android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: પોલીસની હાજરીમાં જ યુવતીએ યુવકને ઝીંકી દીધી થપ્પડ, ઈલોરાપાર્ક ચોકીમાં ભારે હોબાળો
calendar_today May 25, 2026

Vadodara: પોલીસની હાજરીમાં જ યુવતીએ યુવકને ઝીંકી દીધી થપ્પડ, ઈલોરાપાર્ક ચોકીમાં ભારે હોબાળો

વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશન હેઠળ આવતી ઈલોરાપાર્ક પોલીસ ચોકીમાં કાયદો અને વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંકતો એક સળગતો કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ચોકીની અંદર જ એક અરજીના સંદર્ભમાં નિવેદન આપવા આવેલા યુવક પર એક યુવતીએ પોલીસની હાજરીમાં જ હુમલો કરી દીધો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ ઘટનાને પગલે પોલીસ સ્ટેશન પરિસરમાં થોડીવાર માટે ભારે અફરાતફરી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો.યુવતીએ ઉશ્કેરાઈને પાર્થ પર હુમલો કરી દીધો મળતી વિગતો અનુસાર, યુવક પાર્થ નામનો શખ્સ પોલીસ ચોકીમાં પોતાનું નિવેદન નોંધાવવા આવ્યો હતો. આ દરમિયાન ત્યાં હાજર ઉર્વશી નામની યુવતીએ ઉશ્કેરાઈને પાર્થ પર હુમલો કરી દીધો હતો અને તેને થપ્પડ મારી દીધી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એટલું જ નહીં, આક્ષેપ છે કે યુવતીએ બહારથી તેના સાગરીતોને બોલાવીને યુવકને ચોકીની અંદર જ ધમકીઓ પણ આપી હતી. પોલીસે તેની કોઈ ફરિયાદ નોંધી નહોતી  બીજી તરફ, હુમલો કરનાર યુવતી ઉર્વશીએ ગોરવા પોલીસ અને પાર્થ સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તેણે અગાઉ ગોરવા પોલીસ મથકે 7 જેટલી અરજીઓ કરી હોવા છતાં પોલીસે તેની કોઈ ફરિયાદ નોંધી નહોતી. હુમલો કરનાર યુવતી સહિતના શખ્સોની અટકાયત જોકે, ખાખી વર્દીની હાજરીમાં કાયદો હાથમાં લેવાની આ ઘટનાને ગોરવા પોલીસે અત્યંત ગંભીરતાથી લીધી છે. પોલીસે કડક વલણ અપનાવીને હુમલો કરનાર યુવતી ઉર્વશી નાઈ, મનીષ રાઠોડ, આશિફ ઉર્ફે યુસુફ શેખ અને સબ્બીર ઉર્ફે સબો સિકંદર વાઘેલા સામે કાયદેસરનો ગુનો નોંધી તમામની અટકાયત કરી લીધી છે. ભેદભાવના આરોપો પોલીસે ફગાવ્યા આ સમગ્ર હાઈવોલ્ટેજ ડ્રામા અંગે વડોદરા એસીપી આર.ડી. કાવાએ જણાવ્યું હતું કે, પોલીસ પર લાગેલા ભેદભાવના તમામ આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. પોલીસને જે પણ અરજીઓ મળી હતી, તેને ધ્યાનમાં રાખીને નિયમ મુજબ કાયદેસરની યોગ્ય કાર્યવાહી પહેલેથી જ હાથ ધરવામાં આવી છે. પોલીસ સ્ટેશનની અંદર ગેરવર્તણૂક કરનારા તત્વો સામે કડક કાયદાકીય પગલાં લેવાશે.આ પણ વાંચો------      Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું

Read Full Story arrow_forward
Rajkot News: પોક્સો કેસની પીડિતાના કાકા પર 9 ઘા ઝીંકી હત્યા કરનારા બંને નરાધમો કોર્ટમાં રજૂ, પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા
calendar_today May 25, 2026

Rajkot News: પોક્સો કેસની પીડિતાના કાકા પર 9 ઘા ઝીંકી હત્યા કરનારા બંને નરાધમો કોર્ટમાં રજૂ, પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે ગત 20 મે 2024ના રોજ બનેલા ચકચારી હત્યાકાંડ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે. દુષ્કર્મ અને પોક્સો (POCSO) કેસની પીડિતાના કાકાની નિર્મમ હત્યા કરનારા મુખ્ય આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને પોલીસે ઝડપી પાડીને મજબૂત પુરાવાઓ એકત્ર કરવાના હેતુથી કોર્ટમાં રજૂ કર્યા છે. લોહીલુહાણ ખેલ ખેલનારા આ ગુનેગારોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે રાજકોટ ગ્રામ્ય પોલીસે અદાલત પાસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.પીડિતાના કાકા પર તીક્ષ્ણ હથિયારના 9 ઘા ઝીંકી ઉતાર્યા હતા મોતને ઘાટ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, ખાખડાબેલા ગામના વતની અને વાહન લે-વેંચનો વ્યવસાય કરતા 43 વર્ષીય કાકા ગત 20 મેના રોજ રાત્રિના સમયે પસાર થઈ રહ્યા હતા, ત્યારે આ આરોપીઓએ તેમની કારને આંતરી હતી. અગાઉ નોંધાયેલા દુષ્કર્મ અને પોક્સો કેસનો ખાર રાખીને આરોપીઓએ કાકા પર તીક્ષ્ણ હથિયાર વડે એકપછી એક 9 જેટલા ઘા ઝીંકી દીધા હતા. હુમલો એટલો ભયાનક હતો કે, કાકાનું ઘટના સ્થળે જ લોહીલુહાણ હાલતમાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અને તેમનો મૃતદેહ કારની બિલકુલ નજીકથી મળી આવી હતી. પોલીસ બેદરકારી સામે આવતા રેન્જ આઇજીની કડક કાર્યવાહી આ કેસમાં એ વાત પણ સામે આવી છે કે, દુષ્કર્મના આ ગુનાહિત ઈસોમો લાંબા સમયથી પોલીસની પકડથી દૂર હતા અને ખુલ્લેઆમ ફરી રહ્યા હતા, જેના કારણે જ તેમણે આ ખુની ખેલ ખેલ્યો હોવાના આક્ષેપો થયા છે. આ ઘટનામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવતા રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયે કડક વલણ અપનાવ્યું છે. ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ પડધરીના બે તત્કાલીન પીઆઈ (PI), એક પીએસઆઈ (PSI) અને એક એએસઆઈ (ASI) સહિત કુલ 4 પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન ગ્રામ્ય પોલીસ કરશે સઘન તપાસ કોર્ટમાં રજૂ કરાયેલા બંને આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહના રિમાન્ડ મંજૂર થયા બાદ, રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવા, ગુનાના સ્થળનું પુનઃનિર્માણ (ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન) કરવા અને આ હત્યાકાંડમાં અન્ય કોઈ શખ્સોએ મદદગારી કરી છે કે કેમ, તે તમામ દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે. આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવીને પીડિત પરિવારને વહેલામાં વહેલો ન્યાય મળે તેવી માગ પણ ઉઠી રહી છે. આ પણ વાંચો - Rajkot News: POCSO પીડિતાના કાકાની હત્યા કેસમાં 781 દિવસ ફરાર બે આરોપી ઝડપાયા

Read Full Story arrow_forward
Rajkot News: ફ્યૂઅલની અછતને લીધે દિલ્હી-મુંબઈની 2 ફ્લાઇટ કેન્સલ, ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને લખ્યો પત્ર
calendar_today May 25, 2026

Rajkot News: ફ્યૂઅલની અછતને લીધે દિલ્હી-મુંબઈની 2 ફ્લાઇટ કેન્સલ, ચેમ્બર ઓફ કોમર્સે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીને લખ્યો પત્ર

સૌરાષ્ટ્રના આર્થિક પાટનગર ગણાતા રાજકોટથી હવાઈ મુસાફરી કરતા પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એરલાઇન્સમાં ફ્યૂઅલની અછતનું બહાનુ ધરીને એર ઇન્ડિયા દ્વારા રાજકોટથી ઓપરેટ થતી દિલ્હી અને મુંબઈની બે મહત્વની ફ્લાઇટ્સ આગામી 1 જૂનથી 31 જુલાઈ સુધી, એટલે કે પૂરા બે મહિના માટે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ અચાનક લેવાયેલા નિર્ણયના કારણે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના એર કનેક્ટિવિટી ક્ષેત્રે મોટો ફટકો પડ્યો છે.ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની કેન્દ્રીય મંત્રી સમક્ષ રજૂઆત એર ઇન્ડિયાના આ ચોંકાવનારા નિર્ણયને પગલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુ તેમજ એર ઇન્ડિયાના ચેરમેનને પત્ર લખીને આ મામલે તાકીદે હસ્તક્ષેપ કરવા ઉગ્ર રજૂઆત કરી છે. વેપારી સંગઠને પત્રમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે ફ્યૂઅલની અછત જેવા કારણોસર આટલા લાંબા સમય સુધી ફ્લાઇટ્સ બંધ રાખવી તે બિલકુલ ગ્રાહ્ય નથી. સૌરાષ્ટ્રના હબ ગણાતા નાના અને મધ્યમ ઉદ્યોગોને વ્યાપક અસર ચેમ્બર ઓફ કોમર્સે પત્રમાં સ્પષ્ટ આશંકા વ્યક્ત કરી છે કે વેકેશન અને બિઝનેસ સીઝન દરમિયાન ફ્લાઇટ્સ બંધ થવાથી સૌરાષ્ટ્રની હવાઈ મુસાફરી વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ જશે. રાજકોટ અને તેની આસપાસના વિસ્તારો એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ ઉદ્યોગોનું હબ છે. દિલ્હી-મુંબઈની ફ્લાઈટ્સ બંધ થવાથી સૌરાષ્ટ્રના સામાન્ય મુસાફરો ઉપરાંત અહીના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો (MSMEs) ના વેપારીઓને બિઝનેસ ટુર અને માલસામાનના પરિવહનમાં ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward