android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nitin Gadkariએ કહ્યું 'ઈથેનોલ અને પાણીથી ચાલશે સ્ટોવ, LPGથી પણ સસ્તો પડશે'
calendar_today May 25, 2026

Nitin Gadkariએ કહ્યું 'ઈથેનોલ અને પાણીથી ચાલશે સ્ટોવ, LPGથી પણ સસ્તો પડશે'

દેશના કેટલાક ભાગોમાં રાંધણ ગેસ (LPG)ની અછત અંગે ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ગેસની કોઈ કમી નથી અને સ્થિતિ સામાન્ય છે. તેમ છતાં હોર્મુઝ માર્ગમાં અવરોધ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડતા અસરના કારણે કેટલીક જગ્યાએ તાત્કાલિક મુશ્કેલીઓ જોવા મળી છે, કારણ કે ભારત મોટી માત્રામાં LPG આયાત કરે છે.ઈથેનોલ આધારિત નવી સ્ટોવ ટેકનોલોજી રજૂ કરી આ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન ઈથેનોલ આધારિત નવી સ્ટોવ ટેકનોલોજી રજૂ કરી છે. તેમણે દાવો કર્યો કે આ નવી ટેકનોલોજી પર આધારિત સ્ટોવ પરંપરાગત કમર્શિયલ LPG સિલિન્ડર કરતાં ઘણી સસ્તી અને વધુ પર્યાવરણમિત્ર છે. આ સ્વદેશી ટેકનોલોજીની ખાસ વાત એ છે કે તે સીધા ઈથેનોલ પર નહીં, પરંતુ ઈથેનોલ અને પાણીના મિશ્રણ પર કાર્ય કરે છે, જે સ્વચ્છ જ્યોત ઉત્પન્ન કરે છે. આ સિસ્ટમથી ઘરગથ્થુ રસોઈ વધુ સુરક્ષિત, ઓછા ખર્ચાળ અને પ્રદૂષણ મુક્ત બની શકે છે. ભારતે બાયોફ્યુઅલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છેલ્લા દસ વર્ષમાં ભારતે બાયોફ્યુઅલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. 2014માં પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ લગભગ 1.5 ટકા હતું, જે 2025 સુધીમાં વધીને લગભગ 20 ટકા સુધી પહોંચી ગયું છે. અત્યાર સુધી તેનો ઉપયોગ મુખ્યત્વે વાહનો માટે થતો હતો, પરંતુ હવે તેને રસોઈ ઇંધણ તરીકે પણ ઉપયોગમાં લેવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈથેનોલ સ્ટોવ પરંપરાગત ઈંધણની તુલનામાં સસ્તો અને સ્વચ્છ વિકલ્પ બની શકે છે. જોકે ઘરેલુ ઉપયોગ માટે તેને વ્યાપક રીતે અપનાવવા માટે સલામતી ધોરણો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની મોટી પડકારો રહેશે. આ પણ વાંચો : Ebola સંક્રમણને લઈ DGCAએ ગાઈડલાઈન કરી જાહેર, આ દેશોના મુસાફરો પર રહેશે નજર

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા
calendar_today May 25, 2026

Gujarat Latest News Live: અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારી હત્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Vadodara News: શિનોરના ભૂતનાથ મહાદેવ મંદિરમાં થઈ તોડફોડ, સ્થાનિકોમાં ભારે આક્રોશ
calendar_today May 25, 2026

Vadodara News: શિનોરના ભૂતનાથ મહાદેવ મંદિરમાં થઈ તોડફોડ, સ્થાનિકોમાં ભારે આક્રોશ

વડોદરા જિલ્લાના શિનોર તાલુકા મથકેથી ધાર્મિક લાગણી દુભાવતી અને કોમી સૌહાર્દ જોખમાવતી એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શિનોરના ટીમબા ફળિયા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર સમાન ભૂતનાથ મહાદેવ મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી છે. પવિત્ર નંદીજી અને કાચબાની પ્રતિમાને ખંડિત કરીને મંદિર પરિસરથી નીચે ફેંકી દેવામાં આવતા સમગ્ર પંથકના હિન્દુ સમાજમાં તીવ્ર રોષ ફાટી નીકળ્યો છે.રોષે ભરાયેલા લોકો પોલીસ સ્ટેશને ઉમટ્યા  રાત્રિના અંધકારનો લાભ લઈને અજ્ઞાત અસામાજિક તત્વોએ ભૂતનાથ મહાદેવ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતીક ગણાતી નંદીજીની મૂર્તિ અને કાચબાની પ્રતિમાને ભારે નુકસાન પહોંચાડી, તેમને ગર્ભગૃહ અને મંદિરની સપાટીથી નીચે ફેંકી દેવામાં આવી હતી. સવારે જ્યારે સ્થાનિક ભક્તો પૂજા-અર્ચના માટે મંદિરે પહોંચ્યા ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો અને સ્થાનિક રહીશો કડક કાર્યવાહીની માંગ સાથે શિનોર પોલીસ સ્ટેશને ઉમટી પડ્યા હતા. આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન આ સંવેદનશીલ ઘટનાને પગલે શિનોર પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. શિનોર નગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર તેમજ આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પોલીસને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. પોલીસે પવિત્ર સ્થાનોને નુકસાન પહોંચાડનારા તત્વો વિરુદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિસની મદદથી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward