android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: સલૂનની આડમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા, ગોડાદરામાં 'સ્ટાર યુનિસેક્સ સલૂન'માંથી સેક્સ રેકેટ ઝડપાયું
calendar_today May 25, 2026

Surat: સલૂનની આડમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા, ગોડાદરામાં 'સ્ટાર યુનિસેક્સ સલૂન'માંથી સેક્સ રેકેટ ઝડપાયું

સુરત શહેરમાં સલૂન, સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતી અનૈતિક પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગોડાદરા વિસ્તારમાં આવેલા 'સ્ટાર યુનિસેક્સ સલૂન'માં બહારથી માત્ર વાળ કાપવા અને ફેસિયલના બોર્ડ લગાવાયા છે, પરંતુ તેની અંદર ગ્રાહકો પાસેથી તગડી રકમ વસૂલીને દેહવ્યાપારનો ધંધો ધમધમી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સલૂન પર રેડ પાડી હતી.મહિલા મેનેજર ઝડપાઈ, સંચાલિકા ફરારપોલીસે જ્યારે સલૂનની અંદર દરોડો પાડ્યો ત્યારે ત્યાં અંદરના ભાગે બનેલી કેબિનોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું રંગેહાથ ઝડપાયું હતું. પોલીસે સ્થળ પરથી સલૂનનું હેન્ડલિંગ કરતી અને ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવતી મહિલા મેનેજરની અટકાયત કરી લીધી છે. જોકે, આ સેક્સ રેકેટની મુખ્ય સૂત્રધાર અને સલૂનની મુખ્ય સંચાલિકા આસ્મા પોલીસ રેડ દરમિયાન હાથ લાગી ન હતી, જેથી પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.ભોગ બનનાર મહિલાઓને મુક્ત કરાવાઈપોલીસના આ સફળ ઓપરેશન દરમિયાન સલૂનની અંદરથી દેહવ્યાપારના આ નરકમાં ધકેલાયેલી બે નિર્દોષ મહિલાઓ મળી આવી હતી. પોલીસે આ બંને મહિલાઓને સલૂનમાંથી સહીસલામત મુક્ત કરાવીને આગળની કાઉન્સેલિંગની પ્રક્રિયા હાથ ધરી છે. ગોડાદરા પોલીસે સલૂનમાંથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી કબ્જે કરી છે. પોલીસે પકડાયેલી મહિલા મેનેજર અને વોન્ટેડ આસ્મા વિરુદ્ધ ઇમ્મોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ (PITA) ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આ રેકેટના મૂળ ક્યાં સુધી જોડાયેલા છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો: Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે

Read Full Story arrow_forward
Gujarat News: આણંદ અને મોરબી જિલ્લા પંચાયતમાં BJPની બહુમતી પણ પ્રમુખ કોંગ્રેસના
calendar_today May 25, 2026

Gujarat News: આણંદ અને મોરબી જિલ્લા પંચાયતમાં BJPની બહુમતી પણ પ્રમુખ કોંગ્રેસના

આણંદ અને મોરબીમાં ભાજપ માટે ગઢ આલા પણ સિંહ ગેલા જેવો ઘાટ સર્જાયો છે.આણંદ જિલ્લા પંચાયતમાં અને મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની બહુમતી હોવા છતાં કોંગ્રેસના પ્રમુખ સત્તારૂઢ થયા છે.આમ બંને જિલ્લામાં ભાજપ માટે અપસેટ સર્જાયો છે.આણંદ જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પહેલી વાર સત્તા બે ભાગમાં વહેંચાઈ છે.આણંદ જિલ્લા પંચાયતમાં 40માંથી 33 બેઠકો ભાજપે કબજે કરી છે છતાં રોસ્ટરની આંટીઘુંટીના કારણે અને ભાજપના સ્થાનિક નેતાઓની ઘોર બેદરકારીથી ભાજપે પ્રમુખ પદ ગુમાવ્યું છે. મોરબી જિલ્લા પંચાયતમાં પણ ભાજપની બહુમતી પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદે કોંગ્રેસના ગૌરીબહેન તડવી બિનહરીફ નિશ્ચિત છે.ઉપપ્રમુખ પદ અને કમિટીઓ ભાજપ હસ્તક રહેશે.ભાજપના પ્રમુખ પદના દાવેદાર મયુરીબહેન પટેલનું ફોર્મ અમાન્ય ઠર્યું છે.તેમણે મહારાષ્ટ્રનું અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ નામાંકન પત્રમાં રજૂ કર્યું હતું.જોકે માન્ય દસ્તાવેજી પુરાવા રજૂ ન કરાતા ફોર્મ અમાન્ય ઠેરવાયું છે.મોરબી જિલ્લા પંચાયતમાં પણ ભાજપની બહુમતી છે પણ પ્રમુખ પદે કોંગ્રેસના વિજેતા થયેલા ઉમેદવાર સત્તારૂઢ થયા છે. મોરબીમાં ભાજપને 17 અને કોંગ્રેસને 7 બેઠકો મળી હતી.અહીં રોટેશન પ્રમાણે પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત છે. કોંગ્રેસના જીતેલા સભ્યને પ્રમુખ પદે સ્વીકારવા પડ્યા નેકનામ બેઠક પરના વિજેતા કોંગ્રેસના આદિજાતિ મહિલા સભ્ય ગીતાબહેન દુબરિયા હિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના વિજેતા ઉમેદવારની વરણી કરાઈ હતી.મોરબી ખાતે રાજ્યના વિકાસ કમિશનરના આદેશ મુજબ શનિવારે પ્રથમ સામાન્ય સભામાં હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી.જેમાં રોટેશન મુજબ પ્રમુખ પદ આદિજાતિ મહિલા માટે અનામત હોય નેકનામ બેઠક પરથી વિજેતા થેયલ કોંગ્રેસના આદિજાતિ મહિલા સભ્ય બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ભાજપ પાસે એસટી મહિલા ઉમેદવાર જીતેલા ન હોવાથી કોંગ્રેસના જીતેલા સભ્યને પ્રમુખ પદે સ્વીકારવા પડ્યા હતા. આ પણ વાંચોઃ Gujarat Weather News: રાજ્યમાં ગરમીનો કહેર યથાવત, આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે

Read Full Story arrow_forward
Vadodara: છાણી વિસ્તારમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું
calendar_today May 25, 2026

Vadodara: છાણી વિસ્તારમાં ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગરે ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

વડોદરા શહેરમાં શ્રમિક વર્ગ અને રોજમદાર કારીગરો પર આર્થિક મંદીનો પ્રકોપ સતત વધી રહ્યો છે, જેનો વધુ એક જીવતો-જાગતો અને કરુણ પુરાવો વડોદરાના છાણી વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. છાણી પંથકમાં રહેતા અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હિતેશ ભીમાણી નામના યુવકે પોતાના જ ઘરે ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.કામ ન મળતાં હતાશ થઈ ગયો હતો યુવકસ્થાનિક સૂત્રો અને પરિવારના સભ્યો પાસેથી મળતી વિગતો અનુસાર, મૃતક હિતેશ ટાઇલ્સ ફિટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. જોકે, છેલ્લા એક મહિનાથી બજારમાં મંદી અથવા અન્ય કારણોસર તેનું કામ બરાબર ચાલતું ન હતું. લાંબા સમય સુધી કામ ન મળવાને કારણે ઘરમાં આર્થિક સંકળામણ ઉભી થઈ હતી અને રોજબરોજના ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની રહ્યા હતા. આ આર્થિક તંગી અને દેવાના બોજને કારણે હિતેશ છેલ્લા કેટલાક દિવસોથી ભારે માનસિક તણાવ અને હતાશામાં જીવી રહ્યો હતો.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરીઆર્થિક મુશ્કેલીઓનો કોઈ અંત ન દેખાતા આખરે હતાશ થયેલા હિતેશ ભીમાણીએ ઘરમાં રાખેલી ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતાં જ પરિવારજનો તેને ગંભીર હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ હોસ્પિટલના બિછાને જ તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં જ સ્થાનીય પોલીસનો કાફલો હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે અને આપઘાત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે.આ પણ વાંચો: Surat: સલૂનની આડમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા, ગોડાદરામાં 'સ્ટાર યુનિસેક્સ સલૂન'માંથી સેક્સ રેકેટ ઝડપાયું

Read Full Story arrow_forward