android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News: માળિયાના હરિપર નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4ના મોત
calendar_today May 25, 2026

Morbi News: માળિયાના હરિપર નજીક ઇકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4ના મોત

મોરબી જિલ્લાના માળિયા વણઝારા હાઇવે પર હરિપર ગામ નજીક એક અત્યંત હૃદયસ્પર્શી અને ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહીં પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં ઇકો કારમાં સવાર દિવના એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કાળજું કંપાવનારા મોત નિપજ્યા છે. માતાના મઢથી દર્શન કરીને ખુશી-ખુશી પરત ફરી રહેલા પરિવારને કાળ આંબી જતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.દર્શન કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત મૂળ દિવનો આ પરિવાર કચ્છ ખાતે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢે મા આશાપુરાના દર્શન કરવા માટે ગયો હતો. દર્શન પૂરા કરીને તમામ સભ્યો ઇકો કારમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન માળિયાના હરિપર ગામ પાસેથી પસાર થતી વખતે કાળમુખા ટ્રક સાથે તેમની કારનો જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કુરચો બોલી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ ખસેડાયો આ ગોઝારી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ચારેય મૃતકોની ઓળખ થઈ ગઈ છે, જેમાં ભરત બામણિયા, જીવાંશું કાપડિયા, વિરસ્તી મનોજ કાપડિયા અને મનોજ કાપડિયાનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનીક લોકો અને હાઇવે પોલીસનો કાફલો તાત્કાલિક બચાવ કામગીરી માટે દોડી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માત અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot News: પોક્સો પીડિતાના કાકાની હત્યા કેસમાં આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર
calendar_today May 25, 2026

Rajkot News: પોક્સો પીડિતાના કાકાની હત્યા કેસમાં આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે પોક્સો (POCSO) કેસની પીડિતાના કાકાની નિર્મમ હત્યા કરવાના ચકચારી મામલે રાજકોટ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. પીડિત પરિવારના મોભી પર તીક્ષ્ણ હથિયારના 9 ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારનારા બંને મુખ્ય આરોપીઓ મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાના અદાલતે 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, 1 જૂન સુધી કસ્ટડી મળી રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા આ બંને આરોપીઓને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. ગુનાની ગંભીરતા અને કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે કોર્ટ પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આગામી 1 જૂન 2026 ના રોજ સાંજના 4:00 વાગ્યા સુધીના (એટલે કે 6 દિવસના) રિમાન્ડ મંજૂર કરીને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ કર્યો છે. સમગ્ર ઘટનાક્રમ અને પોલીસ એક્શન ઉલ્લેખનીય છે કે, ગત 20 મે 2026ના રોજ પડધરીના ખાખડાબેલા ગામે 43 વર્ષીય પીડિતાના કાકાની આ નરાધમોએ ઘાતકી હત્યા કરી નાખી હતી. અગાઉ નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસની અદાવત રાખીને આરોપીઓએ આ હીન કૃત્ય આચર્યું હતું. આ મામલામાં પોલીસની અક્ષમ્ય બેદરકારી પણ સામે આવી હતી, જેના પગલે રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે પડધરીના બે તત્કાલીન પીઆઈ (PI) સહિત 4 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. રિમાન્ડ દરમિયાન આ ગંભીર બાબતો પર થશે તપાસ રિમાન્ડનો ગાળો મંજૂર થતાં જ રાજકોટ ગ્રામ્ય પોલીસે આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી દીધી છે. પોલીસ કસ્ટડી દરમિયાન મુખ્યત્વે નીચે મુજબની બાબતો અંગે તપાસ હાથ ધરવામાં આવશે: હથિયાર રિકવરી: હત્યા માટે કયા ઘાતક હથિયારનો ઉપયોગ કરાયો હતો અને તે ક્યાં છુપાવવામાં આવ્યું છે તેની શોધખોળ થશે. મદદગારીની તપાસ: ફરાર હોવા દરમિયાન આ ગુનેગારોને આશ્રય આપવા કે આ કાવતરામાં અન્ય કોઈ સ્થાનિક શખ્સો સામેલ હતા કે કેમ, તેની કડીઓ મેળવાશે. ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન: આરોપીઓને ખાખડાબેલા ગામની સીમમાં ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ગુનાહિત ઘટનાનું પુનઃનિર્માણ કરવામાં આવશે. આરોપીઓ કાયદાના સકંજામાં આવતા હવે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માગ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે પ્રબળ બની છે. આ પણ વાંચો - Rajkot News: POCSO પીડિતાના કાકાની હત્યા કેસમાં 781 દિવસ ફરાર બે આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward
Marco Rubio Taj Mahal visit: અમેરિકી વિદેશ મંત્રીની તાજમહેલ સાથેની તસવીર પર ઈરાનનો કટાક્ષ, જાણો શુ કહ્યુ?
calendar_today May 25, 2026

Marco Rubio Taj Mahal visit: અમેરિકી વિદેશ મંત્રીની તાજમહેલ સાથેની તસવીર પર ઈરાનનો કટાક્ષ, જાણો શુ કહ્યુ?

તેહરાનએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાની સંસ્કૃતિની મજાક ઉડાવે છે પરંતુ તેમના સેક્રેટરી ઓફ સ્ટેટ સંસ્કૃતિની મુલાકાત લે છે. ઈરાને કહ્યું કે મુમતાઝ મહેલ ઈરાનનો હતો માર્કો રુબિયોના ફોટા પર કટાક્ષ કરતા ઈરાને કહ્યું કે મુમતાઝ મહેલ ઈરાનનો હતો. ઈરાની આર્કિટેક્ટ્સે તાજમહેલના નિર્માણમાં ફાળો આપ્યો હતો. જો રુબિયોને આ ખબર હોત, તો તેઓ કદાચ તાજમહેલની મુલાકાત ન લેત, કારણ કે યુએસ રાષ્ટ્રપતિ ઈરાનની સંસ્કૃતિનો નાશ કરવાની વાત કરે છે. હૈદરાબાદમાં ઇન્ડિયા સોશિયલ મીડિયા એકાઉન્ટે લખ્યું કે, જો રુબિયો ઇતિહાસ કે સ્થાપત્ય જાણતો હોત, તો તે અહીં ફોટો પડાવતો ન હોત. આ સ્મારક સમ્રાટની ઈરાની પત્ની પ્રત્યેના પ્રેમથી બનાવવામાં આવ્યું હતું અને ઈરાની સ્થપતિઓની પ્રતિભા દ્વારા ઘડાયું હતું. તાજમહેલ અને મુમતાઝ બેગમ કનેક્શન ભારતના આગ્રામાં સ્થિત તાજમહેલ, 1643 માં મુઘલ સમ્રાટ શાહજહાં દ્વારા તેમની પત્ની મુમતાઝ બેગમની યાદમાં બનાવવામાં આવેલ એક મકબરો છે. 1612 માં, મુમતાઝના લગ્ન પાંચમા મુઘલ સમ્રાટ શાહજહાં સાથે થયા હતા. મુમતાઝ બેગમનો પરિવાર પર્શિયામાં ઉદ્ભવ્યો હતો. તેમના પિતા, અબુ અલ-હસન અસફ ખાન, એક પર્શિયન ઉમરાવ હતા. શાહજહાંએ તેમની યાદમાં તાજમહેલ બનાવવાનું કામ સોંપ્યું હતું. મુમતાઝનું અવસાન 1931માં 38 વર્ષની ઉંમરે થયું હતું. તાજમહેલનું બાંધકામ 1928માં શરૂ થયું હતું. તે મૂળભૂત રીતે 1934માં પૂર્ણ થયું હતુ. માર્કો રુબિયો ભારતમાં કેમ આવ્યા ? યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો ચાર દિવસની મુલાકાતે ભારતમાં છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, રૂબિયો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધો સુધારવાના ઉદ્દેશ્ય સાથે નવી દિલ્હીમાં છે. અહીં, તેઓ ઊર્જા અને લશ્કરી વ્યૂહરચના પર ચર્ચા કરશે. રૂબિયો ક્વાડ મીટિંગમાં પણ ભાગ લેશે. રવિવારે, રૂબિયોએ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પત્રકારો સાથે વાત કરી, અનેક પ્રશ્નોના જવાબ આપ્યા. આ પણ વાંચોઃ 

Read Full Story arrow_forward