android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: કરજણ તાલુકા પંચાયતના હોદ્દેદારોની આજે જાહેરાત થશે
calendar_today May 25, 2026

Vadodara: કરજણ તાલુકા પંચાયતના હોદ્દેદારોની આજે જાહેરાત થશે

કરજણ તાલુકા પંચાયત માટે ભાજપે પ્રમુખ અને ઉપપ્રમુખ પદના ઉમેદવારોની જાહેરાત કરતાં તેના મેન્ડેટના કવર વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી લઈ કરજણ આવી પહોંચ્યા હતાં. આવતીકાલે સામાન્ય સભામાં સત્તાવાર પ્રમુખ, ઉપપ્રમુખની મહોર લાગશે.ગત માસમાં સ્થાનિક સ્વરાજ્યની કરજણ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને 17 અને કોંગ્રેસને 3 બેઠક મળી હતી. પરિણામે ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવતી હોવાથી પ્રમુખ-ઉપપ્રમુખની હવે આ ચૂંટણી માત્ર ઔપચારિક પ્રક્રિયા બનશે. તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આવતીકાલ તા.25ના રોજ યોજાશે. પ્રમુખ પદ માટે સામાન્ય સ્ત્રીની જાહેરાત થઈ છે. જે માટે પાંચ બેઠકો સામાન્ય સ્ત્રીની છે. આ પાંચેય બેઠક પર ભાજપે જીત મેળવી છે. જેમાં બે પાટીદાર સ્ત્રી, બે રાજપૂત સમાજની સ્ત્રી અને એક બેઠક બ્રાહ્મણ સમાજની છે. ત્યારે આજરોજ પ્રદેશ નેતૃત્વ તરફ્થી પ્રમુખ ઉપપ્રમુખ સહિતના અન્ય હોદ્દા માટે સત્તાવાર મેન્ડેટ જાહેર કરાયા હતાં. જે મેન્ડેટને કવર કરજણ ખાતે લઈ આવેલા વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ દ્વારા ખુલ્લા મુકાયા હતાં. કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ પણ હાજર રહ્યાં હતાં. જેમાં પ્રમુખ પદ માટે રોશનીબેન જયદિપસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ પદ માટે ભૂમિકાબેન ચંદ્રકાંત, કારોબારી સમિતિ અધ્યક્ષ પદ માટે ચિરાગ નવીનભાઈ પટેલ, પક્ષના નેતા પદ માટે સંગ્રામસિંહ રાજેન્દ્રસિંહ પરિહાર, દંડક પદ માટે ભાવિનકુમાર ભૂપેન્દ્રસિંહ પટેલની જાહેરાત કરાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dabhoi: ડભોઇ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન નિશ્ચિત, નામનો મેન્ડેટ અપાયો
calendar_today May 25, 2026

Dabhoi: ડભોઇ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન નિશ્ચિત, નામનો મેન્ડેટ અપાયો

ડભોઇ તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ડભોઇ તાલુકા પંચાયતમાં ભાજપે ભવ્ય વિજય મેળવ્યો હતો. કુલ બેઠકોમાંથી ભાજપે 17 બેઠક પર એકતરફી જીત હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસના ફળે માત્ર 3 બેઠકો જ આવી હતી. આ પ્રચંડ બહુમતી બાદ આજે ડભોઇ ભાજપ કાર્યાલય ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં પક્ષના મોવડીમંડળ દ્વારા મોકલાવેલા સત્તાવાર મેન્ડેટને આધારે પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના મુખ્ય હોદ્દેદારોના નામોની જાહેરાત કરાઇ છે.ભાજપ સંગઠન દ્વારા જાહેર કરાયેલા નામોની યાદી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. બી. જે. બ્રહ્મભટ્ટ દ્વારા ડભોઇ તાલુકા પંચાયત માટેનું સત્તાવાર મેન્ડેટ મોકલ્યો હતો. સ્થાનિક ધારાસભ્યની ઉપસ્થિતિમાં આ નામોની જાહેરાત કરાઇ હતી. જેમાં ડભોઇ તાલુકા પંચાયત પ્રમુખ તરીકે ભીખીબેન લાલજીભાઈ رબારી (બક્ષીપંચ મહિલા અનામત બેઠક), ઉપપ્રમુખ ભાસ્કરભાઈ વલ્લભભાઈ પટેલ, કારોબારી ચેરમેન મનોજભાઈ ધરમદાસ પટેલ, પક્ષના નેતા (લીડર) શોભનાબેન દિવ્યેશ પટેલ, દંડક (વ્હીપ) કૃણાલ મહેશભાઈ પટેલને પક્ષ દ્વારા ફળવેલા સત્તાવાર મેન્ડેટને આધારે આવતીકાલે ડભોઇ ભાજપ કાર્યાલય ખાતે નવીન બોર્ડની રચના કરવા માટે વિધિવત દરખાસ્ત રજૂ કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: શિનોર ખાતે મા નર્મદાનો 14મો ચૂંદડી મનોરથ સંપન્ન
calendar_today May 25, 2026

Vadodara: શિનોર ખાતે મા નર્મદાનો 14મો ચૂંદડી મનોરથ સંપન્ન

શિનોર મુકામે નર્મદા નદી તટે બુસા ફ્ળીયાના ઘાટ પર તા.17 મે 2026થી ગંગા દશહરાનો પ્રારંભ થયો હતો. રવિવારે સાંજે માં નર્મદાના કિનારે ભક્તો દ્વારા નર્મદા મૈયાને 505 મીટરની ભવ્ય ચૂંદડી અર્પણ મનોરથનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં માનવ મહેરામણ ઊમટી પડયો હતો.શિનોર ગામે બુશાફ્ળિયા નર્મદા ઘાટે છેલ્લા 80 વર્ષથી ગંગા દશાહરા મંડળ દ્વારા દશાહરાની મહાઆરતી યોજાય છે. ત્યારે આ વર્ષે પણ 14મો ચૂંદડી મનોરથ તેમજ ગંગા દશાહરાનો પ્રારંભ કરાયો હતો. જે તા. 17 મેથી 26જુન-225 સુધી એટલે કે 10 દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાશે. આ 10 દિવસ સુધી શ્રાદ્ધાળુ પવિત્ર નર્મદા નદી સ્નાન કરવાનો લાભ લઈ સંધ્યાકાળે યોજાતી મહાઆરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. વાયકા મુજબ, મોક્ષ દાયીની ગંગાજીનું સ્વર્ગલોક પરથી પુથ્વી પર અવતરણ થયું હતું. ત્યારથી જ ગંગા દશાહરાનો પર્વ ભારે ધામધૂમથી શ્રાદ્ધાળુ દ્વારા ઉજવાય છે. આ 10 દિવસ સુધી નર્મદા નદીમાં સ્નાન તેમજ વિધિવત રીતે પૂજા અર્ચના, દાન પુણ્ય કરવાથી 10 પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. રવિવારે સાંજે શિનોરના બુશા ફ્ળીયાના નર્મદા ઘાટથી નર્મદા જિલ્લાના સિસોદરા ગામના નર્મદા કિનારા સુધી 105 સાડી કુલ 505 મીટરની ચૂંદડી અર્પણ કરાઇ હતી. ત્યારે હર હર નર્મદેના નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ પ્રસંગે 2500થી વધુ શ્રાદ્ધાળુ ઉપસ્થિત રહી ચૂંદડી મનોરથ, નર્મદા મૈયાની આરતી અને મહાપ્રસાદી આરોગી કૃતાર્થ થઇ ધન્યતા અનુભવી.હતી. તા.26મીને મંગળવારે ગંગા દશહરાનું સમાપન કરાશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward