના એક સાગરીતની અટકાયત કરી લીધી છે, જ્યારે તેનો મુખ્ય સૂત્રધાર પતિ સૌરભ શેરે હાલ ફરાર હોવાથી તેની સઘન શોધખોળ ચાલી રહી છે. પોલીસ હવે આ ટોળકીના તમામ બેંક ખાતાઓ, આર્થિક વ્યવહારો અને ફ્રેન્ચાઈઝી કરારોના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ પણ વાંચો-----     Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું

Read Full Story arrow_forward
Ahmedabad News: કુખ્યાત ધમા બારડ પર ફાયરિંગ, ઝપાઝપી બાદ પોલીસે મારી ગોળી
calendar_today May 25, 2026

Ahmedabad News: કુખ્યાત ધમા બારડ પર ફાયરિંગ, ઝપાઝપી બાદ પોલીસે મારી ગોળી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતા તત્વો સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. અમદાવાદમાં વધુ એક કુખ્યાત અને હિસ્ટ્રીશીટર આરોપીનું હાફ એન્કાઉન્ટર થતાં ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા નામચીન ગુનેગાર ધમા બારડને પકડવા ગયેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર તેણે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેના જવાબી પગલા રૂપે પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું.ભાગવા માટે પોલીસ ટીમ સાથે કરી ઝપાઝપીઘટનાની મળતી વિગતો અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુખ્યાત આરોપી ધમા બારડ ચોક્કસ લોકેશન પર હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ (PI) સહિતની ટીમ તેને દબોચી લેવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને જોઈને ધમા બારડે શરણાગતિ સ્વીકારવાને બદલે પોલીસના સકંજામાંથી આઝાદ થવા માટે હિંસક પ્રતિકાર કર્યો હતો. તેણે પોલીસ અધિકારીઓ સાથે ઉગ્ર ઝપાઝપી કરી હતી અને જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરીને ત્યાંથી નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો.સ્વબચાવમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ કર્યું ફાયરિંગઆરોપી પોલીસ પર હાવી થઈને ભાગવાની ફિરાકમાં હતો, ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને કાયદાનું ભાન કરાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વર કાઢી ત્વરિત ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક ગોળી કુખ્યાત ધમા બારડના પગના ભાગે વાગી હતી, જેના કારણે તે ત્યાં જ ઢળી પડ્યો હતો. પોલીસ ટીમે તાત્કાલિક ઘાયલ થયેલા ધમા બારડને લોહીલુહાણ હાલતમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર માટે શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. ભારે પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે તૈનાતએન્કાઉન્ટરની આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ધમા બારડ કયા-કયા ગુનામાં વોન્ટેડ હતો અને તેની સાથે અન્ય કોઈ સાગરીતો સામેલ છે કે કેમ, તે અંગે ક્રાઇમ બ્રાન્ચે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પીઆઈ દ્વારા કરાયેલા આ સિંગમ સ્ટાઈલ એન્કાઉન્ટરની ચર્ચા હાલ સમગ્ર રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.આ પણ વાંચો - AMCની બમ્પર ઓફર, મોલ, થિયેટર અને હોસ્પિટલો ફ્રી પાર્કિંગ આપશે તો પ્રોપર્ટી ટેક્સમાં મળશે મોટી માફી

Read Full Story arrow_forward
Gir Somnath News: સોશિયલ મીડિયા પર છરી સાથે ભય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર શખ્સને SOGએ દબોચ્યો
calendar_today May 25, 2026

Gir Somnath News: સોશિયલ મીડિયા પર છરી સાથે ભય ફેલાવતો વીડિયો વાયરલ કરનાર શખ્સને SOGએ દબોચ્યો

ગીર સોમનાથ જિલ્લામાંથી સોશિયલ મીડિયાના દુરુપયોગ અને કાયદો-વ્યવસ્થાને પડકારતા તત્વો સામે લાલ આંખ કરતી મોટી કાર્યવાહી સામે આવી છે. ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર હાથમાં ધારદાર છરી લહેરાવીને લોકોમાં ભય અને દહેશતનો માહોલ ઊભો કરતો વીડિયો વાયરલ કરનાર એક ઇસમને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર રોફ જમાવવા અને આતંક ફેલાવવાના ઈરાદે અપલોડ થયેલા આ વીડિયોને પગલે પોલીસ હરકતમાં આવી હતી.SOG ટીમે આરોપીને છરી સાથે દબોચ્યો વીડિયો વાયરલ થતાં જ ગીર સોમનાથ એસ.ઓ.જી.ની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સિસની મદદથી તપાસ હાથ ધરીને તાલાળા વિસ્તારમાંથી આ પરાક્રમ કરનાર આરોપીને આબાદ ઝડપી લીધો હતો. પોલીસે પકડાયેલા આરોપી પાસેથી વીડિયોમાં દેખાતી લાલ અને કાળા હાથાવાળી ધાતુની તીક્ષ્ણ છરી પણ ગુનાના પુરાવા તરીકે કબજે કરી લીધી છે. તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ આ મામલે પકડાયેલા શખ્સ વિરૂદ્ધ તાલાળા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટની કલમ 135 મુજબ હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ સત્તાવાર ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કરીને સમાજમાં અશાંતિ કે ડરનો માહોલ ઊભો કરનારા તત્વોને સહેજ પણ સાંખી લેવામાં નહીં આવે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward