android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: MGVCL કચેરીએ કર્મચારીઓનો હલ્લાબોલ, કાળી પટ્ટી બાંધી વિરોધ
calendar_today May 25, 2026

Vadodara News: MGVCL કચેરીએ કર્મચારીઓનો હલ્લાબોલ, કાળી પટ્ટી બાંધી વિરોધ

વડોદરા શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ના કર્મચારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. લાંબા સમયથી ચાલી આવતી સ્ટાફની અછત અને તેના કારણે વર્તમાન કર્મચારીઓ પર વધી રહેલા કામના અસહ્ય બોજને લઈને આજે ભારે રોષ જોવા મળ્યો હતો. વડોદરા સ્થિત MGVCLની મુખ્ય કચેરી ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકઠા થયા હતા અને હાથ પર કાળી પટ્ટી બાંધીને મેનેજમેન્ટ તેમજ સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ચોમાસા પૂર્વે પ્રી-મોન્સૂન કામગીરીનું દબાણ વધ્યું કર્મચારીઓના જણાવ્યા અનુસાર, ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે પ્રી-મોન્સૂન મેઇન્ટેનન્સ અને વીજ લાઈનોના સમારકામ માટે સરકાર તરફથી કડક આદેશો આપવામાં આવ્યા છે. એક તરફ વીજ પુરવઠો સતત જાળવી રાખવાનું ભારે દબાણ છે, તો બીજી તરફ પૂરતો સ્ટાફ ન હોવાને કારણે ફિલ્ડ વર્કથી લઈને ઓફિસ વર્ક સુધીના તમામ કર્મચારીઓ પીસાઈ રહ્યા છે. વસ્તી ગણતરીની કામગીરી સોંપાતા ઊભી થઈ કટોકટી કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે, ટેકનિકલ સ્ટાફની પહેલેથી જ અછત છે, તેમાં પણ વહીવટી તંત્ર દ્વારા કંપનીના અન્ય કર્મચારીઓને વસ્તી ગણતરીની સરકારી કામગીરીમાં નિયુક્ત કરી દેવામાં આવ્યા છે. આના કારણે ઓફિસમાં હાજર સ્ટાફ પર કામનું ભારણ બમણું થઈ ગયું છે. કર્મચારીઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરીજનોને અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે અમારે ઓવરટાઇમ અને સતત માનસિક તણાવ વચ્ચે કામગીરી કરવી પડી રહી છે. તંત્ર દ્વારા તાત્કાલિક નવી ભરતી કે વધારાના સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે તે અનિવાર્ય છે. માગણીઓ પૂરી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે આજે પ્રતીકાત્મક રીતે કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ નોંધાવ્યા બાદ કર્મચારી સંગઠનોએ મેનેજમેન્ટને સ્પષ્ટ ચેતવણી આપી છે. જો આગામી દિવસોમાં સ્ટાફની અછત દૂર કરવા અને કામનું ભારણ ઘટાડવા અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે, તો વીજ કર્મચારીઓ આગામી સમયમાં કામકાજ ઠપ કરી ઉગ્ર આંદોલન તરફ આગળ વધશે. જો આવું થશે તો ચોમાસાની શરૂઆતમાં જ વડોદરાના વીજ પુરવઠા પર તેની માઠી અસર પડી શકે છે. આ પણ વાંચો - Vadodara: પોલીસની હાજરીમાં જ યુવતીએ યુવકને ઝીંકી દીધી થપ્પડ, ઈલોરાપાર્ક ચોકીમાં ભારે હોબાળો

Read Full Story arrow_forward
Surendranagar : કોંઢ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગિરીનો ઉગ્ર વિરોધ, ખેડૂતોનું પ્રદર્શન
calendar_today May 25, 2026

Surendranagar : કોંઢ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ પોલ નાખવાની કામગિરીનો ઉગ્ર વિરોધ, ખેડૂતોનું પ્રદર્શન

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામે પાવર ગ્રીડ કંપની દ્વારા વીજ લાઇનના થાંભલા નાખવાની કામગીરીને લઈને તંત્ર અને સ્થાનિક ખેડૂતો સામસામે આવી ગયા છે. પોલીસના તોતિંગ કાફલાની હાજરીમાં શરૂ થયેલી આ કામગીરીનો ઉગ્ર વિરોધ કરી રહેલા 44 જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.ખેડૂતોએ લડતની ચીમકી ઉચ્ચારી હતી મળતી વિગતો મુજબ, કોંઢ ગામના ખેતરોમાંથી પાવર ગ્રીડ કંપનીની હાઈટેન્શન વીજ લાઇન પસાર થઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી અને ઉપજાઉ જમીનમાં વીજ લાઇનના થાંભલા નાખવાથી ખેતીને કાયમી મોટું નુકસાન પહોંચશે અને જમીનના બજારભાવ પણ ઘટી જશે. આથી, ખેડૂતો દ્વારા યોગ્ય વળતર અને કાયદાકીય લેખિત ખાતરી આપવાની માંગ સાથે કામગીરી રોકવા માટે આંદોલન છેડવામાં આવ્યું હતું. અગાઉ સર્વે વખતે પણ ખેડૂતોએ લડતની ચીમકી ઉચ્ચારી હતી.  400થી વધુ હથિયારધારી પોલીસ જવાનો તૈનાત આજે જ્યારે કંપનીના અધિકારીઓ કામગીરી માટે પહોંચ્યા ત્યારે સ્થિતિ વણસે નહીં તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ચક્રવ્યૂહ જેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે જિલ્લા પોલીસવડા (SP), એ.એસ.પી (ASP), ડીવાયએસપી (DySP) અને પીઆઇ (PI) સહિત અલગ-અલગ પોલીસ મથકોના 400થી વધુ હથિયારધારી પોલીસ જવાનો તૈનાત કરી દેવાયા હતા.  44 ખેડૂતોને કસ્ટડીમાં લેવાયાવિરોધ પ્રદર્શન ઉગ્ર બનતા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે તાત્કાલિક એક્શન લઈને 44 ખેડૂતોને કસ્ટડીમાં લીધા હતા અને તેમને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા. બીજી તરફ, રોષે ભરાયેલા ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, "જમીન અમારી જીવનરેખા છે, જ્યાં સુધી યોગ્ય ન્યાય અને પૂરેપૂરું વળતર નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું." તંત્ર દ્વારા હાલ સમગ્ર ગામ અને આસપાસના વિસ્તારોમાં ડ્રોન અને પોલીસ પેટ્રોલિંગ દ્વારા ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ પણ વાંચો----     Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું

Read Full Story arrow_forward
Surat News: બેગમવાડીની તિરૂપતિ માર્કેટમાં રખડતા શ્વાનોએ માસૂમ બાળક પર કર્યો હુમલો
calendar_today May 25, 2026

Surat News: બેગમવાડીની તિરૂપતિ માર્કેટમાં રખડતા શ્વાનોએ માસૂમ બાળક પર કર્યો હુમલો

સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક દિનપ્રતિદિન માસૂમ બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે. શહેરના પ્રખ્યાત ટેક્સટાઇલ માર્કેટ વિસ્તાર ગણાતા બેગમવાડીની તિરૂપતિ માર્કેટના પાર્કિંગમાં એક માસૂમ બાળક પર રખડતા શ્વાનોના ટોળાએ અચાનક હુમલો કરી દીધો હતો. કાળજું કંપાવી દેનારી આ સમગ્ર ઘટના માર્કેટમાં લાગેલા સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.સ્થાનિકોએ દોડીને બાળકનો જીવ બચાવ્યો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળક પાર્કિંગ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે જ કૂતરાઓએ તેને ઘેરી લીધું હતું અને નીચે પાડીને બચકાં ભરવાનું શરૂ કર્યું હતું. બાળકની ચીસાચીસ સાંભળીને આસપાસના દુકાનદારો અને સ્થાનિક લોકો તાત્કાલિક લાકડીઓ લઈને દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ શ્વાનોને ભગાવીને માસૂમને લોહીલુહાણ હાલતમાં બચાવ્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિક વેપારીઓમાં રોષ આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકા (SMC) ના હાઇડ્રોલિક અને શ્વાન નિયંત્રણ વિભાગ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વેપારીઓ અને સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તિરૂપતિ માર્કેટ વિસ્તારમાં અગાઉ પણ રખડતા કૂતરાઓના ટોળા આંટા મારતા હોવાની અનેક લેખિત-મૌખિક ફરિયાદો કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાતા આજે આ દુર્ઘટના સર્જાઈ છે. આ ઘટનાએ શહેરમાં રખડતા શ્વાનોના ખતરા સામે વહીવટી તંત્રની પોલ ફરી એકવાર ખુલ્લી પાડી દીધી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward