android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod: બિસમાર રસ્તાના નવીનીકરણમાં પણ વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ
calendar_today May 25, 2026

Dahod: બિસમાર રસ્તાના નવીનીકરણમાં પણ વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ

પંચમહાલ જિલ્લાના બામરોલીથી કાંટુ તરફ્ જવાના ખખડધજ રસ્તાના નવીનીકરણમાં ડામર કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની ફરિયાદ સાથે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.દે.બારીઆથી વાયા બામરોલી થઈને વડોદરા જવાનો મુખ્ય રસ્તો ખખડધજ તથા વાહનચાલકો તથા સ્થાનિક આગેવાનોની વારંવાર સરકારમાં રજૂઆતો કરતા સરકારે આ રોડની નવીનીકરણ માટેની કામગીરી માટે કરોડો રૂપિયાની ફળવણી કરી હતી. જે ખાનગી એજન્સીને આ કામની જવાબદારી સોંપાઇ છે, ત્યારે ખાનગી એજન્સીએ હલકી ગુણવત્તાવાળી ડામર કામગીરી કરતા એ કામગીરી ટૂંક ગાળામાં પુનઃ રસ્તો ખખડધજ થઈ જવાની ફરિયાદો ઊઠી છે. આ બાબતે સ્થાનિક આગેવાનોએ વહીવટી તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કામગીરીની કોઈ ચકાસણી કરાતી નથી. રસ્તાની બંને બાજુમાં ધોવાઈ જતા ડામરના પોપડા ધોવાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આ બાબતે એજન્સીના કર્મચારીઓને સ્થાનિક સરપંચો સહિત આગેવાનો તથા વાહનચાલકો તથા રાહદારીઓએે ધ્યાન દોરવા છતાં પણ કામગીરીમાં કોઈ ફેરફાર કરાતો નહીં હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ત્યારે વહેલીતકે ક્વાલિટી-કંટ્રોલ બોર્ડ દ્વારા રોડની કામગીરીની તટસ્થ તપાસ કરવા માગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: ભાજપે આપેલા મેન્ડેટ મુજબના નામોની યાદી ચૂંટણી અધિકારીને સુપરત કરાઇ
calendar_today May 25, 2026

Vadodara: ભાજપે આપેલા મેન્ડેટ મુજબના નામોની યાદી ચૂંટણી અધિકારીને સુપરત કરાઇ

પાદરા તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને તાલુકાના રાજકારણમાં ગરમાવો છે. તા. 25મીને સોમવારે સવારે 11 કલાકે પાદરા તાલુકા પંચાયતના સભાખંડ ખાતે યોજાનારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી પૂર્વે રવિવારે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં ભાજપનો એકતરફી દબદબો રહ્યો હતો.પાદરા તાલુકાના રાજકારણમાં સતત સક્રિય અને સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શનમાં ભાજપે તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી હતી. તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભાજપે 20 બેઠકો કબજે કરી કોંગ્રેસને મર્યાદિત બેઠકો સુધી સીમિત રાખી હતી. રાજકીય વિશ્લેષકોના મતે આ જીત પાછળ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની વ્યૂહાત્મક ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. આજરોજ યોજાયેલી ઉમેદવારી પ્રક્રિયામાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે મહેન્દ્રસિંહ ઉદેસિંહ પઢીયાર અને ઉપપ્રમુખ પદ માટે કામીનીબેન સંદીપ પટેલને સત્તાવાર મેન્ડેટ આપી ઉમેદવારી નોંધાવી હતી. ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે હરિભાઈ વજાભાઈ દેસાઈ, પક્ષના નેતા તરીકે રઘુવીરસિંહ હિંમતસિંહ પરમાર તથા દંડક તરીકે નરેન્દ્ર નિશાંત પરમારના નામોની પણ જાહેરાત કરઇ હતી. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા દરમિયાન તાલુકા તથા જિલ્લા ભાજપ સંગઠનના આગેવાનો, ચૂંટાયેલા સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ અધ્યારૂ સહિતના આગેવાનોની હાજરીમાં મેન્ડેટ પત્રો સોંપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સોમવારે બપોરે 11 કલાકે વડોદરા જિલ્લા પ્રાંત અધિકારી ઐશ્વર્યા દુબેના અધ્યક્ષ સ્થાને ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાને કારણે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ઔપચારિકતા પૂરતી જ રહે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: સાવલી તા. પંચાયતના હોદ્દેદારોના નામની ભાજપ દ્વારા જાહેરાત
calendar_today May 25, 2026

Vadodara: સાવલી તા. પંચાયતના હોદ્દેદારોના નામની ભાજપ દ્વારા જાહેરાત

સાવલી બજાર સમિતિ ખાતે યોજાયેલ તાલુકા પંચાયતના સભ્યોની બેઠકમાં પાર્ટી મેન્ડેટને સર્વસંમતિથી વધાવીને પ્રમુખ અને ઉપપ્રમુખ ભાજપ અને કારોબારી ચેરમેનની જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા સૂચવેલ નામોની નિરીક્ષકે સત્તાવાર જાહેરાત કરીને મેન્ડેટ આપ્યું હતું. સોમવારે ચૂંટણી અધિકારી દ્વારા ઔપચારિક જાહેરાત કરાશે.સાવલી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ બહુમતીથી જીત મેળવી છે કુલ 22માંથી 19 બેઠક ભાજપે મેળવી છે. જ્યારે બે બેઠકો કોંગ્રેસ અને એક બેઠક અપક્ષને ફળે ગઈ છે. ત્યારે 25મી મેના રોજ તાલુકા પંચાયતની સામાન્ય સભાની તેમજ તે દિવસે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતના પદાધિકારીઓની વરણી કરાશે. તે સંદર્ભે સાવલી બજાર સમિતિ ખાતે ભાજપના ચૂંટાયેલા સભ્યોની મહત્વપૂર્ણ બેઠકમાં પ્રમુખ પદ માટે રવિન્દ્રસિંહ વાઘેલા અને ઉપપ્રમુખ પદ માટે જશવંત ભાલીયાના અને કારોબારી ચેરમેન તરીકે બ્રિજેશ પટેલના નામ પર સર્વસંમતિથી મંજૂરીની મ્હોર મરાઇ હતી. બેઠકમાં ભાજપના જીતેલા સભ્યો હાજર રહ્યા હતા.ભાજપના નિરીક્ષક દ્વારા સત્તાવાર મેન્ડેટ અપાયો હતો. સાથે પક્ષના નેતા તરીકે તીરથસિંહ ચૌહાણ, દંડક તરીકે હિરલબેન મકવાણાના નામો પર જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા મેન્ડેટ અપાયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward