android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
NEET RE-Exam : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યોને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે આપ્યા નિર્દેશ
calendar_today May 25, 2026

NEET RE-Exam : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યોને લખ્યો પત્ર, વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુવિધા માટે આપ્યા નિર્દેશ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને દેશના તમામ મુખ્યમંત્રી, લેફ્ટનન્ટ ગવર્નર અને પ્રશાસકોને પત્ર લખીને 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET (UG) પુનઃ પરીક્ષા નિષ્પક્ષ, સરળ અને સફળ રીતે યોજાય તે માટે સહકાર આપવા અપીલ કરી છે. હાલ ચાલી રહેલી ભારે ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને ઉમેદવારોની સુવિધા અને સુરક્ષા માટે જરૂરી તમામ મૂળભૂત સુવિધાઓ પરીક્ષા કેન્દ્રો પર ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. પીવાનું પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરાવવી પત્રમાં ધર્મેન્દ્ર પ્રધાને લખ્યું છે કે હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર તેમજ પરીક્ષા યોજનારી તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને અન્ય સંસ્થાઓને યોગ્ય સૂચનાઓ આપવામાં આવે જેથી વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે. તેમણે જણાવ્યું કે પીવાનું સ્વચ્છ પાણી, યોગ્ય બેસવાની વ્યવસ્થા, કાર્યરત પંખા અને કુલર, સ્વચ્છ શૌચાલય, છાંયાવાળા વેઇટિંગ એરિયા, સતત વીજ પુરવઠો અને જરૂર પડે ત્યાં પોર્ટેબલ ટોયલેટ જેવી સુવિધાઓ ફરજિયાત ઉપલબ્ધ કરાવવી જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષા અને સુખાકારી સરકારની પ્રથમ પ્રાથમિકતા છે તે બાબત પર પણ તેમણે ભાર મૂક્યો છે. વિદ્યાર્થીઓને અવર-જવર માટે કોઈ તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવા અપીલ કેન્દ્રીય મંત્રીએ રાજ્ય સરકારોને પરીક્ષા દિવસે વિદ્યાર્થીઓ માટે આવન-જાવનની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પણ વિનંતી કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે તમામ રાજ્ય સરકારો NEET (UG) 2026ની પુનઃ પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજવામાં સંપૂર્ણ સહયોગ આપશે. આ પણ વાંચો : Marco Rubio Taj Mahal visit: અમેરિકી વિદેશ મંત્રીની તાજમહેલ સાથેની તસવીર પર ઈરાનનો કટાક્ષ, જાણો શુ કહ્યુ?

Read Full Story arrow_forward
Gulmarg : કેબલ કારમાં ફસાયેલા લોકોનું ભારતીય સેનાએ કર્યું દિલધડક રેસ્ક્યુ, જુઓ VIDEO
calendar_today May 25, 2026

Gulmarg : કેબલ કારમાં ફસાયેલા લોકોનું ભારતીય સેનાએ કર્યું દિલધડક રેસ્ક્યુ, જુઓ VIDEO

જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગ ગોન્ડોલામાં સોમવારે મોટી દુર્ઘટના ટળી ગઈ. ટેક્નિકલ ખામીના કારણે ગોન્ડોલા કેબલ કાર સેવા અચાનક બંધ થઈ જતા હજારો પર્યટકો હવામાં ફસાઈ ગયા હતા. માહિતી મુજબ અંદાજે 65 જેટલા કેબિન હવામાં અટકી ગયા હતા, જેમાં સવાર લોકો લાંબા સમય સુધી ફસાયેલા રહ્યા. આર્મીના જવાનો દોરડાના સહારે કેબિન સુધી પહોંચ્યા ઘટના બાદ તાત્કાલિક તંત્રએ જમ્મુ-કાશ્મીર પોલીસ, SDRF, NDRF અને ભારતીય સેનાએ મળીને વિશાળ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આર્મીના ટ્રેન્ડ જવાનો દોરડાના સહારે કેબિન સુધી પહોંચ્યા અને એક પછી એક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. અત્યાર સુધીમાં 80થી વધુ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. 29 કેબિનમાંથી 166 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું નૉર્થર્ન કમાન્ડ અનુસાર, ચિનાર કોર્પ્સ, ભારતીય સેના અને ગોન્ડોલા ઓપરેટર્સના સહયોગથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં 29 કેબિનમાંથી 166 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે બાકી લોકોને બહાર કાઢવાની કામગીરી સતત ચાલુ રહી હતી. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે તમામ એજન્સીઓ સાથે મળીને પર્યટકોની સુરક્ષિત નિકાસ સુનિશ્ચિત કરવામાં આવી છે અને લોકો અફવાઓથી દૂર રહે. હાલ ટેક્નિકલ ટીમો સિસ્ટમ ફરી શરૂ કરવા માટે કામ કરી રહી છે, જ્યારે ખામીના કારણોની તપાસ ચાલુ છે. આ પણ વાંચો : Gulmarg Cable Car Stuck: ટેકનિકલ ખામી સર્જાતા કેબલ કાર હવામાં ઠપ્પ, 300 પ્રવાસી ફસાયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  પ્રાંતિજ નગરપાલિકાનો એન્જિનિયર 45,000ની લાંચ લેતા ઝડપાયો
calendar_today May 25, 2026

Gujarat Latest News Live : પ્રાંતિજ નગરપાલિકાનો એન્જિનિયર 45,000ની લાંચ લેતા ઝડપાયો

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward