Surat News: સચીન પોલીસે 500ના દરની 322 નોટો સાથે 4 આરોપીઓની કરી ધરપકડ
સુરત શહેરમાંથી આર્થિક ગુનાખોરી અને નકલી ચલણી નોટોના નેટવર્કનો પર્દાફાશ કરતો કિસ્સો સામે આવ્યો છે. શહેરની સચીન પોલીસે બાતમી અને ફરિયાદના આધારે સપાટો બોલાવીને નકલી નોટો છાપવા અને બજારમાં ફરતી કરવાનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસે નકલી નોટોના કારોબાર સાથે સંકળાયેલા ચાર રીઢા આરોપીઓને દબોચી લીધા છે, જેને પગલે નકલી નોટો ઘુસાડતા અન્ય તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.આરોપીઓના ઘર અને ગોડાઉનમાંથી નકલી નોટો જપ્ત સચીન વિસ્તારમાં નકલી નોટો પધરાવીને છેતરપિંડીનો ભોગ બનેલા એક જાગૃત નાગરિકે આ મામલે પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. કડક પૂછપરછ અને દરોડા દરમિયાન આરોપીઓના ઘર તેમજ ગોડાઉનમાંથી 500 રૂપિયાના દરની કુલ 322 નકલી ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો, જેની કુલ કિંમત 1.61.000 રૂપિયા થાય છે. નોટો બનાવવાની પદ્ધતિ અને નેટવર્ક અંગે તપાસ તેજ સચીન પોલીસે નકલી નોટોનો આ જથ્થો જપ્ત કરીને ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની કાયદેસરની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસમાં આ નોટો હૂબહૂ અસલી દેખાય તે રીતે છાપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ નકલી નોટો કઈ ટેકનોલોજી કે મશીનરીની મદદથી બનાવવામાં આવતી હતી, અત્યાર સુધી બજારમાં કઈ કઈ જગ્યાએ વટાવવામાં આવી છે અને આ રેકેટના તાર અન્ય કયા શહેરો સાથે જોડાયેલા છે, તે તમામ દિશામાં પોલીસે રિમાન્ડ મેળવીને ઊંડી તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward