android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News: ચુડા પોલીસે ખેતરના કૂવામાંથી ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો
calendar_today May 25, 2026

Surendranagar News: ચુડા પોલીસે ખેતરના કૂવામાંથી ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો

ઝાલાવાડ પંથકમાં નશાબંધીના કાયદાની કડક અમલવારી કરાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગ અને રેડની કામગીરી તેજ કરવામાં આવી છે. આ અંતર્ગત ચુડા પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે ચુડા તાલુકાના કોરડા ગામની સીમમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગરે દારૂ છુપાવવા માટે અજમાવેલી અનોખી કીમિયો પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે.ખેતરના કૂવામાંથી મળી આવી 180 મિલીની 78 બોટલો ચુડા પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કોરડા ગામની સીમ વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્ટાફ સાથે સીમમાં રેડ કરવામાં આવી હતી. તલાશી દરમિયાન પોલીસને ખેતરમાં આવેલા કૂવામાં શંકાસ્પદ સામાન હોવાનું માલૂમ પડ્યું હતું. કૂવામાં તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની 180 મિલીની ક્ષમતા વાળી નાની ક્વાર્ટર બોટલો મળી આવી હતી. પોલીસે કૂવામાંથી વિદેશી દારૂની કુલ 78 બોટલો જપ્ત કરી છે, જેની બજાર કિંમત આશરે રૂપિયા 13,650 આંકવામાં આવી છે. કોરડા ગામના ઉદય ખાચર સામે ગુનો દાખલ, પોલીસ શોધખોળમાં પોલીસની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો જે ખેતરમાંથી મળ્યો તે કોરડા ગામના ઉદયભાઈ દેવાયતભાઈ ખાચરનો હોવાનું સામે આવ્યું છે. પોલીસ રેઇડ દરમિયાન આરોપી ઉદય ખાચર સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો અને તે પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ચુડા પોલીસે દારૂનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી ઉદય ખાચર વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ હાઈપ્રોફાઈલ દારૂના જથ્થાના કેસમાં આંકડાઓ અને આરોપીના નેટવર્કની વધુ તપાસ ચુડા પોલીસ સ્ટેશનના એએસઆઈ (ASI) વી. વી. ગાબુ ચલાવી રહ્યા છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે, આરોપી આ જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને સ્થાનિક સ્તરે કોને સપ્લાય કરવાનો હતો. આ પણ વાંચો - Surendranagar : કોંઢ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગિરીનો ઉગ્ર વિરોધ, ખેડૂતોનું પ્રદર્શન

Read Full Story arrow_forward
Padma Awards 2026 : 5 ગુજરાતી સહિત દેશની 131 મોટી હસ્તીઓને રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કારથી કરી સન્માનિત
calendar_today May 25, 2026

Padma Awards 2026 : 5 ગુજરાતી સહિત દેશની 131 મોટી હસ્તીઓને રાષ્ટ્રપતિએ પદ્મ પુરસ્કારથી કરી સન્માનિત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સોમવારે કલા, સાહિત્ય, ચિકિત્સા, વિજ્ઞાન અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોની પ્રતિભાશાળી હસ્તીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા. આ વર્ષે કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે, જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારનો સમાવેશ થાય છે. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરાયા આ પ્રસંગે દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હેમામાલીનીએ આ એવોર્ડનો સ્વીકાર કર્યો, આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ કે.ટી. થોમસ અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદન (મરણોપરાંત) સહિત પાંચ હસ્તીઓને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ ઉદય કોટકને સન્માનિત કરાયા પદ્મ ભૂષણ સન્માન મેળવનાર હસ્તીઓમાં પ્રખ્યાત ગાયિકા અલકા યાજ્ઞિક, મલયાલમ સુપરસ્ટાર મમૂટી, ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેન, ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ભગત સિંહ કોશિયારી, ઉદ્યોગપતિ ઉદય કોટક અને જાણીતા જાહેરખબર નિર્માતા પીયૂષ પાંડે સહિત 13 હસ્તીઓનો સમાવેશ થાય છે.આ 5 ગુજરાતીઓને મળ્યો પદ્મશ્રી પુરસ્કારઆ વખતે 2026ના પદ્મ પુરસ્કારોમાં ગુજરાતના 5 વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં સાહિત અને શિક્ષણની કેટેગરીમાં આખ્યાનકાર અને માણભટ્ટ તરીકે ઓળખાતા ધાર્મિક લાલ પંડ્યા, સુરતમાં ઓર્ગન ડોનેશનમાં જેમનું સૌથી મોટું નામ છે તેવા નિલેશ માંડલેવાલા અને કલા ક્ષેત્રમાં હાજી રમકડુંના નામથી પ્રચલિત હાજી મીર કાસમવાલા, સાહિત્યમાં રતિલાલ બોરીસાગર અને અરવિંદ વૈદ્યનો સમાવેશ કરાયો છે. 113 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરાયા જ્યારે પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદ થયેલી 113 હસ્તીઓમાં અભિનેતા આર. માધવન, ભારતીય ક્રિકેટર રોહિત શર્મા, મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર અને પેરા એથ્લીટ પ્રવીણ કુમાર સહિત અનેક પ્રતિભાઓનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે આ પદ્મ પુરસ્કારોની જાહેરાત જાન્યુઆરી 2026માં કરવામાં આવી હતી. આ સન્માન દેશની વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા માટે આપવામાં આવે છે. આ પણ વાંચો : Nirmala Sitharaman: મોંઘવારી રોકવા નાણામંત્રીનો 3Fs ફોર્મ્યુલા, વિદેશી હૂંડિયામણ બચાવવા અપીલ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live :  સુરેન્દ્રનગરના કોંઢ ગામેવીજ લાઈનની કામગીરી મુદ્દે ખેડૂતો અને તંત્ર આમને-સામને
calendar_today May 25, 2026

Gujarat Latest News Live : સુરેન્દ્રનગરના કોંઢ ગામેવીજ લાઈનની કામગીરી મુદ્દે ખેડૂતો અને તંત્ર આમને-સામને

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 25 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward