android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: ‘હું કોંગ્રેસમાંથી આવ્યો એટલે 2 કરોડ આપ્યા, બાકી...’ વિજાપુરના MLA સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપથી ખળભળાટ
calendar_today May 25, 2026

Mehsana: ‘હું કોંગ્રેસમાંથી આવ્યો એટલે 2 કરોડ આપ્યા, બાકી...’ વિજાપુરના MLA સી.જે.ચાવડાની કથિત ઓડિયો ક્લિપથી ખળભળાટ

ગુજરાતનું મહેસાણા રાજકારણનું પાવર સેન્ટર હોવાની સાથે-સાથે હવે નેતાઓના ઓડિયો ક્લિપ કાંડનું પણ મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે. મહેસાણા જિલ્લા ભાજપના નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે.ચાવડાની એક કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં રાજકીય ગલિયારાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ વાયરલ ક્લિપમાં ચૂંટણીમાં ટિકિટ અને પક્ષ પલટાના બદલામાં મળતા કરોડો રૂપિયાના ફંડિંગને લઈને અત્યંત સ્ફોટક વાતો સંભળાઈ રહી છે.મને બે કરોડ રૂપિયા આપ્યા હતા વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય સી.જે.ચાવડા એવું કહેતા સંભળાય છે કે, "હું જ્યારે વિધાનસભાની ચૂંટણી લડ્યો, ત્યારે કોંગ્રેસમાંથી (ભાજપમાં) આવ્યો હતો એના કારણે મને બે કરોડ રૂપિયા આપ્યા હતા. બાકી સામાન્ય રીતે પક્ષ પચાસ લાખ રૂપિયાથી ઉપર એક પૈસોય આપતો નથી."  ચૂંટણીના મેનેજમેન્ટ અંગે પણ ચોંકાવનારી ચર્ચા આ ઉપરાંત ક્લિપમાં સ્થાનિક સ્તરની ચૂંટણીના મેનેજમેન્ટ અંગે પણ ચોંકાવનારી ચર્ચા છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં સર્વે કરીને ઉમેદવારોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવાના છે, અને જે સાવ ગરીબ હોય તેને ચૂંટણી લડવા માટે પચાસ હજાર રૂપિયાની મદદ કરાય છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયની હોઈ શકે  અનુમાન મુજબ, આ ઓડિયો ક્લિપ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સમયની હોઈ શકે છે. આ ક્લિપ વાયરલ થતાં જ ભાજપની આંતરિક જૂથબંધી ફરી એકવાર ચર્ચે ચડી છે. જોકે, આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતા કે તેની પુષ્ટિ કોઈ સત્તાવાર સ્ત્રોત દ્વારા કરવામાં આવી નથી, પરંતુ મહેસાણા ભાજપના નેતાઓની ઉપરાઉપરી વાયરલ થતી ક્લિપોએ હાઈકમાન્ડની ચિંતા ચોક્કસ વધારી દીધી છે.આ પણ વાંચો----      Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું

Read Full Story arrow_forward
Sabarkantha News: પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડા લાંચ લેતા ઝડપાયો
calendar_today May 25, 2026

Sabarkantha News: પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડા લાંચ લેતા ઝડપાયો

સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) સતત સપાટો બોલાવી રહી છે. સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ નગરપાલિકામાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ ઈજનેર (એન્જિનિયર) લાંચના કેસમાં આબાદ ઝડપાઈ જતાં સમગ્ર પંથકના સરકારી બાબુઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. વોટર એટીએમ મશીનના ટેન્ડરનું બાકી બિલ મંજૂર કરવાના અવેજ પેટે રૂ. 45,000ની લાંચ લેતા ઈજનેરને એસીબીની ટીમે રંગેહાથ દબોચી લીધો છે.વોટર ATM મશીનના બિલ ક્લિયર કરવા માગી હતી લાંચ ઘટનાની મળતી વિગતો અનુસાર, ફરિયાદી કોન્ટ્રાક્ટરે પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં વોટર એટીએમ (Water ATM) મશીનો લગાવવાનું ટેન્ડર રાખ્યું હતું. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના બાકી નીકળતા બિલની રકમ પાસ કરવા માટે ફરિયાદીએ પાલિકા કચેરીના ધક્કા ખાવા પડતા હતા. પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડાએ આ બિલ મંજૂર કરી આપવાના બદલામાં રૂ. 45,000ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે તાત્કાલિક એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ગાંધીનગર બોલાવી લાંચ લેવી ભારે પડી શાતિર ઈજનેર રાજદીપસિંહ ચાવડા પોતે નગરપાલિકા કે સાબરકાંઠા જિલ્લામાં પકડાઈ ન જાય તે હેતુથી, તેણે ફરિયાદીને લાંચની રકમ આપવા માટે છેક ગાંધીનગર ખાતે બોલાવ્યો હતો. જોકે, એસીબીના આયોજનબદ્ધ પ્લાન સામે ઈજનેરની ચાલાકી નિષ્ફળ સાબિત થઈ હતી. ગાંધીનગર એસીબીની ટીમે આ મામલે ગાંધીનગરમાં જ વોચ ગોઠવીને એક આયોજનબદ્ધ છટકું ગોઠવ્યું હતું. જેવો જ આરોપી રાજદીપસિંહ ચાવડા ફરિયાદી પાસેથી રૂ. 45,000ની રોકડા લાંચની રકમ સ્વીકારવા ગયો, કે તરત જ છુપાઈને ઉભેલી એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી ઈજનેરના નિવાસસ્થાને અને કચેરીએ તપાસના ધમધમાટ એસીબી દ્વારા લાંચની રકમ રિકવર કરીને આરોપી આસિસ્ટન્ટ ઈજનેર રાજદીપસિંહ ચાવડાની અટકાયત કરવામાં આવી છે, અને તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરાયો છે. એસીબીની ટીમો દ્વારા આરોપી એન્જિનિયરના પ્રાંતિજ સ્થિત કાર્યાલયના દસ્તાવેજો તેમજ તેની અપ્રમાણસર મિલકતો અંગેની તપાસ માટે તેના નિવાસસ્થાને પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ પણ વાંચો - Sabarkantha : ભાજપમાં સૌથી મોટો ભડકો, પોશીનામાં ભાજપના જ સદસ્યે આપને ટેકો આપતાં જ ગરમાયું રાજકારણ

Read Full Story arrow_forward
Amreliમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, લાઠી તાલુકા પંચાયતમાં બહુમતી છતાં પ્રમુખ બન્યા AAPના સદસ્ય
calendar_today May 25, 2026

Amreliમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક, લાઠી તાલુકા પંચાયતમાં બહુમતી છતાં પ્રમુખ બન્યા AAPના સદસ્ય

અમરેલી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દેનારા એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતાઓએ વિપક્ષોને ચોંકાવી દેનારો એક જબરો રાજકીય ખેલ પાડી દીધો છે.આપના સભ્યને પ્રમુખ બનાવાયા લાઠી તાલુકા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવા છતાં, પ્રમુખ પદ માટે આમ આદમી પાર્ટી (AAP) માંથી જીતેલા કોળી સમાજના સદસ્યને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે. આ આખી વ્યૂહરચનાને કારણે જીતની આશા રાખીને બેઠેલી કોંગ્રેસના હાથમાંથી બાજી સાવ સરકી ગઈ છે. પ્રમુખનું પદ ઓબીસી માટે અનામત સમગ્ર વિવાદ અને રાજકીય સમીકરણો પર નજર કરીએ તો, આ વખતે લાઠી તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ ઓબીસી (OBC) અનામત રાખવામાં આવ્યું હતું. ચૂંટણી પરિણામોમાં ભાજપને બહુમતી તો મળી ગઈ, પરંતુ ચિંતાની વાત એ હતી કે ભાજપનો એકપણ ઓબીસી ઉમેદવાર વિજેતા બન્યો નહોતો. જો ભાજપ પોતાના સભ્યોમાંથી પ્રમુખ બનાવવા જાય તો નિયમ આડે આવતો હતો, અને આવી સ્થિતિમાં કોંગ્રેસના ઓબીસી સદસ્યને પ્રમુખ પદ સોંપવું પડે તેમ હતું. ભાજપ આ ગજગ્રાહમાં કોંગ્રેસને કોઈ મોકો આપવા માંગતું ન હતું.  કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું આ રાજકીય મડાગાંઠ ઉકેલવા માટે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયા અને રાજુલાના કદાવર ધારાસભ્ય હીરા સોલંકીએ મોરચો સંભાળ્યો હતો. આ બંને નેતાઓના માર્ગદર્શન હેઠળ લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા અને હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળે આખું ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું હતું. ભાજપે રણનીતિ બદલીને 'આપ' માંથી વિજેતા બનેલા કોળી સમાજના (OBC) સદસ્યને પ્રમુખ પદ માટે ટેકો જાહેર કરી દીધો. ભાજપના સમર્થનથી આપના સદસ્ય લાઠી તાલુકા પંચાયતના નવા પ્રમુખ બની ગયા છે. આ અણધાર્યા વળાંકથી કોંગ્રેસની આશાઓ પર પાણી ફરી વળ્યું છે અને અમરેલીના રાજકારણમાં ભાજપની ચાણક્ય નીતિ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ પણ વાંચો-----     Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું

Read Full Story arrow_forward