Godhra: પંચમહાલની 7 તા. પં.નાં હોદ્દેદારોની જાહેરાત
પંચમહાલ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તાજેતરમાં જ સંપન્ન થવા પામી હતી. જેમાં ભારતીય જનતા પાર્ટીએ સ્પષ્ટ બહુમતી મેળવી પંચમહાલ જિલ્લા પંચાયત,જિલ્લાની સાતેય તાલુકા પંચાયત અને બે નગર પાલિકાઓમા પોતાની સત્તાસ્થપાશેના બ્યુગલ જે તે વખતે ફૂંકી દીધા હતા.ત્યારે પંચમહાલ જિલ્લાની સાત તાલુકા પંચાયત ની કુલ 174 બેઠકો પૈકી 150 થી વધુ બેઠકો ઉપર ભાજપ જીત હાંસલ કરી જ્વલંત સફ્ળતા મેળવી હતી.અને વિપક્ષો અને અપક્ષોના કાંગરા વિખેરી નાખ્યા હતા.ત્યારે આજે ગોધરા કમલમ કાર્યાલય ખાતે જિલ્લાની સાત તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, શાસક પક્ષના નેતા અને દંડકના નામોની જાહેરાત પ્રદેશમાંથી આવેલા મેન્ડેટના આધારે કરવામાં આવી હતી.ત્યારે ગોધરા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે લીલાબેન સંજયભાઈ પટેલ,ઉપપ્રમુખ તરીકે પરસોતમભાઈ કોયાભાઈ બારીયા,કારોબારી અધ્યક્ષ તરીકે ધરતીબેન ગૌરાંગસિંહ પટેલ,શાસક પક્ષના નેતા તરીકે મીનાક્ષીબેન ગજેન્દ્રસિંહ પરમાર અને દંડક તરીકે કનુભાઈના નામની જાહેરાત મેન્ડેટના આધારે કરવામાં આવી હતી.નામો જાહેર કરવામાં આવેલા પંચમહાલ જિલ્લાની તમામ તાલુકા પંચાયતના હોદેદારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward