android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mahabaleshwar પાસે 1500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી ર્સ્કોપિયો, 8 લોકોના મોત
calendar_today May 25, 2026

Mahabaleshwar પાસે 1500 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી ર્સ્કોપિયો, 8 લોકોના મોત

મહારાષ્ટ્રના પ્રખ્યાત પ્રવાસન સ્થળ મહાબળેશ્વર નજીક એક અત્યંત કાળજું કંપાવનારો અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. કોંકણ વિસ્તારથી પ્રવાસ કરીને પરત ફરી રહેલા યુવાનોની એક સ્કોર્પિયો કાર કાબૂ ગુમાવવાને કારણે આશરે 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ભીષણ દુર્ઘટનામાં કારમાં સવાર સતારા જિલ્લાના તમામ આઠેય યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ખીણ એટલી ઊંડી હતી કે શરૂઆતમાં બચાવ ટીમોએ મૃતદેહો લોકેશન ટ્રેસ કરવા માટે દૂરબીનનો સહારો લેવો પડ્યો હતો. રાત્રિના અંધકારમાં ઘટી ઘટના પ્રાપ્ત અહેવાલો અનુસાર, આ હૃદયદ્રાવક અકસ્માત રવિવારે મોડી રાત્રે આશરે ૨:૪૫ વાગ્યાની આસપાસ રાયગઢ અને સાતારાને જોડતા અંબેનાલી ઘાટ પર સર્જાયો હતો. આ એ જ કમનસીબ અંબેનાલી ઘાટ છે જ્યાં વર્ષ 2018 માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકી હતી અને મોટો અકસ્માત થયો હતો. અકસ્માતનો ભોગ બનેલી સ્કોર્પિયો કાર સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવની હોવાનું સામે આવ્યું છે. તમામ મુસાફરો ૨૪મી તારીખની વહેલી સવારે હર્ને બીચ (કોંકણ)થી પોતાના વતન સતારા પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન દાબેલી ગામની સરહદ નજીક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર સીધી ઊંડી ખીણમાં જઈ પડી હતી. દૂરબીન વડે થઈ મૃતદેહોની શોધખોળ ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોલાદપુર પોલીસ પ્રશાસન, મહાબળેશ્વર ટ્રેકર્સ, પ્રતાપગઢ રેસ્ક્યુ ટીમ, સિસ્કેપ મહાડ પોલાદપુર, આપદા મિત્ર અને સ્થાનિક ગ્રામજનોની ટીમો તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, ખીણની અતિશય ઊંડાઈ અને અંધકારના કારણે બચાવ કાર્યમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. શરૂઆતમાં સર્ચ ટીમે દૂરબીનની મદદથી ખીણમાં તપાસ કરી, જેનાથી અકસ્માતગ્રસ્ત વાહન અને પ્રથમ મૃતદેહની ભાળ મળી હતી. અત્યંત જોખમી અને વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ટીમે આશરે ૫૦૦ થી ૭૦૦ ફૂટની ઊંડાઈ સુધી ઉતરીને બે મૃતદેહોને સફળતાપૂર્વક બહાર કાઢ્યા છે. તમામ મૃતકો સ્થાનિક યુવાનો પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા અનુસાર, કારમાં સવાર તમામ મૃતકો સતારા, આસગાંવ અને કોરેગાંવ વિસ્તારના રહેવાસી હતા. વતન પરત ફરતી વખતે ઘર આંગણે જ કાળ ભેટી જતાં સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. હાલ પોલીસ અને સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો દ્વારા બાકીના મૃતદેહો અને ક્રેશ થયેલા વાહનને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે ક્રેન અને દોરડા વડે શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આ પણ વાંચોઃ Iran US War : શું યુદ્ધ પૂર્ણતાને આરે! સોશિયલ મીડિયામાં ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો દાવો

Read Full Story arrow_forward
Jammu And Kashmir : NIAનો આતંકવાદ પર પ્રહાર, અનેક જગ્યાએ સામૂહિક દરોડા
calendar_today May 25, 2026

Jammu And Kashmir : NIAનો આતંકવાદ પર પ્રહાર, અનેક જગ્યાએ સામૂહિક દરોડા

NIAએ સેન્ટ્રલ અને સાઉથ કાશ્મીરમાં એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. NIAની શ્રીનગરના લાલ બજાર અને દક્ષિણ કાશ્મીરના શોપિયાં સહિત અનેક વિસ્તારોમાં રેડ ચાલુ છે. કેમ થઈ રહી છે કાર્યવાહી? NIAના જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા માટે જમાત-એ-ઇસ્લામીને ફરી સક્રિય કરવાની કોશિશ થઈ રહી હતી. આ જ મામલે NIAએ અનેક શંકાસ્પદ ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2024માં કેન્દ્ર સરકારે ‘જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીર’ને UAPA હેઠળ આગામી 5 વર્ષ માટે ગેરકાનૂની સંગઠન જાહેર કર્યું હતું. જમાત-એ-ઇસ્લામી પર આતંકવાદ, અલગાવવાદ અને ભારત વિરોધી પ્રચારમાં સામેલ હોવાના આરોપ છે. કેમ મૂકાયો હતો પ્રતિબંધ?  ‘જમાત-એ-ઇસ્લામી જમ્મુ-કાશ્મીર’ પર 28 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ સંગઠન પર જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદને પ્રોત્સાહન આપવા, આતંકવાદને સમર્થન આપવા અને ભારત વિરોધી પ્રચાર ચલાવવાના આરોપ છે, જે ભારતની સંપ્રભુતા, સુરક્ષા અને અખંડિતતા માટે હાનિકારક માનવામાં આવે છે.2024માં જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો  વર્ષ 2024માં જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ વધુ 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો. આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આતંકવાદ અને અલગાવવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિને અનુસરીને સરકારે જમ્મુ-કાશ્મીરની જમાત-એ-ઇસ્લામી પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે વધારી દીધો છે. આ સંગઠન દેશની સુરક્ષા, અખંડિતતા અને સંપ્રભુતા વિરુદ્ધ પોતાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી રહ્યું છે. આ સંગઠનને પ્રથમ વખત 28 ફેબ્રુઆરી 2019ના રોજ ‘ગેરકાનૂની સંગઠન’ જાહેર કરવામાં આવ્યું હતું. દેશની સુરક્ષાને ખતરો પહોંચાડનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.”

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે
calendar_today May 25, 2026

Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત,સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના છે. મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં પારો 40 ડીગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. આગામી અઠવાડિયા સુધી કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી.દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.હાલમાં ગરમીમાં કોઈ રાહત નહીં મળવાની આગાહી ગુજરાતમાં ગરમી અને ઉકળાટ અનુભવાશે.હાલમાં ગરમીમાં કોઈ રાહત નહીં મળવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગરમી સાથે ઉકળાટ રહેવાની આગાહી કરી છે.અમદાવાદમાં 42.2,ડીસામાં 39.4, ગાંધીનગરમાં 42,વડોદરામાં 40.2, ભુજમાં 39.1,કંડલામાં 41, અમરેલીમાં 41.3,ભાવનગરમાં 41, રાજકોટમાં 41.5,સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ વધશે હવામાન વિભાગની આગાહી મુજબ પવનની દિશા બદલાવાને કારણે આગામી દિવસોમાં હવામાં ભેજનું પ્રમાણ વધશે અને બફારો અકળાવશે.અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી જતાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે.સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકો અસહ્ય ગરમ પવનોનો સામનો કરી રહ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને બપોરના સમયે હાઇડ્રેટેડ રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Gujarat News: રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકોની ભરતી કરાશે

Read Full Story arrow_forward