android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana News: અમેરિકામાં મેઘના પટેલને અજાણ્યા શખ્સે ગોળી મારી, વધુ એક ગુજરાતીની હત્યાથી ચકચાર
calendar_today May 25, 2026

Mehsana News: અમેરિકામાં મેઘના પટેલને અજાણ્યા શખ્સે ગોળી મારી, વધુ એક ગુજરાતીની હત્યાથી ચકચાર

અમેરિકામાં વસતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પર જીવલેણ હુમલા અને લૂંટના ઈરાદે ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતી યુવતીની ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની દીકરી મેઘના પટેલની અમેરિકામાં અજાણ્યા શખ્સ દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવતા વતન જંત્રાલ સહિત સમગ્ર મહેસાણા જિલ્લામાં ભારે અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું છે.પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા મેઘના પટેલ ઘટનાની મળતી પ્રાથમિક વિગતો અનુસાર, મૂળ વિજાપુરના જંત્રાલ ગામના વતની મેઘના પટેલ છેલ્લા ઘણા સમયથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને ત્યાં સુખી જીવન વિતાવી રહ્યા હતા. જોકે, અમેરિકામાં વકરી રહેલી ગન વાયોલન્સ અને ગુનાખોરીનો ભોગ આ હસતો-રમતો ગુજરાતી પરિવાર બન્યો છે. કોઈ અજાણ્યા માથાભારે શખ્સે મેઘના પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, જેમાં ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ અથવા તો ટૂંકી સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. હત્યા પાછળ લૂંટનો ઈરાદો હોવાની આશંકા આ હુમલો કયા ચોક્કસ શહેરમાં અને કયા સંજોગોમાં થયો તેની સત્તાવાર વિગતો હજુ પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ કોઈ સ્ટોર અથવા રહેણાંક વિસ્તાર નજીક લૂંટના ઈરાદે કે અંદરોઅંદરની કોઈ તકરારમાં આ ફાયરિંગ કરાયું હોવાની આશંકા સેવાઈ રહી છે. અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલા આ હિચકારા હુમલાની જાણ અમેરિકન પોલીસને થતાં જ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને હત્યારાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતી ડાયસ્પોરા અને વતનમાં ઘેરા શોકની લાગણી અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા જ જંત્રાલ ગામે રહેતા તેમના સંબંધીઓ અને ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે. દીકરીના અકાળે અવસાનના પગલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના જુદા-જુદા રાજ્યોમાં વ્યવસાય અર્થે કે નોકરી અર્થે ગયેલા ગુજરાતી યુવાનો અને મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેને પગલે હવે અમેરિકામાં રહેતા ગુજરાતી સમુદાયમાં પોતાની સુરક્ષાને લઈને ગંભીર ચિંતાઓ અને ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Mehsana: ‘હું કોંગ્રેસમાંથી આવ્યો એટલે 2 કરોડ આપ્યા, બાકી...’ વિજાપુરના MLA સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપથી ખળભળાટ

Read Full Story arrow_forward
Ebola સંક્રમણને લઈ DGCAએ ગાઈડલાઈન કરી જાહેર, આ દેશોના મુસાફરો પર રહેશે નજર
calendar_today May 25, 2026

Ebola સંક્રમણને લઈ DGCAએ ગાઈડલાઈન કરી જાહેર, આ દેશોના મુસાફરો પર રહેશે નજર

કોંગો અને યુગાન્ડા ખાતે ફેલાયેલા ઈબોલા વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ નવી ગાઈડલાઈન હેઠળ શંકાસ્પદ મુસાફરો માટે વિમાનમાં અલગ બેઠક વ્યવસ્થા સહિત અનેક સાવચેતીના પગલાં ફરજિયાત બનાવવામાં આવ્યા છે.'હેલ્થ ડિક્લેરેશન ફોર્મ' ભરવું જરૂરી DGCA દ્વારા એરલાઈન્સ માટે કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરોની ફરજિયાત સ્ક્રીનિંગ કરવામાં આવશે અને મુસાફરી પહેલાં ‘હેલ્થ ડિક્લેરેશન ફોર્મ’ ભરવું જરૂરી રહેશે. જો ફ્લાઇટ દરમિયાન કોઈ મુસાફરમાં ઇબોલા જેવા લક્ષણો જોવા મળે તો ક્રૂ મેમ્બર્સે તેને અન્ય મુસાફરોમાંથી અલગ બેસાડીને આઈસોલેટ કરવો પડશે. APHOને જાણ કરવી ફરજિયાત રહેશે સાથે જ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા અથવા લક્ષણો ધરાવતા મુસાફરોને ઈમિગ્રેશન ક્લિયરન્સ પહેલાં એરપોર્ટ હેલ્થ ઓફિસર (APHO)ને જાણ કરવી ફરજિયાત રહેશે. મુસાફરી બાદ 21 દિવસની અંદર લક્ષણો દેખાય તો તાત્કાલિક સ્થાનિક આરોગ્ય અધિકારીઓનો સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. સરકાર ઈબોલા મામલે સંપૂર્ણ એલર્ટ પર કેન્દ્ર સરકાર પણ ઈબોલા મામલે સંપૂર્ણ એલર્ટ પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરીને તૈયારીઓની સમીક્ષા કરી હતી. ICMR અને NCDC જેવી એજન્સીઓને ટ્રેકિંગ, ટેસ્ટિંગ અને મોનિટરિંગ માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. સરકારે એરપોર્ટ, બંદરો અને આંતરરાષ્ટ્રીય સરહદો પર દેખરેખ વધુ કડક બનાવવા આદેશ આપ્યો છે. ખાસ કરીને ઈબોલા પ્રભાવિત દેશોમાંથી આવતા મુસાફરોની ચકાસણીમાં કોઈ બેદરકારી ન રાખવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને પણ સાવચેત રહેવા અને તાવ, ઉલ્ટી, નબળાઈ કે બ્લીડિંગ જેવા લક્ષણો દેખાય તો તરત તપાસ કરાવવાની સલાહ આપી છે. આ પણ વાંચો : Gulmarg Ropeway Rescue: 65 કેબલ કાર, 300 પ્રવાસી અને હવામાં અટવાયેલા શ્વાસ, જાણો ગુલમર્ગ અકસ્માતની કહાની

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :    અમદાવાદમાં વધુ એક કુખ્યાત આરોપીનું એન્કાઉન્ટર, ધમા બારડને વાગી ગોળી
calendar_today May 25, 2026

Gujarat Latest News Live : અમદાવાદમાં વધુ એક કુખ્યાત આરોપીનું એન્કાઉન્ટર, ધમા બારડને વાગી ગોળી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward