android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News : બોલાચાલી થતાં માતાએ જાહેરમાં સગી પુત્રી પર ફેંક્યું એસિડ
calendar_today May 25, 2026

Rajkot News : બોલાચાલી થતાં માતાએ જાહેરમાં સગી પુત્રી પર ફેંક્યું એસિડ

રાજકોટ શહેરના હોસ્પિટલ ચોક પાસે સગી જનનીએ પોતાની 20 વર્ષની દીકરીના ચહેરા પર એસિડ જેવો જવલનશીલ પદાર્થ ફેંકી દેતાં ચકચાર મચી ગઈ છે.ભોગ બનનાર યુવતી ચહેરો દાઝી ગયેલી હાલતમાં જાતે દોડીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.જયાં હાલ તેની સારવાર ચાલી રહી છે. માતા પુત્રી વચ્ચે થઇ હતી બોલાચાલી મળતી વિગતો મુજબ કુબલીયાપરા વિસ્તારમાં રહેતી યુવતીના બીજા લગ્ન થયા બાદ તેને સાસરિયા પક્ષ સાથે કોઈ કારણોસર અણબનાવ બન્યો હતો.આથી તેની માતા પોતાની પુત્રીને તેડવા માટે જામનગરના દરેડ ગામે ગયા હતા.દીકરીને સાસરેથી લઈને માતા-પુત્રી બંને રીક્ષામાં પરત ફરી રહ્યા હતા.આ દરમિયાન રામનાથ પરા સમશાન પાસે કપીલા હનુમાન રોડ પરથી જતા હતા ત્યારે ભંગાર વિણવાના મામલે માતા આશાબેન અને પુત્રી અંજલી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સાસરિયાથી ઘરે જતા સમયે થઇ બબાલ રસ્તા ઉપર મળી આવેલ જવલનશીલ ભરેલી કાચની બોટલ ફેકતા પુત્રીને ઈજા થતા તેને સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં ખસેડાતા એ ડવીઝન પોલીસ મથકના પીએસઆઈ જેઠવા સહીતની ટીમે તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરાશે

Read Full Story arrow_forward
Gujarat News: MBA અને MCAમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ, 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન
calendar_today May 25, 2026

Gujarat News: MBA અને MCAમાં પ્રવેશ માટે આજથી પ્રક્રિયા શરૂ, 30 જૂન સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન

ગુજરાત રાજ્યની ટેકનિકલ કોલેજમાં એમબીએ અને એમસીએમાં પ્રવેશ માટેનો પ્રોવિઝનલ કાર્યક્રમ જાહેર થયો છે.એસીપીસીએ જારી કરેલા કાર્યક્રમ મુજબ અંદાજે 27 હજારથી વધુ બેઠકમાં પ્રવેશ માટે આજે 25 મેથી ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયાનો પ્રારંભ થશે જે 30 જૂન સુધી ચાલશે. એમબીએની 7 ગ્રાન્ટેડ કોલેજની 531, 120 ખાનગી કોલેજની 18135 તેમજ એમસીએમાં 2, સરકારી કોલેજની 113, 7 ગ્રાન્ટેડ કોલેજની 275 અને 81 ખાનગી કોલેજની 8095 બેઠકમાં પ્રવેશ માટે એસીપીસીએ પ્રોવિઝનલ કાર્યક્રમ જાહેર કર્યો છે. પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ 17 જુલાઈએ થશે જાહેર થયેલા કાર્યક્રમ મુજબ તા.9 જુલાઈએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થતાંની સાથે જ વિદ્યાર્થીઓ 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગ કરી શકશે. જેનું પરિણામ 14 જુલાઈએ જાહેર થશે.એ પછી ફાઇનલ મેરિટ લિસ્ટ 13 જુલાઈએ જાહેર થશે અને વિદ્યાર્થીઓ 13થી 15 જુલાઈ દરમિયાન ચોઈસ ફિલિંગ કે તેમાં ફેરફાર કરી શકશે.પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ 17 જુલાઈએ થશે અને વિદ્યાર્થીઓએ 19 જુલાઈ સુધીમાં ટોકન ટ્યુશન ફી ભરીને પોતાનો પ્રવેશ નિશ્ચિત કરવાનો રહેશે અથવા ઓનલાઈન કેન્સલ કરાવી શકાશે. નવું શૈક્ષણિક સત્ર 20 જુલાઈ 2026થી શરૂ થઈ જશે નોંધનીય છે કે, રાજ્યભરમાં એમબીએ અને એમસીએનું નવું શૈક્ષણિક સત્ર 20 જુલાઈ 2026થી શરૂ થઈ જશે.પ્રથમ રાઉન્ડના અંતે ખાલી પડેલી બેઠકોની વિગતો 20 જુલાઈએ સાંજે જાહેર કરાશે અને રાઉન્ડ 2 માટે 20થી 23 જુલાઈ સુધી ચોઇસ ફિલિંગ કરી શકાશે.જેનું પરિણામ 27 જુલાઈએ જાહેર કરવામાં આવશે.નવા સત્રમાં એમબીએ અને એમસીએની બેઠકોમાં વધારો થશે.એમબીએમાં નવી 4 ખાનગી કોલેજોમાં 400 બેઠક અને એમસીએની નવી 3 ખાનગી કોલેજમાં 300થી વધુ બેઠક આવશે. આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરાશે

Read Full Story arrow_forward
India Usa Bilateral Meeting : ડોભાલે USના વિદેશ મંત્રીને PAKનો અસલી ચહેરો બતાવ્યો
calendar_today May 25, 2026

India Usa Bilateral Meeting : ડોભાલે USના વિદેશ મંત્રીને PAKનો અસલી ચહેરો બતાવ્યો

રૂબિયો સાથે ડોભાલ અને જયશંકરની આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ સામેની લડત અને રક્ષા સહકાર જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન અજિત ડોભાલે આતંકવાદ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદ માત્ર એક વિચારધારા નથી, પરંતુ એ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. ડોભાલે જણાવ્યું કે પાકિસ્તાનમાં રહેલા આતંકી નેટવર્ક હજુ પણ સક્રિય છે. જેના કારણે અફઘાનિસ્તાન અને સમગ્ર દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે સતત ખતરો ઊભો થાય છે.રૂબિયો સાથે ડોભાલ અને જયશંકરની આ બેઠક મહત્વપૂર્ણ રહી ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત વિકાસ પર ચર્ચાઆ બેઠકમાં ભારત તરફથી સ્પષ્ટ કરાયું કે હવે ભારત માત્ર ચેતવણી નહીં આપે, પરંતુ જરૂર પડશે તો સીધી કાર્યવાહી કરશે. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સહકારને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર પણ સહમતિ બની હતી. બંને દેશો વચ્ચે ‘iCET’ હેઠળ ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત વિકાસ અને કો-પ્રોડક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ મોટા બદલાવ પછી ભારત હવે માત્ર રક્ષા ક્ષેત્રમાં ખરીદદાર બનીને નહીં રહે, પરંતુ અમેરિકા સાથે મળીને રક્ષા ટેકનોલોજીનો કો-ક્રિએટર બનશે. રૂબિયોએ PM મોદીને આપ્યું આમંત્રણ આ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર હતા. તે દરમિયાન બંને દેશોએ વેપાર, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ સપ્લાય ચેઇન, રક્ષા અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી. રૂબિયોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ પણ આપ્યું છે.

Read Full Story arrow_forward